45 વર્ષના આ યુગલના ઘરે માતાજીનું અવતરણ થયું, 14-14 દીકરાઓ પછી કપલ દીકરીનો જન્મ થયો હરખ ક્યાંય ન સમાયો

આપણા સમાજમાં એક તરફ એવી વાતો કરવામાં આવી રહી છે કે દિકરો દિકરી એક સમાન. તો વળી બીજી તરફનું વાતાવરણ એવું છે કે લોકોને દિકરાની લાલચ મોટા પાયે છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ગામડામાં ઘણા પરિવારના એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં લોકોએ દિકરા મેળવવાની લ્હાયમાં ઘણું બધું ન કરવાનું કામ કર્યું હોય. પરંતુ હાલમાં જે મામલો સામે આવ્યો એ થોડો અલગ છે.

image source

એક કિસ્સો છે અમેરિકાનો કે જે સાંભળીને તમે ચોંકી જશો. તો આવો વિગતે વાત કરીએ કે આખરે આ મામલામાં એવું શું ખાસ છે કે આખા વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. તો બન્યું એવું કે, અમેરિકાના મિશિગનમાં રહેતા કેટરી અને જય શ્વાન્ત નામના યુગલને ત્યાં આખરે એક દીકરીનું આગમન થયું છે. બન્નેને અત્યાર સુધીમાં ૧૪ દીકરાઓનો પરિવાર છે અને એ પછી તો લિટરલી આ યુગલે જાણે તેમના ઘરે દીકરી જન્મશે કે કેમ એન બાબતે શંકા થવા લાગી હતી.

image source

વધારે મળતી માહિતી પ્રમાણે 45 વર્ષના આ યુગલે ત્રીસ વર્ષ પહેલાં આ પહેલા દીકરાને જન્મ આપ્યો હતો. એ પછી લાગલગાટ તેમનો પરિવાર વિસ્તરતો જ ગયો અને તેમના ઘરે દીકરા પર દીકરા અવતરતા ગયા. આ યુગલને ત્યાં લાગલગાટ દીકરાઓ જન્મ્યા હોવાથી સ્થાનિકોમાં એ ચર્ચાનો વિષય પણ બન્યા. આ ફૅમિલી ’૧૪ આઉટડોર્સમેન’ નામનો લાઇવ સ્ટ્રીમિંગ પ્રોગામ ચલાવે છે અને એ ભારે ફેમસ પણ છે.

હવેની વાત કરવામાં આવે તો આ પરિવારના પ્રોગ્રામમાં માની સાથે એક દીકરીનો પણ ઉમેરો થયો છે. બે દિવસ પહેલાં કેટરીએ એક હેલ્ધી દીકરીને જન્મ આપ્યો છે. એનું નામ મૅગી પાડવામાં આવ્યું છે અને હવે આ બાળકીને ૧૪ ભાઈઓનો પ્રેમ મળશે. આ સમાચાર સાંભળી આજુબાજુના લોકોમાં પણ એક સારો માહોલ જોવા મળ્યો હતો અને બધા હરખાઈ ગયા હતા. આવા અનેક કિસ્સાઓ સાંભળ્યા છે અને વાયરલ થયા છે. આ કિસ્સો પણ હવે વાયરલ થઈ રહ્યો છે અને લોકોના મોઢે ચર્ચાઈ રહ્યો છે.

image source

ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેના વિશે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામમાં રહેતી ૩૫ વર્ષની કનુબહેને સત્તરમી દીકરીને જન્મ આપ્યો હતો.

image source

દીકરાની લાલચમાં એકધારી અઢારમી વખત તે પ્રેગ્નન્ટ થઈ અને તેમને ત્યાં સત્તરમી વખત દીકરીનું પારણું બંધાયું. ૩૭ વર્ષના પતિ રામચંદ સંગોડથી થયેલી આ ૧૭ દીકરીમાંથી કનુબહેનની બે દીકરીઓ નાનપણમાં ગુજરી ગઈ હતી, જ્યારે અવતરેલી દીકરી સહિત હવે ૧૫ દીકરીઓ હયાત છે. એકધારી ૧૪ દીકરી અને હયાત ૧૨ દીકરીઓ પછી અવતરેલા એક દીકરાને લીધે રામચંદ સંગોડ અને કનુબહેનને સતત એવું લાગતું હતું કે તેમને દીકરાઓ વધારે હોવા જોઈએ એટલે તેમણે એ સંતાનો માટેના પ્રયાસ ચાલુ રાખ્યા અને તેમને ત્યાં વધુ એક વખત દીકરીનો જન્મ થયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત