માત્ર 30 મિનિટમાં આ રીતે કાગળનો કલર તમને બતાવી દેશે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ, જાણો પ્રોસેસ વિશે તમે પણ

વિશ્વભરમાં કોરોના વાયરસના અને તેને નિવારવા સંશોધન ચાલી રહ્યું છે. જેમા વિવિધ કિટ વિશે પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેનાથી ઓછા સમયમાં જાણી શકાય કે વ્યક્તિ સંક્રમિત છે કે નહીં. આ મામલે ભારતને એક મોટી સફળતા મળી છે. દેશના યુવા વૈજ્ઞાનિકોની કોરોના વાયરસ અંગેની શોધને આખરે ભારત સરકારની મંજૂરી મળી છે. હવે આ નવી ટેકનીક દ્વારા કાગળનો રંગ જણાવી બતાલી દે છે કે વ્યક્તિને કોરોના ચેપ છે કે નહીં.

ભારતના યુવા વૈજ્ઞાનિકોની શોધને કેન્દ્રએ આપી મંજૂરી

image source

હવે ડ્રગ કંટ્રોલ્સ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) તરફથી શનિવારે આ નવી ટેકનિકથી બનાવેલ પરીક્ષણ કીટને ભારતીય બજારમાં લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. આ અધ્યયનમાં ટાટા કંપનીએ કરાર કર્યો છે. હકિકતમાં આ ફેલુદા ટેસ્ટ કીટ મેના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ ટેકનીકલ ખામીને કારણે હવે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સીએસઆઈઆરની નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (આઈજીઆઈબી) ના વૈજ્ઞાનિકોએ ફેલુદા નામની એક પરીક્ષણ કીટ વિકસાવી છે જેનો ઉપયોગ ગર્ભાવસ્થાની તપાસમાં વપરાતી કીટની જેમ ઉપયોગ કરવામાં આવે છે.

500 રૂપિયાથી ઓછી કિંમત

આ કિટમાં પરિણામ શોધવા માટે 30 મિનિટનો સમય લાગી શકે છે. ટાટા કંપની સાથે આ કીટ 500 રૂપિયાથી પણ ઓછામાં મળી શકે છે. રિલાયન્સ કંપનીના સહયોગથી આવો જ અભ્યાસ ચાલી રહ્યો છે જેમાં જમ્મુના વૈજ્ઞાનિકો આરટી લેમ્પ પર કામ કરી રહ્યા છે.

image source

કેવી રીતે થાય છે ટેસ્ટ

ફેલૂદા ટેસ્ટ પેપર બેઝ્ડ હોય છે. જેમાં એક સોલ્યુશન લાગેલુ હોય છે. કોરોના વાયરસના આરએનએ કાઢીને ત્યારબાદ તેના પર સ્ટ્રિપ રાખવામાં આવતા એક ખાસ પ્રકારનો બેન્ડ જોવા મળે છે. જેનાથી કોરોના પોઝિટિવ કે નિગેટિવ હોવાની જાણ થાય છે. ફેલૂદા ટેસ્ટ કિટ CRISPR જિન એડિટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. CRISPR ખાસ પ્રકારના જેનેટિક કીક્વેન્સને ઓળખી લે છે અને તેમને ખુબ જ ઓછામાં વિભાજિત કરે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ઝિકા વાયરસના ટેસ્ટિંગ માટે પણ થઈ ચૂક્યો છે. આ પેપર સ્ટ્રિપ કિટને ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના બે વૈજ્ઞાનિકોએ બનાવી છે. સ્ટ્રિપ પર જોવા મળનારો પહેલો બેન્ડ કન્ટ્રોલ બેન્ડ છે. આ બેન્ડના રંગ બદલાવવાથી જાણવા મળશે કે સ્ટ્રિપનો ઉપયોગ યોગ્ય ઢબે કરાયો છે કે નહીં. બીજો બેન્ડ ટેસ્ટ બેન્ડ છે. આ બેન્ડનો રંગ બદલાય તો તેનો અર્થ એ હશે કે દર્દી કોરોના પોઝિટિવ છે. કોઈ બેન્ડ જોવા ન મળે તો દર્દી કોરોના નેગેટિવ ગણવામાં આવશે.

image source

FELUDA નામ જ કેમ

આ ટેસ્ટ ન તો કોઈ રેપિડ ટેસ્ટ છે કે ન તો RT-PCR ટેસ્ટ. આ એક પ્રકારનો RNA બેઝ્ડ ટેસ્ટ છે. આ ટેસ્ટમાં ડિટેક્શનની જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે તે છે- FNCAS9 EDITOR LINKED UNIFORM DETECTION ASSAY. અત્યાર સુધી કોરોના ટેસ્ટ માટે ક્યુ-પીસીઆર મશીનનો ઉપયોગ થતો હતો. જે મોંઘી હોવાની સાથે સાથે રિપોર્ટ આપવામાં પણ સમય લે છે. આવામાં ચિકિત્સકોનું માનવું છે કે જો કોરોના સંક્રમણની ઓળખ જલદી થઈ જાય તો તેના પર કાબુ મેળવી શકાય છે. આથી વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ ફેલૂદા ટેક્નોલોજીને આગળ લાવ્યા છે. સીએસઆઈઆરએ ‘ફેલૂદા’ના ઉત્પાદન અને વિકાસ માટે ટાટા સન્સ સાથે એમઓયુ પણ સાઈન કર્યા છે.

image source

આરટી- પીસીઆર કરતા પાંચ ગણી સસ્તી

સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ ડો.શેખર સી માંડે જણાવ્યું હતું કે આ ટેકનીક આરટી પીસીઆર કરતા ત્રણથી પાંચ ગણી સસ્તી છે. યુવા વૈજ્ઞાનિકોની આ શોધથી આગામી દિવસોમાં દેશમાં કોરોના તપાસને વેગ મળશે જ, પરંતુ ઓછા ભાવે પરીક્ષણના સારા પરિણામો પણ મળી શકે છે. તેમણે આ સંશોધન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા અને તેને એક મોટી સફળતા ગણાવી.

image source

જો દર્દી સંક્રમિત હશે તો લાઇન દેખાશે

તો ટીમના મુખ્ય વૈજ્ઞાનિક દેવોજીત ચક્રવર્તીએ કહ્યું કે ક્રિસ્પર તકનીકનો ઉપયોગ કરીને ડીએનએ ક્ષમતા પર કામ કરવામાં આવ્યું છે. તે બાયોલોજી ભાગ અને રાસાયણિક રીતે તૈયાર કરેલા કાગળનો ઉપયોગ કરીને, એક પેપર સ્ટ્રીપ કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું નામ ફેલુદા છે. તપાસ દરમિયાન કાગળ પર એક લાઇન દેખાય છે. જો દર્દી સંક્રમિત હશે , તો લાઇન દેખાશે જો નેગેટિવ હશે તો નહી દેખાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત