30 વર્ષની ઉંમર પછી દિવસ દરમિયાન અચૂક ખાવું પનીર, વધતી ઉંમરની આ સમસ્યાઓ તમારાથી રહેશે દૂર

પનીરનો ઉપયોગ સૌથી વધુ પંજાબી સબજી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય પનીરથી અન્ય વાનગીઓ પણ બને છે. તેનું કારણ છે કે પનીર કોઈપણ વાનગીમાં તુરંત ભળી જાય છે અને સ્વાદ પણ વધારે છે. આ સિવાય પનીર નાના-મોટા સૌ કોઈને ભાવે પણ છે.

image source

વાનગીને સ્વાદિષ્ટ બનાવતું પનીર સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. પનીર ખાવાથી શરીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ સહિતના પોષકતત્વોની ઊણપ દૂર થાય છે. આ ઉપરાંત તે બીપીને પણ કંટ્રોલ કરે છે. પ્રોટીનમાં આયર્ન સહિત ખનીજ તત્વો હોય છે. 100 ગ્રામ પનીર હોય તો તેમાં 11 ગ્રામ પ્રોટી હોય છે. તેમાં પણ જો પનીર ગાયના દૂધનું હોય તો વાત જ શું કહેવી.

image source

આમ તો દરેક ઉંમરની વ્યક્તિ માટે પનીર બેસ્ટ છે પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે 30 વર્ષની ઉંમર પછી પનીર ચોક્કસથી ડાયટમાં ઉમેરવું જોઈએ. 30 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ અને પુરુષોએ તેમના દિવસ દરમિયાનના ખોરાકમાં પ્રોટીન વધારવું જરૂરી હોય છે અને આ કામ રોજ એક ટુકડો પનીર ખાવાથી થઈ શકે છે. જો તમે રોજ એક ટુકડો પનીર દિવસ દરમિયાન લેવાની શરુઆત કરશો તો તમને અનેક લાભ થશે. આ ફાયદા કયા કયા છે તે પણ જાણી લો.

image source

1. ઘણીવાર બને છે કે લોકો નાની-નાની વાતો ભુલવા લાગે છે. આવું કામના ભારણના કારણે થતું હોય છે પરંતુ આમ ન થવા દેવું હોય તો પનીરનું સેવન શરુ કરો. પનીરમાં સેલેનિયમ અને પોટેશિયમ હોય છે જે મગજ સજાગ રાખે છે અને યાદશક્તિમાં વધારો થાય છે.

image source

2. પનીરમાં અન્ય જરૂરી તત્વો સાથે પોટેશિયમ હોય છે જે બીપીને કંટ્રોલ કરે છે વળી તેમાં રહેલાં હેલ્ધી ફેટ્, શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. તેના કારણે હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.

image source

3. પનીરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3, ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. એટલે કે વધતી ઉંમરે આર્થ્રાઈટીસ જેવી તકલીફ થવાનું જોખમ ઘટી જાય છે.

4. પનીરમાં કેલ્શિયમ પણ હોય છે રોજ પનીરનું સેવન કરવાથી દાંત અને હાડકાં મજબૂત રહે છે. તેનાથી દાંતમાં થતી કેવિટી પણ અટકે છે.

5. પનીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે વારંવાર કંઈ ખાવાની ઈચ્છા થતી નથી જેના કારણે વજન પણ કંટ્રોલમાં રહે છે.

image source

6. મહિલાઓનો મેનોપોઝનો સમય ખૂબ પીડાદાયક હોય છે. આ સમસ્યામાં પણ પનીર રાહત આપે છે. રોજ થોડું પનીર લેવાથી શરીરમાં જરૂરી તત્વોની ઊણપ રહેતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત