આ શહેરમાં ફરી ધ્રૂજી ધરા, ફરી અનુભવાયા ભુકંપના આંચકા, 4.6થી 3.6 વચ્ચે રહી તીવ્રતા

કચ્છમાં ફરી ધ્રૂજી ધરા – ફરી અનુભવાયા ભુકંપના આંચકા, 4.6થી 3.6 વચ્ચે રહી તીવ્રતા

image source

ગઈ કાલે રાત્રે એટલે કે 14મી જૂન 2020ની રાત્રે લગભગ આખાએ ગુજરાતમાં ધરતી કંપ આવી ગયો. આ ધરતીકંપની તિવ્રતા 5.8ની રહી હતી. અને ઘણા બધા લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો હતો. અને આ સાથે ઘણા બધા લોકોની 2001ના જીવલેણ ભુકંપની યાદો તાજી કરી દીધી હતી. જો કે રાહતની વાત એ હતી કે આ એક સામાન્ય ભુકંપ રહ્યો હતો અને કેટલાક લોકોને તો તેનો અનુભવ પણ નહોતો થયો.

પણ આજના દિવસમાં ફરી એકવાર ગુજરાતની ધરતી ત્રણ વાર ધ્રુજી ચુકી છે. આ ભુકંપ કચ્છના ભચાઉ ખાતે આવ્યો હતો જે ગઈ કાલના 5.8ની તિવ્રતા ધરાવતા ભુકંપનું પણ એપિસેન્ટર રહ્યું છે. આજે બપોરે 12.30 થી 1 વાગ્યા સુધીમાં સતત ત્રણવાર ભુકંપના આઁચકા અનુભાવાયા હતા. અને તેમાં પણ માત્ર પાંચ-પાંચ મિનિટના અંતરે 4.6 રિક્ટરસ્કેલ ધરાવતા આંચકા અનુભવાયા હતા.

image source

ત્યાર બાદ 12.57 કલાકે બીજો આંચકો 4.6 રિક્ટર સ્કેલનો હતો જ્યારે ત્રીજો આંચકો જે 1.01 કલાકે આવ્યો હતો તે 3.6 રિક્ટર સ્કેલનો હતો. આ દરેકે દરેક ભુકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉની આસપાસ જ આવેલું છે. ભુજ વિસ્તાર એપિસેન્ટેરની નજીક હોવાથી અહીંના લોકોને તેનો અનુભવ થયો હતો અને ઘરના લોકો દોડીને બહાર આવી ગયા હતા. જો કે આ આંચકો દૂરના વિસ્તારોમાં નહોતો અનુભવાયો.

image source

કોઈ નુકસાન કે ઇજાના કોઈ જ બનાવ નોંધાયા નથી. તેમ છતાં ભચાઉ નજીકના ગ્રામિણ વિસ્તારોમાં મકાનોમાં તિરાડ પડી હોવાની ફરિયાદ સાંભળવામાં આવી છે. માત્ર અરધા કલાકની અંદર જ ત્રણ આંચકા આવવા તે લોકોમાં ચિંતા ઉપજાવી રહ્યું છે. પ્રથમ આંચકો 12.33 કલાકે આવ્યો હતો જેની તીવ્રતા સાવજ હળવી એટલે કે 2.4ની હતી જેનું કેન્દ્રબિંદુ પશ્ચિમઉત્તરપશ્ચિમનું હતું. બીજો આંચકો 12.57 કલાકે આવ્યો હતો જેની તિવ્રતા વધારે હતી. 4.6ના રિક્ટર સ્કેલની તેની તીવ્રતા હતા. આ ભુકંપનું એપિસેન્ટર ભચાઉથી 15 કિમી દૂર ઉત્તરઉત્તરપૂર્વમાં આવેલું હતું. જ્યારે ત્રીજો આંચકો 1.01 કલાકે આવ્યો હતો જેની તીવ્રતા 3.6 રિક્ટર સ્કેલની હતી જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર ઉત્તરઉત્તર પશ્ચિમમાં આવેલું હતું.

image source

તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરામાં ગઈ કાલે રાત્રે 5.8 રિક્ટર સ્કેલનો જે આંચકો આવ્યો તે 2001 બાદનો સૌથી વધારે તીવ્રતા ધરાવતો આંચકો રહ્યો છે. આ અગાઉ દિલ્લી તેમજ એનસીઆરમાં પણ ઘણા સમયથી ઓછી તિવ્રતા ધરાવતા આંચકા અનુભવાઈ રહ્યા છે.

image source

એક તરફ કોરોના વાયરસની મહામારી, બીજી તરફ વાવાઝોડાની સ્થિતિ અને ત્રીજી તરફ ભુકંપ. આ બધી જ આપત્તીઓથી લોકો ભયભીત થઈ ઉઠ્યા છે અને 2020ના વર્ષને સૌથી ભયંકર વર્ષમાં ખપાવી રહ્યા છે. ધરતીકંપ બાબતે તમને એક જાણકારી અહીં આપી દઈએ. ધ નેશન અર્થક્વેક ઇન્ફોર્મેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે દર વર્ષે સરેરાશ 20,000 ધરતીકંપ આવતા હોય છે. અને આશરે 50 ધરતીકંપ દિવસ દરમિયાન આવતા હોય છે. આ ઉપરાંત કહેવાય છે કે વર્ષ દરમિયાન એવા લાખો ધરતીકંપ આવે છે કે જેની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેનો રેકોર્ડ પણ રાખવામાં નથી આવતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત