40 રિટેક પછી ‘કિતને આદમી થે’નો શોટ થયો હતો ઓકે, જાણો ‘બાદશાહ’થી લઇને બોલિવૂડના આ રસપ્રદ કિસ્સાઓ વિશે
40 રિટેક પછી ઓકે થયો હતો કિતને આદમી થે વાળો શોટ, આવા જ રસપ્રદ છે બોલિવુડના કેટલાક કિસ્સા.
બોલિવુડે 100 વર્ષથી વધુ સમયનો સફર નક્કી કરી લીધો છે. એ દરમિયાન ઇન્ડસ્ટ્રીએ ઘણી ફિલ્મો અને ઘણા મોટા સુપરસ્ટાર આપ્યા. એકથી લઈને એક ચડિયાતી અભિનેત્રીઓ, અભિનેતાઓ અને એમની જિંદગી આ ઇન્ડસ્ટ્રીમાં જ વીતી. તમે ફિલ્મો સાથે જોડાયેલા કેટલાક કિસ્સા પણ સાંભળ્યા હશે પણ ફિલ્મોની કાસ્ટિંગથી લઈને રિલીઝ સુધી ઘણી એવી વાતો છે જેના વિશે તમે નહિ જાણતા હોવ.પડદાની સામેની કહાની તો બધા જોવે છે પણ આજે અમે તમને પડદાની પાછળના કેટલાક મજેદાર કિસ્સા જણાવીશું.

જ્યારે પણ બોલીવુડની વાત થાય છે તો એના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનની ચર્ચા અચૂક થાય છે. અમિતાભે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. એ કારણે એ સુપરસ્ટારની લિસ્ટમાં રાજેશ ખન્ના પછી ગણાવા લાગ્યા. તમને જણાવી દઈએ કે વર્ષ 1990માં અમિતાભ એક જ એવા હીરો હતા જે કરોડ કે એથી વધુ ફી ચાર્જ કરતા હતા.

મુગલે આઝમ એ ફિલ્મ હતી જેને બોલિવુડને નવા મુકામ પર પહોચાડ્યું. એના નિર્દેશક કે. આસિફે પોતાની જિંદગીમાં ફક્ત બે જ ફિલ્મો બનાવી હતી. પહેલી એમને 1945માં ફૂલ નામની ફિલ્મ બનાવી. એના 15વર્ષ પછી 1960માં મુગેલ આઝમનું નિર્માણ કર્યું. જો કે એ ત્રીજી ફિલ્મ બનાવી રહ્યા હતા પણ એમના નિધનના કારણે ફિલ્મ પુરી ન થઈ શકી.

બોલીવુડના ચીંટૂ એટલે કે ઋષિ કપૂરે એકથી લઈને એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 2020માં ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું. એમના વિશે ખાસ વાત એ છે કે એમની સાથે 20 હિરોઇનોએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

બૉલીવુડ બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મો અને એમના ફેન્સની દેશમાં જ નહીં વિદેશોમાં પણ લાઈનો પડે છે. એમને મોહબ્બતે, દિલ તો પાગલ હે, અને રબ ને બના દિ જોડી સહિત ઘણી હિટ ફિલ્મો આપી. આજે બોલિવુડના કિંગ ખાન કહેવાતા શાહરુખ ક્યારેક દિલ્લીના દરિયાગંજમાં રેસ્ટોરેન્ટ ચલાવતા હતા.

શાહરુખ ખાનની ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગે કોઈપણ થિયેટરમાં લાંબા સમય સુધી ચાલેલી અત્યાર સુધીની પહેલી હિન્દી ફિલ્મ છે. 20 ઓક્ટોબર 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મને આદિત્ય ચોપરા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મ એમની ડેબ્યુ ફિલ્મ હતી. એના પાત્રોથી લઈને ગીતો સુધી હિટ થયા હતા. એનું એક ગીત મેરે ખ્વાબોમે જો આયેને 24 વાર લખવામાં આવ્યું હતું. કારણ કે 23 વાર એને રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું. આ ગીતને આનંદ બક્ષીએ લખ્યું હતું.

શોલે ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર પૈસાનો વરસાદ કરી દીધો હતો. એનો એક એક ડાયલોગ ફેમસ થયો હતો. પાક્કા મિત્રોને જય વિરુ કહેવામાં આવતા હતા. આમ તો આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા કિસ્સા છે પણ તમને જણાવી દઈએ કે ફેમસ ડાયલોગ કિતને આદમી થેને 40 રિટેક પછી ઓકે કરવામાં આવ્યો હતો.

બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ રેખાએ તનતોડ મહેનત અને લગનથી ઇન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી છે. દિગગજ અભિનેત્રી રેખા આજે લકઝરી લાઈફ જીવે છે. એમની લાઇફસ્ટાઇલ પણ ઘણી આકર્ષક છે. રેખા જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાય છે તો ઘાટી લાલ કે પછી ચોકલેટી કલરની લિપસ્ટિક લગાવવાનું પસંદ કરે છે.

દક્ષિણની ફિલ્મોથી લઈને હિન્દી સિનેમા સુધી પોતાના અભિનયનો પરચો બતાવી ચુકેલી શ્રીદેવી વર્ષ 1980 અને 1990ના દાયકામાં ઇન્ડસ્ટ્રી પર રાઝ કર્યું. ઘણી બાબતમાં તો ન એમના જેવી કે ન એમના પહેલા એમના જેવી કોઈ અભિનેત્રી થઈ, જેને આટલા લાંબા સમય સુધી સિનેમા જગતમાં આ કારનામો કર્યો હોય. શ્રીદેવી સાથે જોડાયેલો એક કિસ્સો છે કે તમિલ ફિલ્મ મુંડરૂ મૂડીચુમાં એમને રજનીકાંતની માતાનું પાત્ર ભજવ્યું હતું. એ સમયે એમની ઉંમર માત્ર 13 વર્ષની હતી.

અનિલ કપૂરનો પરિવાર મુંબઈ આવ્યા પછી રાજ કપૂરના ગેરેજમાં રહ્યો હતો. થોડા સમય પછી અનિલની ફેમીલી મુંબઈના એક સામાન્ય વિસ્તારમાં એક રૂમ ભાડે લઈને રહવેએ જતી રહી. આજે અનિલ કપૂર સદાબહાર અભિનેતા છે અને એમની દીકરી સોનમ કપૂર સફળ અભિનેત્રી અને ફેશન ડીવા તરીકે જાણીતી છે.

રાકેશ રોશનની ફિલ્મ કહો ના પ્યાર હે મોટી હિટ થઈ હતી. આ ફિલ્મથી ઋત્વિક રોશન અને અમિષા પટેલે ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી સૌથી વધુ એવોર્ડ જીતનારી ફિલ્મ કહો ના પ્યાર હે છે. આ ફિલ્મને 92 એવોર્ડ્સ મળ્યા હતા.

બોલીવુડમાં હવે એ સમય આવ્યો જ્યારે ફિલ્મને એની કમાણીના આધારે હિટ માનવામાં આવે છે. એને 100 કરોડી કહેવામાં આવવા લાગ્યું.એની શરૂઆત મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમીર ખાને કરી હતી.ગજની પહેલી ફિલ્મ હતી જેને 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ભારતમાં ફિલ્મોનો ક્રેઝ અલગ જ છે. ફિલ્મો પ્રત્યે લોકોની દીવાનગી જોવા જેવી છે. તમે એ વાતનો અંદાજો એના પરથી લગાવી શકો છો કે ફિલ્મોની ટીકીટ ખરીદવાની બાબતે ભારતીયો આખી દુનિયામાં સૌથી આગળ છે.

આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ લગાન બોલીવુડની મુખ્ય ફિલ્મોમાંથી એક છે. એ ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. તમને જણાવી દઈએ કે લગાન ચીનમાં રિલીઝ થયેલી પહેલી હિન્દી ફિલ્મ છે.

બોલિવુડનો વેપાર ફક્ત ભારત સુધી જ સીમિત નથી. ફિલ્મોની શૂટિંગ વિદેશોમાં થાય છે. તો વિદેશી હિરોઇન પણ એમાં કામ કરી રહી છે. એ સિવાય વિદેશી સીનેમામાંથી પણ કમાણી થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!