કલાકોમાં નહીં માત્ર 30 મિનિટમાં ખબર પડી જશે કોરોના વિશે, આ છે નવો ઉપાય

ફરી એકવાર ભારતનું નામ અમેરિકા જેવી મહાસત્તા સામે પણ મુઠ્ઠી ઊંચેરું થયું છે. આ પહેલા કોરોના પર અસરકારક એવી દવા મામલે અમેરિકામાં ભારતની મિત્રતા અને કૌશલ માટે વાહવાહી થઈ હતી. ત્યારે હવે ફરી એકવાર એક ભારતીયના કારણે અમેરિકામાં ભારતના નામનો ડંકો વાગ્યો છે.

image source

ભારતના સાગર જૈન સમાજના એક પ્રતિષ્ઠિત પરીવારના પીયૂષ જૈનને આ વાતનો શ્રેય જાય છે. પ્રોફેશનલી કેમિકલ ઈંજીનિયર એવા પિયૂષએ ફ્લોરિડા યૂનિવર્સિટીમાં કોરોના જેવી મહામારી પર રિસર્ચ કરી છે. તેમણે દિવસ રાત સંશોધનો કરી એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જેનાથી કોરોનાની તપાસ માત્ર 30 મિનિટમાં થઈ જશે. એટલે કે આ ઉપકરણથી વ્યક્તિને કોરોના છે કે નહીં તે અડધી કલાકમાં જ ખબર પડી શકે છે.

image source

આ રેપિડ ટેસ્ટ કિટની માન્યતા માટે હાલ અમેરિકામાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીએચડી પૂર્ણ કરી યૂનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં આસિસ્ટેંટ પ્રોફેસર તરીકે પોતાની સેવા આપતાં પિયૂષે ક્રિસપર બેઝ્ડ ટેકનોલોજીથી અનેક પ્રકારની બીમારીઓ પર શોધ કરવાનું કામ કરી રહ્યા છે. જૈનના માર્ગદર્શનમાં અનેક છાત્ર પીએચડી પણ કરી રહ્યા છે. પીએચડી ગાઈડ ઉપરાંત તેઓ પ્રોસ્ટેટ કેન્સર, એચઆઈવી તેમજ હેપેટાઈટિસ સી જેવી ગંભીર બીમારીઓ પર સતત રિસર્ચ કરી રહ્યા છે.

image source

પોતાની નવી શોધ વિશે પિયૂષ જણાવે છે કે આ ટેસ્ટ 30 મિનિટથી પણ ઓછો સમય લે છે. તેને ઘરે પણ કરી શકાય છે. આ ટેસ્ટ કિટની સૌથી સારી બાબત એ છે કે આ કીટ વાયરસની જાણ કરે છે. અત્યાર સુધીમાં દુનિયામાં જે પણ ટેસ્ટ થાય છે તે શરીરની અંદર હોય છે તે એંટીબોડીનું ટેસ્ટ કરે છે. તેમાં કોરોના વાયરસની હાજરી છે કે નહીં તે નથી જણાતું.

image source

આ કીટનો ઉપયોગ કરવા માટે વિશેષ તાલીમની પણ જરૂર પડતી નથી. બજારમાં મળતી પ્રેગનેંસી ટેસ્ટ કીટના ઉપયોગ જેટલો જ સરળ ઉપયોગ આ કીટનો છે. જરૂરી મંજૂરી મળતા આ કીટ માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેમણે ભારત સરકારને પણ આ કીટ માટેની ઓફર કરી છે. તેમણે કહ્યું છે કે ભારત સરકાર સહયોગ કરે તો તેનું ઉત્પાદન ભારતમાં શરુ થઈ શકે છે.