Site icon News Gujarat

26/11 મુંબઈ હુમલાના આજે 12 વર્ષ થયા પૂર્ણ, અમિત શાહે કહ્યું- સુરક્ષાબળોના બલિદાનને દેશ હંમેશા યાદ રાખશે

26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલાની આજે 12 મી વર્ષગાંઠ છે. 26 નવેમ્બર, 2008ના રોજ શરૂ થયેલા હુમલા 29 નવેમ્બર, 2008 સુધી ચાલ્યા હતા. 166 લોકો માર્યા ગયા. ચારે તરફ નિરાશા જ નિરાશા હતી. આ એ સમય હતો જ્યારે કોઈના માટે ન અટકનાર મુંબઈ પણ થંભી ગયું હતું. આજે આ હુંમલાની 12મી વર્ષગાઠ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મુંબઈમાં થયેલ હુમલો એ ભારત પરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.

બહાદુર સુરક્ષા જવાનોને કોટી કોટી વંદન

અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, ‘હું 26/11 ના આતંકી હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ હુમલાઓમાં આતંકવાદીઓનો સામનો કરનારા બહાદુર સુરક્ષા જવાનોને કોટી કોટી વંદન. આ રાષ્ટ્ર તમારી બહાદુરી અને બલિદાન માટે હંમેશા આભારી રહેશે.

મુંબઇમાં શહીદ સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે

image source

તો બીજી તરફ મુંબઇ પોલીસ શહીદ સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં રોગચાળાને કારણે માત્ર મર્યાદિત લોકો જ હાજરી આપશે. આ સંદર્ભે, એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દક્ષિણ મુંબઈના પોલીસ મથક ખાતે નવા બનાવવામાં આવેલા સ્મારક સ્થળે થશે. આમાં શહીદ સુરક્ષા જવાનના સબંધીઓ શામેલ હશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, પોલીસ મહાનિર્દેશક સુબોધકુમાર જયસ્વાલ, મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.

અજમલ આમીર કસાબ નામનો આતંકી જીવતો પકડાયો

image source

મહત્વનું છે કે, 26 નવેમ્બર, 2008 ના રોજ, લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓ સમુદ્ર માર્ગ દ્વારા મુંબઇ પહોંચ્યા હતા અને ગોળીબાર કર્યો જેમાં 18 સુરક્ષા જવાનો સહિત 166 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા. આ સમય દરમિયાન, એનએસજી અને અન્ય સુરક્ષા દળો દ્વારા નવ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને અજમલ આમીર કસાબ નામના આતંકવાદીને જીવતો પકડવામાં હતો જેને 21 નવેમ્બર, 2012 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

એટીએસ ચીફ હેમંત કરકર સહિત 18 અધિકારીઓ શહિદ થયા હતા

image source

આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં તત્કાલીન એટીએસ ચીફ હેમંત કરકરે, આર્મી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, મુંબઇના એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટે અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાલસકરનો સમાવેશ થાય છે.

image source

નોંધનિય છે કે આ મહિને જે પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સીએ સ્વીકાર્યું કે ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં 26/11ના થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હતો. એફઆઇએ આ વાત સ્વીકારી કે મુંબઇ સ્થિત તાજ હોટલ પર થયેલા હુમલામાં લશ્કર એ તૈયબાના 11 આતંકવાદીઓએ પાર પાડ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version