Site icon News Gujarat

IRCTC તમારા માટે ખાસ લાવ્યુ સસ્તુ પેકેજ, જાણો માત્ર 4000માં તાજમહેલથી લઇને તમે કેટલું બધુ ફરી લેશો

આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક એવો દેશ છે જ્યાં અઢળક કહી શકાય તેટલી સંખ્યામાં પ્રાચીન ઇમારતો અને યાદગાર સ્મારકો આવેલા છે અને આ સ્મારકો તથા ઇમારતોમાં ટોચનું સ્થાન આગ્રાનો વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ ધરાવે છે. આ ઇમારતને રૂબરૂ નિહાળવા માટે ફક્ત ભારતના વિવિધ રાજ્યોમાંથી જ નહીં પણ વિશ્વના ખૂણે ખૂણેથી પર્યટકો ભારત આવે છે.

image source

જો તમે હજુ પણ તાજમહેલ રૂબરૂ ન જોયો હોય તો IRCTC એ તેના જે આગ્રા ટુરિઝમ પેકેજને જાહેર કર્યું છે તેનો અવશ્ય લાભ ઉઠાવવો જોઈએ. આ પેકેજમાં યાત્રિકોને ફક્ત તાજમહેલ જ નહીં પણ તેની સાથે સાથે મુગલ લગેસી અને એ કેટેગરીના જ અનેક સ્મારકોની મુલાકાત લેવાનો મોકો મળશે. જેમ કે ફતેહપુર સિકરી અને આગ્રાનો લાલ કિલ્લો.

image source

વિશ્વની અજાયબીઓ પૈકી એક એવો તાજમહેલ સંગેમરમરથી બનેલો એક મકબરો છે જેને મુગલ શાસક શાહજહાંએ પોતાની પત્નીની યાદગીરી રૂપે 1631 થી 1648 દરમિયાન આગ્રા શહેરમાં બનાવ્યો હતો. તાજમહેલ મુગલ વાસ્તુકલાનો એક સુંદર ઉદાહરણ છે જે ભારતના સમૃદ્ધ ઇતિહાસનું પ્રતીક મનાય છે અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવે છે.

આગ્રા શહેર ફક્ત ત્યાંના કિલ્લાઓ અને મકબરાઓ માટે જ પ્રસિદ્ધ નથી પરંતુ એક સમયે આ શહેર દુશમનોના હુમલાથી પણ બચી જવા પામ્યું હતું. આગ્રામાં અનેક ધાર્મિક સ્થાનો પણ આવેલા છે.

image source

આગ્રાના કિલ્લાને ” લાલ કિલ્લો ” પણ કહેવામાં આવે છે જે ભારતના આગ્રા શહેરમાં જ સ્થિત છે. વર્ષ 1983 માં યુનેસ્કો દ્વારા આ કિલ્લાને વર્લ્ડ હેરીટેઝ સાઇટ પણ જાહેર કરવામાં આવી હતી. આગ્રાનો આ કિલ્લો તાજમહેલથી 2.5 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં આવેલો છે. વર્ષ 1638 સુધી મુગલ રાજવંશના મુખ્ય શાસકોનું નિવાસ સ્થાન પણ આ કિલ્લો હતું.

ફતેહપુર સિકરી, ખાસ કરીને લાલ બાલુ પથ્થરનું એક શહેર છે જે આગ્રા શહેરથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે. કહેવાય છે કે આ શહેર એ સમયના સંત શેખ સલીમ ચિશતીના સન્માન અર્થે વસાવવામાં આવ્યું હતું.

image source

પેકેજ ડિટેલ

image source

પેકેજ ટેરીફ – કલાસ – કમ્ફર્ટ

image source

કેંસીલેશન પૉલિસી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version