Site icon News Gujarat

25 દિવસ સુધી આ 2 રાશિના લોકોએ રહેવું પડશે સચેત, જાણો શુક્રનું રાશિ પરિવર્તન કેવી અસર લાવશે

સુખના પ્રદાતા શુક્ર ગ્રહ આજે બપોરે 1.09 મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. શુક્ર 29મે સુધી આ રાશિમાં રહેશે. આગ્રહને ઐશ્વર્ય, સૌભાગ્ય, ધન, પ્રેમ અને વૈભવનો કારક માનવામાં આવે છે. જ્યોતિષમાં મેષ અને ધન રાશિને માટે આ ગોટરથી સાવધાન રહેવાનું કહેવાયું છે. તો જાણો શુક્રનું રાશિ પરિવર્તન તમામ રાશિ પર કેવી અસર કરશે.

મેષ રાશિ

આ રાશિના લોકોને માટે શુક્રનું રાશિ પરિવર્તન ખર્ચા વધારનારું રહેશે. તમારે તમારી આર્થિક સ્થિતિને જાળવી રાખવાની જરૂર છે. સ્થિતિ અકાલ્પનિક રહેશે. વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઈ શકે છે. ઘા કે રોગની બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે.

વૃષભ રાશિ

આ રાશિને માટે શુક્રનો ગોચર શુભફળ લાવનારો સાબિત થશે. આ સમયે તમારા સામાજિક વિસ્તાર વધી શકે છે. અનેક એવા લોકોને મળી શકો છો જે ભવિષ્યમાં તમારી મદદ કરી શકે છે.માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાની આશા છે. આ ગોચરના સમયે નવી નોકરી કે ઈચ્છિત નોકરી શોધવામાં તમને સફળતા મળી શકે છે. નાની મોટી બીમારીથી સ્વાસ્થ્યમાં ચઢાવ ઉતાર આવી શકે છે.

મિથુન રાશિ

આ રાશિને શુક્રનો ગોચર માનસિક રીતે પરેશાન કરશે. વ્યવહાર અને સ્વભાવમાં આળસ વધી શકે છે. આર્થિક રીતે આ ગોચરના સમયે તમે વિદેશથી કોઈ ધનલાભ મેળવી શકો છો. સ્વાસ્થ્યની સમસ્યાને લઈને મુશ્કેલી આવી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. આ સમયે મનમાં નવા લોકોના જોડાવવાની પ્રબળ ઈચ્છા જાગૃત થવાની શક્યતા છે. તમે રાજનીતિ સંબંધિત છેડા મજબૂત કરી શકો છો. આર્થિક રીતે આ ગોચર તમને કોઈ સંપત્તિનો લાભ આપી શકે છે. વૈવાહિક જીવનમાં તમે આ ગોચરમાં રોમેન્ટિક બની શકો છો. જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે.

સિંહ રાશિ

આ ગોચરના સમયે સિંહ રાશિના જાતકો પોતાના ઉચ્ચ અધિકારીની સાથેના સંબંધો સુધારી શકે છે. પિતાની તરફથી કોઈ આર્થિક લાભ થવાની શક્યતા છે. કોઈ નવી સંપત્તિમાં રૂપિયાનું રોકાણ કરી શકાય છે કે પછી કોઈ નવું વાહન પણ ખરીદી શકો છો. ઘરનો માહોલ કોઈ શુભ કામને લઈને સારો બની રહેવાની શક્યતા છે.

કન્યા રાશિ

આ રાશિના લોકોને શુક્રનો ગોચર સમયે કોઈ લાંબી યાત્રા કરવી પડે તે શક્ય છે. જેના માટે તમે રૂપિયા ખર્ચી શકો છો. કરિયરમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે. ઈચ્છિત સ્થાનાંતરણ પણ થવાની શક્યતા છે. નાના ભાઈ અને બહેનનો સહયોગ મળશે અને સાથે પરિવારમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. તેમાં તમે સક્રિય ભૂમિકામાં કામ કરી શકો છો.

તુલા રાશિ

આ રાશિના જાતકો આ સમયે પૈતૃક સંપત્તિનો લાભ મેળવી શકે છે. આર્થિક રીતે આ ગોચર તમને શુભફળ આપશે. જો કે આ સમયે કોઈ સંપત્તિમાં રોકાણ કરવાની પ્રબળ ઈચ્છા હોઈ શકે છે.પણ સલાહ આપવામાં આવે છે કે એવું કોઈ પણ રોકાણ હાલમાં ન કરો. સ્વાસ્થ્યના માટે સજાગ રહેવાની જરૂર છે. લગ્નેત્તર લોકોને માટે સાસરી પક્ષથી કોઈ સમારોહનું નિમંત્રણ મળી શકે છે.

વૃશ્વિક

આ રાશિના લોકો માટે આ ગોચર પોતાની સંચાર શક્તિમાં વધારો લાવી શકે છે. તેનો ફાયદો તમને કરિયરના ક્ષેત્રમાં મળવાની સંભાવના છે. વ્યક્તિગત અને ધંધાકીય જીવનમાં તમે સાઝેદારીને મજબૂત કરી શકો છો. વિદેશયાત્રાના યોગ પણ બી રહ્યા છે. આયાત અને નિકાસનો વ્યાપાર કરો છો તો જાતકોને આ ગોચરનો લાભ મળવાની શક્યતા છે. જીવનસાથીને ખુશ કરવામાં રૂપિયા ખર્ચ કરી શકો છો. સ્વાસ્થ્ય સ્થિર બની રહેશે.

ધન રાશિ

ધન રાશિના જાતકોને માટે આ ગોચર શુભ રહેશે નહીં. વિરોધીઓ મજબૂત રહેશે. ધન આવશે પણ ખર્ચ પણ વધશે. તેના કારણે આર્થિક સ્થિતિ એમની એમ જ બની રહેશે. ભાઈ કે બહેનને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા આવી શકે છે. તેના કારણે માનસિક ચિંતા વધી શકે છે. બિનજરૂરી કોઈ તર્ક કે વિતર્ક કરવાથી દૂર રહેજો. જળથી થતા રોગની સમસ્યા આવી શકે છે. તમારે સાવધાન રહેવાની જરૂર છે.

મકર રાશિ

આ રાશિના લોકો આ સમયે આર્થિક રીતે મજબૂત બની શકે છે. ખાસ કરીને આ જાતકો જે એકથી વધારે વ્યવસાય કરે છે અને તેમને માટે આ ગોચર શુભ ફળ આપી શકે છે. સંતાન યોગ પણ બની રહ્યા છે. એકલું જીવન જીવી રહેલા લોકો માટે જીવનમાં કોઈ નવા પ્રેમી કે સાથી આવવાની શક્યતા જોવા મળી રહી છે. વૈવાહિક જીવનમાં પણ શાંતિ અને સુખમય દિવસોની સંભાવના છે.

કુંભ રાશિ

આ રાશિના લોકોને માટે સમાજમાં માન અને સમ્માનમાં વધારો થઈ શકે છે. આ સમયે ઘર બનાવવું કે પછી તેના રીપેરિંગના કામમાં રૂપિયા ખર્ચ કરી શકાય છે. જિંદગીમાં રચનાત્મકતાથી ભરપૂર મુકામ મેળવવાની સંભાવના વધે છે. આ ગોચરના સમયમાં તમે પરિવારના લોકોની સાથે સારો સમય વીતાવી શકો છો. સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહી શકે છે.

મીન રાશિ

આ રાશના લોકોને માટે નાના ભાઈ કે બહેનનો દરેક ક્ષેત્રમાં સહયોગ મળવાની શક્યતા છે. સંગીત કે કલાના ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે આ સમય સારો છે. આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. આ સમયે તમે કોઈ મિત્રને માટે મોંઘી ગિફ્ટ પણ ખરીદી શકો છો. કાર્યક્ષેત્રમાં તમને સહયોગીઓનો સહયોગ મળશે અને તેમ છતાં પણ તમે એક પ્રકારનો માનસિક તણાવ અનુભવી શકો છો. સ્વાસ્થ્ય સામાન્ય બની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version