256 વર્ષની ઉંમર અને 200 સંતાન, ખરેખર જાણવા જેવું છે આ વ્યક્તિની લાંબી ઉંમરનું રહસ્ય

તમે લોકોએ ઘણા બધા લોકોની ખાસીયતો વિષે સાંભળ્યું હશે. કારણ કે દુનિયામા કેટલાક એવા લોકો રહે છે જેઓ બીજા બધા કરતાં થોડા અલગ હોય છે. ને તેઓ આખી દુનિયામાં ફેમસ બની જાય છે. માટે આજે અમે તમને એક એવા વ્યક્તિ વ્યક્તિ વિષે જણાવા જઈ રહ્યા છીએ જે 250 વર્ષ કરતાં પણ વધારે વર્ષોનું જીવન જીવ્યો હતો અને તેના લગભગ 200 બાળકો પણ હતા. તો ચાલો જાણીએ આ વ્યક્તિ
વિષે.

image source

લી ચિંગનો જન્મ 3 મે 1677ના રોજ ચીનના કીજિયાંગ જિલ્લામાં થયો હતો. તેમનું મૃત્યુ 6 મે 1933ના રોજ થયું હતું. જો કે કેટલાક સ્રોતોનું એવું કહેવું છે કે તેમનો જન્મ વર્ષ 1736 છે. જો તેમનો જન્મ 1736માં પણ થયો હોય તો પણ તેઓ 197 વર્ષ જીવ્યા હતા જે સામાન્ય માણસોની ઉંમર કરતાં ક્યાંય વધારે છે. વર્ષ 1928માં ન્યૂયોર્ક ટાઇમ્સના એક સંવાદદાતાએ લખ્યુ હતું કે લીના પાડોશમાં રહેતા કેટલાએ વૃદ્ધ લોકોનું કહેવું છે કે તેમના દાદા લોકો પણ તેને ઓળખતાં હતા તે પણ એક આધેડ વયની વ્યક્તિ તરીકે.

image source

તેનો અર્થ એ થયો કે શક્ય છે કે તેની ઉંમર 250 વર્ષ કરતાં પણ વધારે રહી હોય. લી ચિંગ યુએન જાણીતા હર્બલ એટલે કે જડી-બુટી નિષ્ણાત, માર્શલ આર્ટિસ્ટ અને સૈન્ય સલાહકાર હતા. લી ચિંગ માત્ર 10 વર્ષના હતા ત્યારે હર્બલ ઔષધિયોનો બિઝનેસ કરવા લાગ્યા હતા. તેમણે હર્બલની સાથે સાથે માર્શલ આર્ટમાં પણ મહારત મેળવી લીધી હતી. લી 71 વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્સ ટ્રેનર તરીકે ચીનના સૈન્યમાં
શામેલ થયા હતા.

image source

કહેવયા છે કે લિ ચિંગે 24 લગ્નો કર્યા હતા, અને તેનાથી તેમને કુલ 200 બાળકો હતા. લી બાળપણથી જ વાંચવા તેમજ લખવામા સક્ષમ રહ્યા હતા. સામાન્ય રીતે સ્વીકાર કરવામા આવેલી તેમની વાર્તાઓ પ્રમાણે તેમને કાંસૂ, શાંસી, તિબેટ, અન્નામ, સિયામ અને મંચૂરિયા માં જડી-બૂટીઓની શોધ કરી હતી. પહેલા એકસો વર્ષ સુધી તેઓ આ વ્યવસાયમાં રહ્યા. ત્યાર બાદ અન્ય લોકો દ્વારા ભેગી કરવામાં
આવેલી જડી-બુટ્ટીઓને વેચવાનો તેમણે વ્યવસાય કર્યો. તેમણે અન્ય ચાઈનીઝ જડી બુટિઓની સાથે સાથે લિંગજી, ગોજી બેરી, જંગલી જિનસેંગ, શૂ વૂ અને ગોટૂ કોલા વિગેરે જડી બુટિઓ વેચી. સો વર્ષના થયા બાદ તેમણે પોતાના જીવનના પછીના 40 વર્ષ માત્ર જડી બુટીઓના સહારે જ પસાર કર્યા. આ જડી બુટીઓની સાથે સાથે તેમણે ચોખાની દારુને આહાર તરીકે લેવાનો પ્રયોગ કર્યો. લી ચિંગ-યેને
પોતાના જીવનનો સૌથી વધારે સમય પહાડો પર પસાર કર્યો અને કિગોંગ નામની કસરતની એક ટેકનીકમાં કુશળ બન્યા. લી ચિંગ પાસે જ્યારે લાંબી ઉંમરનું રહસ્ય પુછવામા આવ્યું ત્યારે તેમનો જવાબ કંઈક આવો હતો, ‘પોતાના હૃદયને શાંત રાખો, કબૂતરની જેમ સુસ્તી વગર ચાલો, કાચબાની જેમ બેસો, અને એક કૂતરાની જેમ ઉંઘ લો.’ લી ચિંગના જીવનમાં પહાડી જીવન, વ્યાયામ અને ખાનપાનનો મોટો
હાથ રહ્યો હતો. તેઓ તન અને મનની શાંતિને લાંબી ઉંમર સુધી જીવવા માટેનું સૌથી મોટું કારણ માનતા હતા.

image source

લગભગ મનની શાંતિ અને ઉત્તમ શ્વાસ ટેકનિકનું મિશ્રણ જ તેમની અવિશ્વસનીય દીર્ઘાયુનું રહસ્ય હતી. લી ચિંગના એક સ્ટુડન્ટના જણાવ્યા પ્રમાણે, લીની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઈ, જે 500 વર્ષ કરતાં પણ વધારે ઉંમરનો હતો. તેમણે જ લીને લાંબી ઉંમર સુધી જીવવા માટે Qigong વ્યાયામ શીખવ્યો હતો અને ખાન પાનના દિશા-નિર્દેશ આપ્યા હતા. માનવામાં આવે છે કે 500 વર્ષના તે જ
વ્યક્તિ પાસેથી પ્રેરણા લઈને લી ચિંગ લાંબી ઉંમર જીવી શક્યા હતા. જો કે 500 વર્ષની તે વ્યક્તિ વિષેનો કોઈ જ રેકોર્ડ ઉપલબ્ધ નથી પણ શક્ય છે કે તેમને લાંબી ઉઁમરનું રહશ્ય તેમના ગુરુ પાસેથી જ મળ્યું હોય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત