35 વર્ષ પહેલાં ભાગી છૂટેલા પ્રેમીપંખીડાને પકડવા માટે પોલીસે ધર્યું અભિયાન, આ રીતે સુરતમાંથી થયો ભાંડાફોડ

હાલમાં વેલેન્ટાઈનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લોકોને દિવસે ને દિવસે પ્રેમના ફણગા ફૂટી રહ્યા છે અને અવાકર નવાર જોવા મળતા કિસ્સામાં થોડો વધારો થઈ રહ્યાં છે. ત્યારે હાલમાં નડિયાદનો એક કિસ્સો ભારે ચર્ચાઈ રહ્યો છે અને જેમાં પોલીસે પણ પોતાની સુઝબુઝથી કામ પાર પાડ્યું છે. તો આવો જાણીએ કે શું છે આ સમગ્ર ઘટના.

image source

તો વાત કંઈક એમ છે કે નડિયાદના ચકલાસી વિસ્તારના પ્રણામીનગરમાં ઘરેથી રોકડ રૂપિયાની ચોરી કરી એક પ્રેમીપંખીડાની જોડી ભાગી ગઈ હતી. જો કે આ ઘટના આજથી 35 વર્ષ પહેલાં બની હતી અને હવે આ ઘટનામાં આજે પ્રેમીપંખીડાઓને સુરત ખાતેથી ઝડપી લેવામાં આવ્યાં છે અને હવે તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો ચકલાસી વિસ્તારની પોલીસે આ મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરીવા આદેશ આપ્યા છે.

image source

આ ઘટના ગુજરાતના નડિયાદ જિલ્લાની છે. બે પ્રેમીઓની આ ભાગી જવાની ઘટનાની વાતો બધી તરફ ફેલાય રહી છે. આ અનોખો કેસ 35 વર્ષ બાદ ઉકેલાયો છે. સંપૂર્ણ પણે ઉકેલી લેવામાં આવ્યો છે.

35 વર્ષ પહેલા સમાજના ડરથી એક પ્રેમી યુગલ ઘર છોડીને ભાગી ગયું હતું. ઘરમાંથી રોકડ રકમની ચોરી કરીને ભાગી ગયેલા પ્રેમી પંખીડા આજે સુરતથી ઝડપાયા છે. મળેલી વિગતો અને તપાસમાં એવું બહાર આવ્યું છે કે એના લગ્ન જીવનમાં બે દીકરીઓ પણ છે.

image source

હાલમાં આ કપલ વિશે વાત કરીએ તો તે બન્ને લગ્ન કરીને રહી રહ્યાં છે. જિલ્લા પોલીસ વડાએ આ રીતે ભાગી ગયેલાં આરોપીઓને શોધી કાઢવા એક અલગ ખાસ અભિયાન હાથ ધર્યું છે. જેનાં દ્વારા તે સમયનાં ચકલાસી પોલીસે 35 વર્ષ પહેલાંનો વણઉકેલ્યો કેસમાં વધુ માહિતી એકઠી કરી છે.

નડિયાદના ચકલાસી તાબેના પ્રણામીનગર ખાતે વર્ષ 1985માં સગીરાને ભગાડી જવાનો બનાવ બન્યો હતો અને આ સંદર્ભે ચકલાસી પોલીસ મથકે ઈપીકો કાયદાકીય કાર્યવાહી કરી જેનાં હેઠળ કલમ 363, 366, 380, 114 મુજબનો ગુનો પણ નોંધાયો હતો.

image source

આ સાથે જ ઘટનામાં સગીરા જે પોતાના ઘરેથી રોકડ રૂપિયાની ચોરી કરી ભાગી ગઈ હોવાનો ઉલલેખ મળે છે. આ તમામ માહિતી તે સમયે નોધાયલ કેસના રિપોર્ટમાં જોવા મળેલ છે. સ્થાનિક પોલીસને માહિતી મળી હતી કે નડિયાદથી આ ભાગેલા પ્રેમીપંખીડાઓ સુરતના રાંદેર મૂકામે છુપાઈને રહી રહ્યાં છે. મળેલ માહિતીને ચકાસી પોલીસ આ જગ્યા પર છાપો મારી અહીંથી બનેને પકડી લીધા છે.

પોલીસ આજે ત્યાં પહોંચી બન્નેની ધરપકડ પણ કરી હતી. ત્યારે હવે 35 વર્ષ પૂર્વે બનેલી આ ઘટનામાં પ્રેમીપંખીડાઓને એકમેક સાથે પ્રેમસંબંધ બંધાતા સમાજ એક નહીં થવા દે તેવા ડર સાથે આ પ્રેમીપંખીડાઓ ભાગી ગયા હતા. પરંતુ ચોરીના ગુનાં અને સગીરાને એટલે કે પુખ્ત લગ્ન વય પહેલા ભગાડી જવાનાં તમામ બાબતોને ધ્યાનમાં લઈને ચકલાસી પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!