Site icon News Gujarat

અનોખો કિસ્સો, 25 વર્ષની વયે લંડનનું વૈભવી જીવન હંમેશા માટે છોડીને મંજુ બની ગઈ સાધ્વી, જાણો શા માટે લીધો આવો નિર્ણય

ગુજરાતમાં અવનવા કિસ્સાઓ ચર્ચાતા રહે છે. ત્યારે હાલમાં પણ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જે સાધવી બનવાનો કિસ્સો છે. જો આ કેસની વાત કરીએ તો એક દીકરી ખુબ જ સુખ સાયબીમાં વિદેશમાં જીવતી હતી અને હવે આવો નિર્ણય કરતાં સૌ કોઈ ચોંકી ગયા છે. જો વિગતે વાત કરવામાં આવે તો લંડનમાં જન્મ, બ્રિટનમાં જ કાયદાનો ઉચ્ચ અભ્યાસ, વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છતાં મૂળ ભુજ પાસેના નારણપરના મંજુ કેરાઈએ 25 વર્ષની વયે લંડનું જીવન હંમેશા માટે છોડ્યું અને વતન કચ્છની વાટ પકડી હતી. આ વાત સામે આવતાં જ આખું ગામ આંખો ફાડીને જોતું રહ્યું હતું. ત્યારે આજે આ જ છોકરી વિશે વાત કરવાની છે.

વિગતે વાત કરીએ તો કચ્છમાં આવીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી (સાધ્વી) મંજુ ફઈ બન્યા અને પ્રભુ ભક્તિની અંતર યાત્રા તરફ પ્રસ્થાન કર્યું હતું. આ વિશે વાત કરતાં મંજુ ફઈ કહે છે કે, મારો ઉછેર ભલે લંડનમાં થયો હોય પણ વતન કચ્છની સંસ્કૃતિ અને તેના સાથેનો લગાવ હજુ પણ અંપ્રતિમ હતો અને છે. એટલે જ વતન વાપસી કરીને ત્યાગી બનાવવાની ઈચ્છા વધુ પ્રબળ બની હતી. જો મંજુના પરિવાર વિશે વાત કરીએ તો મંજુના પિતા લાલજી કેરાઈ લંડનમાં સિક્યુરિટીનો બિઝનેસ કરતાં હતાં. હવે તેઓ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યાં છે. તેમની માતા બેકરી આર્ટીસ્ટ છે.

image source

પોતાના આ નિર્ણય અને વિચાર વિશે વાત કરતાં મંજુ ફઈ કહે છે કે, કિશોરાવસ્થામાં જ સંસારની મોહમાયા પ્રત્યે અભાવ જાગ્યો હતો. મુંજૂ વિશે વાત કરીએ તો કાયદામાં સ્નાતકની પદવી મેળવી છે, જેમ સમાજના ગુનાઓની સજા નિર્ધારિત છે તેમ ધર્મના કાયદામાં પાપના પ્રયશ્ચિત નક્કી કરેલા છે.. મંજુ ફઈ એક બાજુ હરીના નામની માળા જપે છે જ્યારે બીજી બાજુ લેપટોપ પર હરિભક્તોને ઓનલાઈન પ્રવચન પણ આપતી જોવા મળે છે.

image source

ખાસ વાત તો એ છે કે દેશ-વિદેશથી લોકો તેમને સાંભળવા જોડાય છે અને ભાવથી જોડાય છે. શિક્ષિત હોવ તો મનના સંકુચિત વિચારો ભીતર પ્રવેશતા નથી. હું યુવા છું તો આજના યુવાનોને તેમની ભાષામાં ઉપદેશ આપું છું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર પ્રભુત્વ હોવાને લીધે શાશ્ત્રોનું જ્ઞાન ત્રણેય ભાષામાં આપું છું. ત્યારે હવે આ મંજુનો કેસ ચારેકોર સંભળાય રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.

image source

આ સિવાય વાત કરીએ તો એવી અભિનેત્રીઓ પણ છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ થોડીક ફિલ્મો પછી તે ગાયબ થઈ ગઈ અને બોલિવૂડની ગ્લેમર દુનિયા છોડ્યા બાદ તે સાધ્વી બની ગઈ છે. તનુશ્રી દત્તા, જે બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક હતી, જોકે તે બોલિવૂડમાં ઘણી ઓછી ફિલ્મો કરી ચૂકી છે. તે સાધ્વી બની ગઈ.

મનીષા કોઈરાલા આજે કોઈ પરિચયની મોહતાજ નથી. 90 ના દાયકાની સૌથી સુંદર અને ટોચની અભિનેત્રીઓમાંની એક મનીષા પણ સાધ્વી બની ગઈ. 90 ના દાયકામાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સેક્સ સિમ્બોલ તરીકે પ્રખ્યાત મમતા કુલકર્ણીએ હવે ‘જોગન બની ગઈ છે કરણ અર્જુન અને ‘બાજી’ જેવી ફિલ્મોમાં કામ કરેલી મમતા ના જીવનમાં એક વળાંક આવ્યો, જેના પછી તેણે આધ્યાત્મિક જીવન જીવવાનું પસંદ કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version