ફ્લાઈટ ટેક ઓફ થયાના 30 મિનિટમાં જ અંદર આ વસ્તુ જોવા મળતા બધાના હોંશ ઉડ્યાં

દિલ્હીથી અમેરિકા જતા એર ઇન્ડિયાના વિમાનમાં જ્યારે ચામાચિડિયુ જોવા મળ્યુ ત્યારે તેમને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. શુક્રવારે 2.20 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ -105 દિલ્હીથી નવાર્ક (ન્યૂ જર્સી) માટે ઉડાન ભરી હતી. ટેક-ઓફના લગભગ 30 મિનિટ પછી, મુસાફર વિસ્તારમાં ચામાચિડિયુ દેખાયુ. આ પછી વિમાનને દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું, જ્યાં સવારે 3.55 વાગ્યે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી વનવિભાગના સ્ટાફે મૃત ચામાચિડિને તેમાંથી બહાર કાઢ્યુ હતું.

એર ઇન્ડિયાના બોઇંગ 777-ER વિમાનનો ઉપયોગ દિલ્હીથી નેવાર્ક વચ્ચેની ફ્લાઇટ સર્વિસ માટે થાય છે. એર ઇન્ડિયાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ‘દિલ્હી એરપોર્ટ પર ‘DEL-EWR AI-105 ફ્લાઇટ માટે લોકલ સ્ટેન્ડબાય ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાનના ઉતરાણ વખતે ક્રૂએ કેબીનમાં ચામાચિડાયા વિશે માહિતી આપી.

image source

વાઈલ્ડ લાઈફ નિષ્ણાંતે ચામાચિડીયાને બહાર કાઢ્યુ

શુક્રવારે ફ્લાઇટના આશરે અડધા કલાક પછી, પાયલોટે વિમાનમાં ચામાચિડાયા વિશે એર ટ્રાફિક કંટ્રોલને માહિતી આપી હતી. ત્યારબાદ ઇમરજન્સી જાહેર કરીને વિમાનને પાછું લાવવાનું નક્કી કરાયું હતું. એરપોર્ટ પર ઉતર્યા બાદ એરપોર્ટના કર્મચારીઓએ વિમાનની તલાશી લીધી ત્યારે ચામાચિડિયું ક્યાંય ન મળ્યું. આ પછી વન્યપ્રાણીયોના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. તેઓએ વિમાનને ફ્યૂમિગેટ કર્યું, ત્યારબાદ ચામાચિડીયુ મળ્યું. જો કે, ત્યાં સુધીમાં તે મરી ગયુ હતુ.

DGCAએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા

આ ઘટના અંગેની માહિતી મળ્યા બાદ નાગરિક ઉડ્ડયનના ડાયરેક્ટર જનરલ (ડીજીસીએ) એ તપાસના આદેશ આપ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘એર ઇન્ડિયાના B777-300ER વિમાનનો ઉપયોગ દિલ્હી-નેવાર્ક વચ્ચેની સેવા માટે થાય છે. તેનો નોંધણી નંબર VT-ALM છે. આ કિસ્સામાં ગ્રાઉન્ડ સર્વિસ કર્મચારીઓની બેદરકારી પણ પ્રકાશમાં આવી છે, કારણ કે દરેક ફ્લાઇટ પહેલા વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. તે ફ્લાઇટ માટે ક્લિરંન્સ ત્યારે જ મળે છે જ્યારે બધું જ બરાબર હોય.

B-777 ERમાં 344 મુસાફરોને લઈ જઈ શકે છે

image source

દિલ્હીથી ન્યુ જર્સી જતા એર ઇન્ડિયાના વિમાનમાં સવાર મુસાફરોની કુલ સંખ્યા તો જાહેર નથી કરાઈ, પરંતુ સેવા માટે વપરાયેલB-777 ER વિમાન 344 મુસાફરોને લઇ શકે છે. આવી સ્થિતિમાં ઉડતા વિમાનમાં ચામાચિડિયાની હાજરી મુસાફરો સહિત ક્રૂના જીવનને જોખમમાં મૂકી શકે છે.

ઇજનેરી સેવાએ કહ્યું – કેટરિંગ વાહનથી આવવાની સંભાવના છે

વિમાનમાં બેટ મળી હોવાના બનાવ અંગે એર ઇન્ડિયાની એન્જિનિયરિંગ સર્વિસે પ્રારંભિક અહેવાલમાં જણાવ્યું હતું કે કેટરિંગ વાહનો આ માટે જવાબદાર હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મુસાફરોને ભોજન પીરસે છે. આ ખોરાક બેસ રસોડામાંથી આવે છે અને વિમાનમાં લોડ થાય છે. ભૂતકાળમાં પણ, ઉંદરો અને અન્ય નાના પ્રાણીઓ આ પ્રકારનાં વાહનમાંથી મળી આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!