રાજકોટનો 2 વર્ષનો વેદ બ્રેન ડેડ થતા કોમામાં સરી પડ્યો અને માતાપિતાએ કર્યો ઓર્ગન ડોનેશનનો નિર્ણય

ક્યારેક ક્યારેક એવી વિરલ ઘટનાઓ આપણી આસપાસ બને છે જેમાં નાનકડા કુમળા બાળક પણ હિરો જેવું કામ કરી જતા હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં રાજકોટ શહેર ખાતે બની છે જ્યાં 2 વર્ષના નાનાકડા વેદ નામનો નાનકડો દીકરો અમર થઈ ગયો છે.

image source

રાજકોટના ઝિંઝુવાડીયા પરીવારનો લાડકવાયો વેદના મગજમાં ગાંઠ સર્જાતા તે બ્રેન ડેડ થતા કોમામાં સરી પડ્યો હતો. 2 જ વર્ષના વેદનું બ્રેન ડેડ થતા એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે તે ક્યારેય ફરીથી હસતો રમતો જોવા મળશે નહીં. આવા કપરા સમયમાં પણ તેના માતા-પિતાએ નક્કી કર્યું કે તેમનો કાળજાનો કટકો તો બચી શક્યો નહીં પણ તેના અંગોનું દાન કરી તેને પરોક્ષ રીતે જીવતો રાખી શકાય છે. આ વિચાર સાથે તેમણે વેદની બંને આંખ અને કિડની ડોનેટ કરવાનું નક્કી કર્યું અને શહેરની બીટી સવાણી કિડની હોસ્પિટલના નિષ્ણાંતોને આ અંગે જાણ કરી. જો કે સદનશીબે વેદની કિડની અમદાવાના એક તરુણને મેચ પણ થઈ ગઈ. તેવામાં આ ઓપરેશન કરવા માટે અમદાવાદથી નિષ્ણાંતોની ટીમ રાજકોટ આવી હતી.

image source

મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા વધી હોવાથી શહેરની કિડની હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તેથી કિડની ટ્રાંસપ્લાન્ટ રાજકોટની બીટી સવાણી હોસ્પિટલમાં જ કરવાનું નક્કી કર્યું. આ ઓપરેશનમાં અમદાવાદના જાણીતા ડોક્ટર પ્રાંજલ મોદી અને રાજકોટના દિવ્યેશ વિરોજા, સંકલ્પ વણઝારાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ટીમ તૈયાર કરવામાં આવી અને તેમણે કિડની ટ્રાંસપ્લાન્ટ સફળ રીતે પાર પાડ્યું છે.

image source

2 વર્ષના વેદની કિડની અમદાવાદના 17 વર્ષના તરુણને મેચ થઈ હતી. જો કે હાલ અન્ય કોઈ રિસિવર ન હોવાથી વેદની બંને કિડની આ તરુણમાં ટ્રાંસપ્લાન્ટ કરી છે. મહત્વપૂર્ણ છે કે 17 વર્ષીય અનુજ નામના તરુણને જન્મ સાથે જ કિડનીની સમસ્યા હતા. તે છેલ્લા કેટલાક સમયથી ડાયાલિસીસ પર હતો અને જ્યારે આ ઓપરેશન થયું ત્યારે તેનું વજન 35 કિલો હતું. આ જટીલ સર્જરી સફળ રહેતા વેદનું નાનકડું જીવન અમૂલ્ય અને અમર બની ગયું છે અને અમદાવાદના અનૂજને નવું જીવન મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત