30 વર્ષ બાદ કસરત ઉપરાંત આ 7 વસ્તુઓ તમારા શરીરમાં એનર્જી જાળવવામાં કરશે મદદ

ત્રીસ વર્ષની ઉંમરે કસરત ઉપરાંત પોષક આહાર લેવાનું પણ મહત્વનું છે. જેથી શરીરને આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો મળી શકે. આજે અમે તમને આવા 7 જેટલા ફૂડ વિશે જણાવી રહ્યાં છીએ જેને તમે તમારી રૂટિન લાઈફમાં ઉપયોગ કરશો તો તમારૂ શરીર સ્વસ્થ રહેશે.

image source

1. પાલક : પાલક સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાય છે. પાલકમાં કેલ્શિયમ સોડિયમ કલોરીન ફોસ્ફરસ આયરન ખનિજ તત્વ પ્રોટીન તેમજ અન્ય વિટામીન મોજુદ હોય છે જે શરીર માટે સ્વાસ્થવર્ધક ગણાય છે.

image source

પાલકમાં આયર્નની માત્રા વધારે રહેલી છે અને પાલકમાં રહેલું આયર્ન શરીરમાં સરળતાથી ગ્રાહ્ય થાય છે. છે તેથી પાલક ખાવાથી હીમોગ્લોબીન વધે છે. પાલકમાંથી મળતા એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સથી આરોગ્યને બચાવે છે .અને આંખમાં થતા ગ્લુકોમાં મોતીઓ જેવી સમસ્યાથી પણ આંખોની રક્ષા કરે છે.

2. હોલ ગ્રેન્સ : તેનાથી બ્લડ શૂગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીજ અને બ્લડ પ્રેશરની શંભાવના ઓછી થઈ જાય છે.

image source

3. દૂધ: ગાયનું દૂધ શરીર માટે ઉત્તમ કહેવામાં આવે છે અને ગાયનું દૂધ પીવાથી શરીર હંમેશા તંદુરસ્ત રહે છે. ગાયનું દૂધ નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ એક પોષ્ટિક આહાર છે. માનવામાં આવે છે કે દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે જે ખાસ કરીને હાડકાં અને દાંતને માટે જરૂરી હોય છે. હેલ્ધી રહેવા માટે ડોક્ટર્સ પણ રોજ 1 ગ્લાસ અચૂક દૂધ પીવાની સલાહ આપી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે ગાય કે ભેંસ કોનું દૂધ પીવાથી હેલ્થને લાભ થશે. ગાય અને ભેંસ બંનેના દૂધના અલગ અલગ ફાયદા અને નુકસાન છે. ગાયના દૂધમાં ભેંસના દૂધની સરખામણીએ ફેટ ઓછી હોય છે. ભેંસનું દૂધ જાડું હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હોય છે તો ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ 7-8 ટકાનું હોય છે. ભેંસનું દૂધ જાડું હોય છે અને પચવામાં વધારે સમય લાગે છે. જો તમારે ઈનટેક ફેટ ઓછી રાખવી હોય તો ગાયનું દૂઘ ઉપયોગમાં લેવું.

image source

4. ટમેટા: ટામેટાંમાં પોષક તત્ત્વો પુષ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે. ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે.

તેના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે. ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે. ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તમે આ જીવન યુવાન રહો છો, તેમજ મેદ ઘટે છે. તે એસીડીટી, ગેસ, મેદસ્વીતા, લોહીની સમસ્યા, કબજીયાત, હરસ અને પાંડુરોગ જેવા રોગ દુર કરે. ટામેટાંમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બેગણી અને ઈંડાની તુલનાએ પાંચગણી હોય છે.

image source

5. ઓટ્સ: કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટ્સમાં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં ઉપસ્થિત વધારાની ચરબીને પણ ઘટાડે છે. ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત અપાવે છે. રોજ નાસ્તામાં ઓટ્સ ખાવાથી ડાયાબિટીસની સમસ્યામાં લાભ થાય છે, કેમકે તે ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખવામા સહાયક છે.તમારી ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઓટ્સ તમારી મદદ કરે છે. તેનાથી બનેલું ફેસ પેક ચહેરા પર લગાવવાથી ત્વચા કોમલ અને સ્વસ્થ બને છે. ઓટ્સમા પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર પણ કરે છે, તે વજન ઘટાડવામાં પણ લાભદાયક છે.

image source

6. દહી: સેવન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહે છે. સુપર ફૂડ કહેવાતા દહીંનું સેવન જો તમે લંચમાં કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક રહે છે. દૂધના મુકાબલે દહીં જલદી પચી જાય છે. જેથી લોકોને પેટની પરેશાનીઓ, જેમ કે અપચો, કબજિયાત, ગેસ વગેરે બિમારીઓથી છુટકારો મળે છે. તેમાં પાચનને સારું કરનાર સારા બેક્ટેરિયા મળી આવે છે. સાથે જ તેમાં ક્વોલિટી પ્રોટીન પણ મળી આવે છે. દહીંનું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. અને પાચન માટે સૌથી મહત્વપૂર્ણ છે. પાચન ક્રિયા બરાબર ન હોવાથી તમે બિમારીઓનો શિકાર થઇ જાવ છો. એટલા માટે આ લોહીની ઉણપ અને નબળાઇ દૂર કરે છે. તેનું સેવન પેટમાં થનાર ઇન્ફેક્શનથી પણ બચાવે છે. સાથે જ જે લોકોને ઓછી ભૂખ લાગે છે તે લોકો માટે ફાયદાકારક છે.

image source

7. બદામ : આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. બદામમાં વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે બદામને રાતે પલાળીને ખાવી જોઈએ. બદામને પલાળીને ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. પાચનમાં મદદ મળે છે, હાર્ટ સારું રહે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત