2 ફૂટની ઊંચાઈ ધરાવતો યુવક લગ્ન માટે પહોંચી ગયો સીધો જ પોલીસ સ્ટેશન, અને પછી ત્યાં જઇને કહ્યું કે..’મારા લગ્ન….’ વાંચો તો ખરા આ યુવકને કેવું તે પરણ ઉપડ્યુ…

મહિલા પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો જ્યારે એક યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ સામે લગ્નની વિનંતી શરૂ કરી દીધી. યુવકે મહિલા પોલીસકર્મીને કહેવાનું શરૂ કરી દીધું કે તેની ઉંચાઇ 2 ફૂટ છે, જેના કારણે દુલ્હન મળી શકતી નથી. પરિવારના સભ્યો પણ તેના લગ્ન કરાવી રહ્યા નથી. તે આ અંગે ખૂબ જ નારાજ છે.

image source

આ અંગે અનેક અધિકારીઓને પત્રો લખીને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી. હવે તે થાકીને પોલીસ સ્ટેશને પહોંચી ગયો. યુવકે મહિલા પોલીસકર્મીને કહ્યું કે મેડમ, હું ક્યાં સુધી કુંવારો રહીશ, ઓછામાં ઓછું તમે મારા લગ્ન કરા દો. પોલીસકર્મી પણ યુવકની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

લોકોએ તેની વાત સાંભળવાનું બંધ કરી દીધુ

image source

ખરેખર આ મામલો ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાનો છે જ્યાં કૈરાના શહેરમાં રહેતા 26 વર્ષના મો. અઝીમની ઉંચાઈ ઘણી ઓછી છે. અઝીમ છ ભાઇ-બહેનોમાં ત્રીજા નંબરનો છે. 2 ફૂટની ઉંચાઈને કારણે, અજીમને કન્યા નથી મળી રહી, તેની ટૂંકી ઉંચાઇને કારણે, કોઈ પણ છોકરી તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. જેની કારણે તે આ દિવસોમાં ખૂબ જ પરેશાન છે. અત્યાર સુધીમાં, તેણે ઘણા લોકોને વિનંતી કરી છે કે તેમના લગ્ન કરાવી આપે, પરંતુ દરેક વ્યક્તિ તેની વાતો પર હસે છે, તેને કોઈ ગંભીરતાથી લેતું નથી. જ્યારે લોકોએ તેની વાત સાંભળવાનું બંધ કરી દીધુ ત્યારે તે થાકીને મહિલા પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને તેણે પોલીસ પાસે લગ્ન કરાવી આપવાની વિનંતી શરૂ કરી.

છોકરી ગમે તેવી હોય ચાલશે

image source

અઝીમ કહે છે કે તેણે અનેક અધિકારીઓને પત્ર પણ લખ્યા હતા અને લગ્ન કરાવી આપવાની અપીલ કરી હતી પરંતુ તેમની વાતો કોઈએ સાંભળી ન હતી. અજીમ દ્વારા લખાયેલ પત્ર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. અઝીમનું માનવું છે કે તે 26 વર્ષનો છે પરંતુ તેની ઉંચાઇ બે ફૂટ હોવાને કારણે, કોઈ પણ લગ્ન માટે તૈયાર નથી થતું. અજીમે પોલીસ મથકમાં કહ્યું હતું કે રમજાન પહેલા તેણે લગ્ન કરી લેવા જોઈએ, પરંતુ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ તેની માંગ પૂરી થઈ નથી. અજીમે કહ્યું કે તે ખૂબ જ ગરીબ પરિવારનો છે પરંતુ તે પરિવારને ખવડાવવા માટે સક્ષમ છે. છોકરી ગમે તેવી હોય ચાલશે પરંતુ ભણેલી હોવી જોઈએ. પહેલા તો યુવકની વાત સાંભળીને પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા, પરંતુ યુવકની સમસ્યા જોઇને તેણે લગ્નની ખાતરી આપી.

ગોવા, સિમલા અને મનાલીમાં હનીમૂન મનાવવા જશે

image source

અજીમે કહ્યું હતું કે તેના લગ્ન માટે ઘણા માગા આવ્યા હતા પરંતુ શરીરની ઉંચાઇ ઓછી હોવાને કારણે વાત લગ્ન સુધી પહોંચી શકી નથી. જેની કારાણે તે આ દિવસોમાં ખૂબ જ પરેશાન છે. અજીમની બીજી વાત પર વિચાર કરો, તેણે પોતાના વિશે શું કહ્યું. જો કોઈ પણ રીતે તેના લગ્ન કરાવી આપવામાં આવશે, તો તે ગોવા, સિમલા અને મનાલીમાં હનીમૂન મનાવવા જશે.

image source

અજીમે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને ડીએમ-એસડીએમ સુધી, તેમણે લગ્ન કરાવી આપવાની અપીલ કરી હતી, પરંતુ કોઈએ તેમની વાત પર ધ્યાન આપ્યું નથી. હવે છેલ્લી આશા સાથે તે કૈરાના કોટવાલી પહોંચી ગયો હતો જ્યાં પોલીસે તેને લગ્ન કરાવવાની ખાતરી આપી હતી. પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેમના લાયક કોઈ છોકરી મળી જશે ત્યારે તેના લગ્ન કરાવી આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!