શરમને નેવે મુકીને ત્રણ બાળકોના પિતાને થઇ ગયો પ્રેમ, પત્નીએ પતિને પ્રેમિકા સાથે જોતા જ થયુ કંઇક એવુ કે…

ત્રણ બાળકોના પિતાને પ્રેમિકા સાથે જોઈ ચોંકી ઉઠી પત્ની, જાણો પછી શું થયું.

image source

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં ત્રણ બાળકોના પિતા પોતાની પત્ની હોવા છતાં પ્રેમિકાને ઘરે લઈ આવ્યા. અને ઘરે આવીને ઘરના લોકોને કહ્યું કે એને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે. પતિની વાત સાંભળીને એની પત્ની અને ઘરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ સાંભળીને બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને બન્ને તરફથી મારામારી પર પણ લોકો ઉતરી આવ્યા. આ વિવાદના કારણે પતિએ પોતાની પ્રેમિકા સાથે મળીને ઝેરીલા પદાર્થનું સેવન કરી લીધું. પ્રેમીકાનું તો મૃત્યુ નીપજ્યું જયારે પ્રેમીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના પર પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે.

પોતાના પતિને એની પ્રેમિકા સાથે જોતા જ સુન્ન થઈ ગઈ હતી પત્ની.

image source

ચરખી દાદરી જિલ્લાના કાદમાં ગામના રહેવાસી રાજકુમારના લગ્નને લગભગ 15 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે.રાજકુમારણવા બવા દીકરા અને એક દીકરી પણ છે. થોડા દિવસ પહેલા એ અચાનક જ ભિવાની જિલ્લાના એક ગામની છોકરીને પોતાના ઘરે લઈ આવ્યો અને ઘરે આવીને પોતાના પરિવારના લોકોને જણાવ્યું કે એ બન્ને એ લગ્ન કરી લીધા છે. રાજકુમારની વાત સાંભળી એની પત્ની સહિત ઘરના તમામ લોકો ચોંકી ઉઠ્યા. આ વાતે રાજકુમારને એની પત્ની અને ઘરના અન્ય સભ્યો સાથે થોડી બોલાચાલી થઈ ગઈ. બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ.

પ્રેમી અને પ્રેમિકાએ પીધું ઝેર, પ્રેમીકાનું થયું મૃત્યુ

image source

મળેલી જાણકારી પ્રમાણે, વિવાદ ચાલી જ રહ્યો હતો અને એ દરમિયાન રાજકુમાર અને એની પ્રેમિકા સંદિગ્ધ હાલતમાં ઝેર ગટગટાવી ગયા. પ્રેમિકાનું તો ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને રાજકુમારની હાલત ગંભીર થઈ ગઈ હતી. એટલે એને રોહતક પીજીઆઈ માં લઇ જવામાં આવ્યો. રાજકુમારે પોલીસને જણાવ્યું હતું કે એને અને એની પ્રેમિકાને જબરદસ્તી ઝેર પીવડાવવા આવ્યું હતું જેના કારણે એની પ્રેમિકાનું મૃત્યુ નીપજ્યું છે.એસએચઓ બિર સિંહના કહેવા પ્રમાણે, રાજકુમારે કહ્યું છે કે એની અને એની પ્રેમિકા સાથે મારામારી કરવામાં આવી હતી અને બન્ને ને ઝેર પીવડાવી દેવામાં આવ્યું હતું.

પોલીસ કરી રહી છે તપાસ.

image source

એસએચઓ બીર સિંહનું કહેવું છે કે પીડિતની બાતમી પરથી પોલીસે ઝેર આપવા સંબંધિતમાં હત્યા ને અન્ય કલમોને આધારે કેસ નોંધ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે આ અંગે તપાસ ચાલી રહી છે. અને જલ્દી જ દોષીતોની ધરપકડ કરવામાં આવશે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત