છેલ્લા 24 કલાકમાં USમાં 60 હજારથી વધુ નવા કેસ, કોરોનાના આ વેરિઅન્ટે મચાવી તબાહી

અમેરિકામાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં કોરોનાના નવા કેસ જોવા મળી રહ્યા છે. વર્લ્ડોમીટર અનુસાર, છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના ચેપના 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પછી, તે ચેપના મામલે ફરી એકવાર દુનિયાના પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. જે નવા કેસો સામે આવી રહ્યા છે તેમાના મોટા ભાગના ડેલ્ટા વેરિએન્ટના છે. આમ ડેલ્ટા વેરિએન્ટે સમગ્ર દુનિયામાં કહેર વર્તાવ્યો છે.

કોવિડને કારણે અમેરિકાની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.મોટાભાગના નવા કેસ ફ્લોરિડામાં નોંધાયા છે, જ્યાં એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં કોરોના નોંધાયા છે. યુ.એસ.માં લગભગ 40000 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જે જાન્યુઆરીમાં કોરોનાની ટોચ કરતા ઓછા છે. તે જ સમયે, સંઘીય અધિકારીઓએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાના નિયમો અંગે નવા નિયમો બનાવ્યા છે.

image source

કોરોના કેસના ફરી વધારા પછી અમેરિકાના હાઈ રિસ્કવાળા વિસ્તારોમાં કોરોના રસીના બંને ડોઝ લેનારા લોકો માટે ફરી એકવાર માસ્ક પહેરવું ફરજિયાત બની ગયું છે. ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોરોના કેસોમાં વધારા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિરેક્ટર રોશેલ વેલેન્સકીએ પત્રકાર પરિષદ દરમિયાન માસ્ક અંગે લીધેલા નિર્ણય વિશે જણાવ્યું હતું. આ દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે કોરોના રસી અસરકારક છે પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે, વધુ ચેપનું જોખમ વધ્યું છે. આ કારણોસર આવી સાવચેતી રાખવી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2020 ના અંતમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી હતી. હવે આ વેરિએન્ટ મોટા તાણવનું કારણ બની ગયો છે અને ઓછામાં ઓછા 111 દેશોમાં ફેલાયો છે. કોવિડ વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ તેના પુરોગામી આલ્ફા વેરિએન્ટ કરતા 40 થી 60 ટકા વધુ ચેપી છે અને તે અત્યાર સુધી બ્રિટન, અમેરિકા, સિંગાપોર વગેરે દેશોમાં ફેલાયેલો છે.

image source

કોવિડ-19 ના B.1.617.2 ને ડેલ્ટા વેરિઅન્ટ કહે છે. તેની ઓળખ ભારતમાં પ્રથમ વખત ઓક્ટોબર 2020 માં થઈ હતી. અહેવાલો અનુસાર, આ આપણા દેશમાં બીજી લહેર માટે મુખ્યત્વે જવાબદાર છે. આજે, નવા કોવિડ કેસોમાં 80 ટકા આ વેરિઅન્ટને કારણે છે. તે મહારાષ્ટ્રમાં ઉભરી આવ્યો અને ત્યાંથી તે પશ્ચિમી રાજ્યોમાંથી ઉત્તર દિશા તરફ આગળ વધ્યો. પછી તે દેશના મધ્ય ભાગમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં ફેલાયો.

નોંધનિય છે કે કોરોના વેક્સીન લગાવી ચુકેલા લોકોને પણ ડેલ્ટા વેરિએન્ટ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. તો ચિંતાની વાત એ પણ છે કે હવે ગુજરાતમાં પણ ડેલ્ટાના કેસો નોંધાઈ ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં જ બનાસકાંઠા જિલ્લામાં નાગાલેન્ડથી આવેલા સૈન્યના કર્મચારીઓમાં ડેલ્ટા વેરિએન્ટના લક્ષણો જોવા મળ્યા હતા. ગુજરાતમાં કોરોનાના વળતા પાણી વચ્ચે હવે ખાસ સાચવવાની જરૂર છે. ડેલ્ટા વકર્યો તો આવનારા સમયમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે, આ અંગે જાણકારોનું કહેવું છે કે, ડેલ્ટા વેરિએન્ટને લઈને ચિંતા એટલા માટે વધારે છે કેમ કે, આ વેરિઅન્ટ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આસાનીથી ફેલાય છે. નોંધનિય છે કે, જે લોકોએ વેક્સીન નથી લીધી તેમને આ વેરિએન્ટના કારણે સંક્રમિત થવાથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા વધી જાય છે.

તમને જણાવી દઈએ કે, ઈઝરાયલમાં હોસ્પિટલમાં દાખલ 60 ટકા લોકો એવા છે જેમણે રસી લઈ લીધી હતી. આ ઉપરાંત અમેરિકામાં 83 ટકા નવા કેસ ડેલ્ટા વેરિએન્ટના આવી રહ્યા છે. બીજી તરફ ચીનના એક સ્ટડી પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત લોકોના નાકમાં અગાઉના વુહાન સ્ટ્રેન કરતા 1000 ગણા વધારે વાયરસ જોવા મળ્યા છે. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમણ ફેલાવાનો ખતરો વધારે છે. કારણકે તે ઝડપથી પ્રસરે છે. જે લોકોએ વેક્સીન લીધી છે તેમણે પણ સાવધાન રહેવાની જરૂર છે.

image source

તમને જણાવી દઈએ કે, સીડીસીના ડેટા અનુસાર, દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ ચેપ જોવા મળ્યા છે. જો કે, દેશના જે ભાગોમાં સૌથી વધુ રસી આપવામાં આવી છે, જેમ કે ઉત્તરપૂર્વ, સમુદાયના પ્રસારણનો દર મર્યાદિત છે. યુ.એસ. માં, એક લાખ દીઠ 100 થી વધુ ચેપના કેસોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જો કે, સમાન સીડીસી સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે રસી લીધેલા લોકો સંક્રમિત થાય છે, ત્યારે તેમનો વાયરલ ભાર રસી ન લેતા લોકો જેટલો જ છે. સીડીસી કહે છે કે આ સંશોધન પછી એવું કહી શકાય કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તે પણ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.