બાપ રે… ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક આટલાં કેસ, સુરતની સ્થિતિ ચિંતાજનક

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્યમાંથી કોરોનાના ૯૧૫ નવા કેસ સામે આવ્યા, સુરત નવા કેસમાં અમદાવાદથી પણ આગળ

દેશભરમાં અત્યારે કોરોનાનો કહેર સતત વિસ્તરતો જઈ રહ્યો છે. આવા સમયે ગુજરાતમાં પણ કોરોના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં નવા નોધાયેલા કોરોના કેસની જે માહિતી આપી છે એ આ પ્રમાણે છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ તુટ્યો છે. પાછળના માત્ર ૨૪ કલાકના સમયગાળામાં રાજ્યમાં ૯૧૫ જેટલા નવા કોરોના કેસ નોધાયા છે. આ સાથે માત્ર ગુજરાતમાં જ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૪૩,૭૨૩ ને પાર કરી ગયો છે. આ સાથે જે રાજ્યમાં મૃત્યુઆંક પણ ૨૦૭૧ પર પહોચ્યો છે.

image source

ગત ૨૪ કલાકમાં ૧૪ દર્દીઓએ જીવ ગુમાવ્યા

આરોગ્ય વિભાગના નવા આંકડા પ્રમાણે રાજ્યમાં સજા થયેલા દર્દીઓની સંખ્યા ૭૪૯ જેટલી છે, જે ૨૪ કલાકમાં સાજા થયા છે. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૦,૫૫૫ જેટલી થઇ છે. આ ૩૦ હજાર લોકો કોરોનાને હરાવીને સાજા થઈ પોતાના ઘરે પાછા ફર્યા છે. તો બીજી તરફ પાછળના ૨૪ કલાકમાં ૧૪ જેટલા દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

image source

૯૦૨ થી આજના ૯૧૫ સાથે પ્રતિદિન વધતો આંક

ગુજરાત રાજ્યમાં અનલોક ૨ લાગુ થયા પછી સતત કોરોનાના નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સતત બીજા દિવસે પણ ગુજરાતમાં કોરોનાના નવા ૯૦૦થી વધારે કેસ નોધાયા છે. આ આંકડો પાછળના આંકડાઓ સાથે જોડતા સ્પષ્ટ છે કે દિવસેને દિવસે આ આંકડામાં વધારો થતો જઈ રહ્યો છે. અનલોક પછીની વાત કરીએ તો ગત રોજનો આંકડો ૯૦૨ હતો જે હવે વધીને આજે ૯૧૫ થઇ ગયો છે. આ સતત વધી રહેલો આંકડો રાજ્ય માટે ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. જેમાં સુરત હજુય આગળ છે.

image source

કોરોનાની ગંભીરતા અમદાવાદમાં યથાવત

ગુજરાતમાં સતત વધી રહેલા કેસ વચ્ચે અમદાવાદમાં પણ સતત આ આંકડો વધી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૬૭ જેટલા નવા કેસ સામે આવ્યા છે, જેમાં ૧૫૪ કોર્પોરેશન વિસ્તાર તેમજ ૧૩ કેસ જીલ્લામાં નોધાયા છે. જો કે કાલના દિવસમાં ૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદમાં આ આંકડો ૨૩,૪૨૬ થયો છે, જેમાંથી કાલે ૧૮૦ જેટલા દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. અમદાવાદમાં એક્ટીવ કેસનો આંકડો ૩૭૭૬ જેટલો છે. કુલ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા હવે ૧૮,૧૨૩ પર પહોચી છે. તો અમદાવાદનો મૃત્યુઆંક પણ ૧૫૨૭ જેટલો છે.

image source

અમદાવાદ પછી હવે સુરતમાં કોરોનાનો કહેર

દિવસે દિવસે વધતા કોરોના કેસમાં સુરત પણ નવા કેસમાં અમદાવાદની સાઈડ કાપી રહ્યું છે, ત્યારે સક્રિય કેસમાં પણ હવે અમદાવાદ અને સુરત વચ્ચે વધારે અંતર રહ્યું નથી. હાલમાં સક્રિય કેસમાં અમદાવાદના ૩૭૭૬ કેસ છે જયારે સુરતમાં પણ હવે આ આંકડો ૨૮૬૪ સાથે સતત વધી રહ્યો છે. સુરતમાં સતત આવતા નવા કેસને લઈને કોર્પોરેશનની ચિંતાઓ વધી છે. ગત ૨૪ કલાકમાં સુરત જીલ્લામાં કુલ ૨૯૧ નવા કેસ નોધાયા છે, જેમાં ૨૨૧ શહેરમાં છે તેમજ ૭૦ કેસ જીલ્લામાં નોધાયા છે. આ સાથે સુરતમાં કોરોના દર્દીઓનો આંકડો ૮૪૦૬ પર પહોચ્યો છે. સુરતમાં ૨૪૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી કરીને કુલ દર્દીઓનો આંકડો ૫૩૧૫ પર પહોચ્યો છે. આ સાથે આજે સુરતમાં ૫ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, અને આ આ મૃત્યુઆંક હવે ૨૨૫ પર પહોચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત