જો તમે પણ 14 થી 20 જૂન સુધીમાં આ તમામ કાર્યો પૂરા કરી લેશો ભગવાનના પ્રિય બની જશો, પછી નહિં પડે કોઇ તકલીફ

તા. ૧૪ જુન, ૨૦૨૧થી લઈને તા. ૨૦ જુન, ૨૦૨૧ સુધીમાં આવતા તિથિ અને તહેવારના ચાર દિવસ, મિથુન રાશિ સંક્રાંતિ અને ગંગા દશેરા જેવા તહેવારો પણ આ અઠવાડિયે ઉજવવામાં આવી શકે છે.

-આ અઠવાડિયે સૂર્યના રાશિ પરિવર્તનની સાથે શરુ થવાનું છે, ખરીદી અને નવા કાર્યની શરુઆત કરવા માટે ૫ શુભ મુહુર્ત આવી રહ્યા છે.
તા. ૧૪ જુન, ૨૦૨૧ થી લઈને તા. ૨૦ જુન, ૨૦૨૧ સુધી વ્રત અને તહેવારના ૪ દિવસ આવી રહ્યા છે. આ અઠવાડિયાની શરુઆત સોમવારના રોજ એટલે કે, આજથી વિનાયક ચતુર્થીથી થઈ ગઈ છે. વિનાયક ચતુર્થીના દિવસે સૌભાગ્ય અને સમૃદ્ધિની કામના કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરવાની સાથે વ્રત કરવાનું હોય છે અને આ વ્રત રાતના સમયે ચંદ્રોદય થઈ જાય ત્યાર બાદ ચંદ્રને અર્ધ્ય અર્પણ કરીને વિનાયક ચતુર્થીનું વ્રત ખોલવાનું હોય છે.

image source

ત્યાર પછીના દિવસે મિથુન સંક્રાંતિનો અવસર આવી રહ્યો છે. એટલે કે, તા. ૧૫ જુન, ૨૦૨૧ના રોજ સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરવાનો છે. મિથુન રાશિના સંક્રાંતિના દિવસે તીર્થ સ્થાનમાં જઈને સ્નાન- દાન કરવાની સાથે જ સૂર્ય દેવની પૂજા કરવાથી અને પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ કરવાની પરંપરા પૂરી કરવામાં આવે છે. મિથુન સંક્રાંતિના દિવસે આમ કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકાય છે.

image source

ત્યાર બાદ અઠવાડિયાના અંતિમ બે દિવસ દરમિયાન મહેશ નોમ અને ગાયત્રી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવશે. આ અઠવાડિયાના છેલ્લા દિવસને ગંગા દશેરા તરીકે પણ ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું વિશેષ રહેવાનું છે. આ દિવસો દરમિયાન સૂર્યનું રાશિ પરિવર્તન પણ થઈ શકે છે.

બુધ ગ્રહના અસ્ત થવાની સાથે જ બુધ ગ્રહ પોતાની વક્રી ચાલ ચાલશે. એની સાથે જ આ અઠવાડિયું ખરીદી કરવા માટે અને નવા કાર્યોની શરુઆત કરવા માટે ૫ શુભ મુહુર્ત પણ આવી રહ્યા છે. આ ૫ શુભ મુહુર્તમાં ૨ સર્વાર્થ સિદ્ધ યોગ અને ૪ રવિ યોગ આવી રહ્યા છે.

image source

તા. ૧૪ જુન, ૨૦૨૧થી તા. ૨૦ જુન, ૨૦૨૧ સુધીનું પંચાંગ:

તારીખ અને વાર – તિથિ – વ્રત- તહેવાર

  • તા. ૧૪ જુન, ૨૦૨૧ સોમવાર જેઠ સુદ પક્ષ ચોથ. વિનાયક ચતુર્થી
  • તા. ૧૫ જુન, ૨૦૨૧ મંગળવાર જેઠ સુદ પક્ષ પાંચમ. મિથુન સંક્રાંતિ.
  • તા. ૧૬ જુન, ૨૦૨૧ બુધવાર જેઠ સુદ પક્ષ છઠ્ઠ
  • તા. ૧૭ જુન, ૨૦૨૧ ગુરુવાર જેઠ સુદ પક્ષ સાતમ
  • તા. ૧૮ જુન, ૨૦૨૧ શુક્રવાર જેઠ સુદ પક્ષ આઠમ
  • તા. ૧૯ જુન, ૨૦૨૧ શનિવાર જેઠ સુદ પક્ષ નોમ મહેશ નોમ
  • તા. ૨૦ જુન, ૨૦૨૧ રવિવાર જેઠ સુદ પક્ષ દશમ ગંગા દશેરા
image source

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ અઠવાડિયું:

  • તા. ૧૪ જુન, ૨૦૨૧ સોમવાર- સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ.
  • તા. ૧૫ જુન, ૨૦૨૧ મંગળવાર- સર્વાર્થ સિદ્ધિ યોગ અને સૂર્યનું રાશિ પરિવર્તન.
  • તા. ૧૬ જુન, ૨૦૨૧ બુધવાર- રવિયોગ
  • તા. ૧૯ જુન, ૨૦૨૧ શનિવાર- રવિયોગ
  • તા. ૨૦ જુન, ૨૦૨૧ રવિવાર- રવિયોગ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ