અ’વાદ સિવિલમાં થઈ જટિલ સર્જરી, બે દિવસની કોરોના સંક્રમિત બાળકી પર ઓપરેશન કરી નવું જીવન આપતા આનંદ છવાયો

અમદાવાદ સિવિલ આમ તો વારંવાર કોઈને કોઈ બેદરકારીને કારણે ચર્ચામાં આવતી હોય છે. ત્યારે હવે એક એવી વાત સામે આવી છે કે જે જાણીને તમે નવાઈ પામશો. અમદાવાદ સિવિલમાં એક એવી સર્જરી કરવામાં આવી છે કે જે ખરેખર પ્રશંસનીય છે. આ જોઈને એવું કહેવું જ પડે કે કાળા માથાનો માનવી જો ધારી લે તો આ દુનિયામાં કશું જ અસંભવ નથી હોતું. આ કેસમાં ડોક્ટર્સની ટીમે માત્ર બે દિવસની કોવિડ-19 પોઝિટિવ બાળકી ઉપર ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલાની સર્જરી કરી અને એ પણ સફળ રહી.

image source

હવે આ બાળકીને કોરોના જેવી મહામારીમાંથી છુટાકારો આપીને નવજીવન આપ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો જેતપુરની એક સ્થાનિક હોસ્પિટલમાં 15 એપ્રિલે જગતભાઈ અને હેતલબા ઝાલાની પુત્રીનો જન્મ થયો હતો. જગતભાઈ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં શ્રમિક તરીકે કામ કરીને આજીવિકા મેળવે છે. બાળકીના જન્મ બાદ દંપતિ શેર માટીની ખોટ પુરાવાથી ખુશખુશાલ હતું. જો કે નસીબના કારણે પરિસ્થિતિએ જબરો વળાંક લીધો અને બાળકીના જન્મ બાદ જાણવા મળ્યું કે તે જમી શકતી નથી અને તેને ફીણ સાથે ઉલટી થતી હતી.

image source

આખરે આવી બધી સમસ્યા હોવાના કારણે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો અને એ પછી જાણવા મળ્યું છે કે બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલા નામની સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે પછી પરિવારમાં પણ દુખની લાગણી જોવા મળી હતી. જો કે બાદમાં હવે સારુ થઈ જતાં ખુશી છવાઈ ગઈ હતી. આ વિશે વાત કરતાં સિવિલ હોસ્પિટલ બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, “આ બાળવિકાસને લગતી એવી જન્મજાત સમસ્યા છે કે જેમાં અન્નનળીનો ઉપરનો ભાગ બ્લોક હોય બાકીનો અડધો ભાગ શ્વાસનળી સાથે જોડાયેલો રહે. જે કારણોસર બાળકને ભોજન લેવું અશક્ય બની રહે. બાળકીના જન્મના બીજા જ દિવસે જ તબીબોએ સ્થિતિની ગંભીરતા જોઇને બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જિકલ મેનેજમેન્ટ માટે રિફર કરી હતી.

image source

ડૉ. રાકેશ જોષી આગળ વાત કરે છે કે અમદાવાદ સિવિલમાં વધુ એક ગંભીર સમસ્યા આ ગરીબ પરિવારની જાણે પ્રતીક્ષા કરી રહી હતી. સિવિલમાં જે દિવસે સવારે ઓપરેશન થવાનું હતું તેના એક દિવસ પહેલા જ બાળકી કોવિડ-19 માટે RT-PCR પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. શ્વસનની તકલીફના લીધે બાળકીને હાઇ ફ્લો ઓક્સિજન પર શિફ્ટ કરાઈ હતી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે ઓપરેશન શા માટે આટલું જટિલ હતું તો એના જવાબમાં બાળકીની ખુબ જ નાની વય- નાના બાળકોના કિસ્સામાં વય જેટલી ઓછી હોય, સર્જરી એટલી જ જટિલ હોય છે. શ્રમિક પરિવારની આ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલાની દર 5000 બાળકે જોવા મળતી સમસ્યા હતી. ઓપરેશન બાદ શ્વાસનળી ઉપર સતત લાળના સ્ત્રાવનું તથા ફેફસાં પર ઇન્ફેક્શનનું જોખમ હતું.

image source

કહેવામાં આવી રહ્યું છે કે નાના બાળકોના કિસ્સામાં વય જેટલી ઓછી હોય, સર્જરી એટલી જ જટિલ હોય છે. છતાં પણ તબીબો સહિત આખી ટીમ ઉપર કોવિડ-19ની મહામારીનું જોખમ હોવા છતાં તબીબોએ નવજાત બાળકીનો જીવ બચાવવા 18 એપ્રિલે અતિ જટિલ કહી શકાય તેવી સર્જરી કરી. ઉલ્લેખનીય છે કે પીડિયાટ્રિક સર્જરીના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને હવે એક પરિવારમાં કિલકારી ગુંજી ઉઠી છે.

image source

જો ઓપરેશન પછીની વાત કરવામાં આવે તો સર્જરી બાદ બાળકીને 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડાવામાં આવી છે અને જ્યાં વધુ 3 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. અહીં ડૉ. ગાર્ગી પાઠક, ડૉ. આરિફ વોહરા અને ડૉ. અંકિત ચૌહાણની પિડિયાટ્રિશિઅન્સની ટીમે બાળકીની સંભાળ લીધી છે. હવે ધીરે ધીરે ડૉક્ટર્સની જહેમત રંગ લાવવા લાગી. પહેલા બાળકીને એરવો મશીન પર શિફ્ટ કરાઈ અને પછી હળવેથી ઓક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો. એપરેશનના બીજા જ દિવસથી ટ્યુબ ફિડિંગ પણ શરૂ થઈ ગયું હતું. ઓપરેશનના બારમાં દિવસે ડાઇ સ્ટડી કરાયો, જેમાં કોઇ લિકેજ ન હોવાનુ સાબિત થયું. ત્યારે હવે આ સર્જરી સફળ થવાથી ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!