ગાંધીનું ગુજરાત હિંસાથી તરબોળ! ધોળા દિવસે યુવકને લોખંડના પાઈપથી 36 ઘા મારી પતાવી દીધો, લોકો જોતા રહ્યાં

ક્રાઈમની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ગાંધીના ગુજરાતમાં હવે અહિંસા કરતા હિંસા વધારે જોવા મળી રહી છે અને લોકોને ધોળા દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ પહેલાં પણ આપણે ઘણી ઘટનાઓને અંજામ આપતા માફિયાઓને જોયા છે ત્યારે હવે વધારે એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત શહેરમાં છેલ્લા અઢી મહિનામાં સાત હત્યાના બનાવો બન્યા છે. તો આવો વિગતે વાત કરીએ આ મામલાની. બન્યું એવું કે સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં રામકુમાર નામના યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. લોખંડના પાઈપથી એક યુવક રામકુમાર પર તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.

image source

હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો અને એમાં જોઈ શકાય છે કે, યુવકને લોખંડની પાઈપના 36 ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે આ બધું થઈ રહ્યું છે અને લોકો આંખો ફાડી ફાડીને જોતા રહે છે. જો કે હાલમાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. જો મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લુમ્સ અને એમ્બ્રોઈડરીના કારખાનામાંથી રામકુમાર નામનો યુવક કામ કરતો હતો. આજે અન્ય એક કામદાર સાથે કામ કરી રહ્યો હતો. દરમિયાન હુમલાખોર લોખંડના પાઈપ સાથે ઘસી આવ્યો હતો. જેથી જીવ બચાવવા રામકુમાર ભાગ્યો હતો.

image source

ત્યારબાદ પાણીમાં પગ સ્લીપ થતા રસ્તાની સાઈડમાં પડતા હુમલાખોર યુવક રામકુમાર પર લોખંડના પાઈપથી હુમલો કરે છે. રામકુમાર જમીન પર પટકાયા બાદ આરોપી લોખંડની પાઈપના ઘા મારવાનું શરૂ કરે છે.

image source

પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે જેમ જેમ રામકુમાર હલન ચલન કરે છે તેમ તેમ યુવક પાઈપના ઘા મારે છે આ બધું જ સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપી યુવક ધર્મેન્દ્રને પોલીસે ઝડપી પાડ્યો છે. પણ આ બધાની વચ્ચે હજુ હત્યાનું કારણ અકબંધ છે.

image source

પરંતુ યુવકની હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેથી તપાસમાં સરળતા રહી શકે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જેમાં આરોપી યુવક પર લોખંડના પાઈપ લઈને તૂટી પડે છે. પણ જોવા જેવી વાત એ છે કે, આસપાસ ઘણા લોકો હોય છે. જો કે, આરોપી યુવકને પાઈપના ઘા મારતો રહે છે છતાં કોઈ બચાવવા પણ વચ્ચે પડતું નથી.

image source

જો બીજી દુખની વાત કરીએ તો સુરત શહેરમાં લગાતાર બનતી હત્યાઓની ઘટનાઓ હવે એક ચિંતાનો વિષય બની ગયો છે અને તંત્રએ ખરેખર આ વિશે કંઈક કડક બંદોબસ્ત કરવાની જરૂર છે. મધ્યમવર્ગીય, પરપ્રાંતીય અને શ્રમિકોના વિસ્તારોમાં તો હદ જ થઈ ગઇ છે. ત્યારે આજની ઘટના વિશે ભાવના પટેલ (ડીસીપી ઝોન 2)એ જણાવ્યું હતું કે, ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં પહેલા માળે ખાતા નંબર 460માં બે કામદાર કામ કરી રહ્યા હતા. જેમાંથી એક કામદાર રામકુમારની હત્યા કરવામાં આવી છે. આરોપીને હાલ અમે પકડી લીધો છે. આ આરોપી પીસીઆરની સતર્કતાના કારણે પકડાયો છે. આરોપીનું નામ ધર્મેન્દ્ર છે. વધુ તપાસ અને આરોપીની પૂછપરછ ચાલુ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આમાં કેટલા લોકોને સજા આપવામાં આવે છે અને શું કારણ નીકળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત