4 વર્ષની કેન્સરગ્રસ્ત દીકરીને કોરોનાથી બચાવવા પિતાએ 50 દિવસ કર્યું આ કામ

સોશિયલ મીડિયા પર એક બાળકી અને તેના પિતાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાળકીની ઉંમર 4 વર્ષ છે અને તે કન્સરથી પીડિત છે.

image source

મીલા તેના પિતાથી 50 દિવસથી દૂર હતી. તેની કિમોથેરાપી ચાલતી હતી અને જ્યારે કીમો થેરાપી પૂર્ણ થઈ તો તે તેના પિતાને મળી શકી હતી. તેણે સૌથી પહેલા પોતાના પિતાને હગ કરી હતી. તેણે પોતાના પિતાને એવી રીતે હગ કર્યું કે જેમાં સ્પષ્ટ થયું કે તે કેટલાય દિવસોથી તેના પિતાને મિસ કરતી હતી.

રેક્સ ચૈપમને ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. 26 સેકન્ડના આ વીડિયોને ગણતરીની જ કલાકોમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા હતા.

એક રીપોર્ટ અનુસાર મીલાના પિતા સ્કોટ 50 દિવસ સુધી બાળકીને એટલા માટે ન મળ્યા કે તે તેની કેન્સરની સારવાર લેતી બાળકીને કોરોના વાયરસના સંક્રમણથી દૂર રાખવા ઈચ્છતો હતો. તેમણે દીકરીને ઘરમાં પણ અલગ રુમમાં રાખી છે. તે રોજ તેની દીકરીને કાચના દરવાજામાંથી જોતો અને દીકરી સાથે મસ્તી કરી સમય પસાર કરતો. પરંતુ પિતા અને દીકરી એકબીજાને 50 દિવસ સુધી સ્પર્શી પણ શક્યા નહીં.

image source

50 દિવસ પછી મીલાને તેના પિતાએ સરપ્રાઈઝ આપી. અચાનક જ સ્કોટ તેની દીકરીને મળવા રુમમાં ગયો તો દીકરી થોડીવાર પોતાના પિતાને જોતી રહી અને ત્યારબાદ દોડીને તેને ગળે લાગી ગઈ.

image source

કિમોથેરાપીના કારણે મીલાના વાળ ખરી ગયા છે. તેની ઈમ્યૂન સિસ્ટમ પર પણ અસર થઈ છે. તેવામાં કોરોના વાયરસનું સંક્રમણ પણ વધી રહ્યું છે તેથી મીલાના માતાપિતા તેની ખાસ કાળજી લઈ રહ્યા છે. થેરાપીના કારણે મીલાની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. તેથી ઘરના સભ્યો પણ મીલાથી શક્ય હોય ત્યાં સુધી દૂર જ રહે છે. જો કે હવે તેના પિતા સ્કોટ ઘરમાં જ રહે છે અને બહાર જતા નથી તેથી તે દીકરીને મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત