અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાયડને લીધા શપથ, પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનીને કમલા હેરિસે રચ્યો ઈતિહાસ

અમેરિકા દેશના ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે જો બાયડન દ્વારા શપથ લેવામાં આવ્યા, જયારે કમલા હેરિસ બન્યા છે પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ.

અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે અધિકારીક રીતે આજ રોજ જો બાયડનએ શપથ ગ્રહણ કર્યા છે. જો બાયડનની સાથે મૂળ ભારતીય મહિલા કમલા હેરિસએ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા હતા.

image source

-અમેરિકામાં ટ્રમ્પ યુગનો સમાપ્ત થતા જ , બાયડન યુગની શરુઆત થઈ ગઈ છે.

-૪૬મા રાષ્ટ્રપતિ તરીકે જો બાયડનએ શપથ ગ્રહણ કર્યા.

-ઘણી મોટી સંખ્યામાં જો બાયડનના સમર્થકો રહ્યા હાજર.

અમેરિકાના કેપિટલ હિલ બિલ્ડીંગ સ્થિત યોજવામાં આવેલ સમારોહમાં જો બાયડન સહિત તેમના પત્ની અને ઘણી મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. જો બાયડનના સમર્થક અને પોપ સ્ટાર લેડી ગાગા દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.

image source

૪૬માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.

અમેરિકામાં આજ રોજથી બાયડન યુગની શરુઆત થઈ ગઈ છે. નવેમ્બર, ૨૦૨૦ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને જોરદાર વિજય પ્રાપ્ત કરનાર ડેમોક્રેટિક પક્ષના નેતા જો બાયડન લોખંડી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી લીધી છે. જો બાયડનની સાથે મૂળ ભારતના કમલા હેરિસ દ્વારા પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

૨૫ હજાર નેશનલ ગાર્ડની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી.

અમેરિકી સાંસદ ભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં જો બાયડન અને કમલા હેરિસને અમેરિકી સાંસદ ભવન કેપિટલ હિલ્સમાં શપથવિધિ પૂર્ણ કરાવવામાં આવશે. કેપિટલ હિલ્સના ખૂણેખૂણે નેશનલ ગાર્ડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ઉપરાંત કેપિટલ હિલ્સ તરફ આવી રહેલ તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર સાંસદ ભવનને ફરતે ૮ ફૂટ ઉંચી લોખંડની જાળીથી ઘેરાબંધી કરી દેવામાં આવી છે. સિક્રેટ સર્વિસ અને ફેડરલ એજન્સી સહિત એડવાન્સ ઈલેક્ટ્રોનિકસ સર્વેલન્સને પણ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે.

શપથવિધિ સમારોહ માટે ૨૦૦ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા.

image source

આ વખતે જો બાયડન અને કમલા હેરિસની શપથવિધિ સમારોહમાં હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખતા મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. એટલા માટે શપથવિધિ સમારોહમાં માત્ર ૨૦૦ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

૧૨ સૈનિકો શંકાસ્પદ નીકળતા હોબાળો મચી ગયો.

શપથવિધિ સમારોહમાં તહેનાત કરવામાંઆવેલ નેશનલ ગાર્ડસ માંથી ૧૨ સૈનિકો શંકાસ્પદ મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ ૧૨ સૈનિકો દક્ષિણપંથી મિલિશિયા સમૂહ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બધા જ ગાર્ડસને તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવ્યા છે.

શા માટે તા. ૨૦ જાન્યુઆરીના દિવસે શપથવિધિ?

વર્ષ ૧૯૩૩માં ૨૦માં બંધારણીય સુધારામાં પ્રમુખ અને ઉપપ્રમુખનો કાર્યકાળ તા. ૨૦ જાન્યુઆરીના રોજ પૂરો થતો હોવાથી શપથવિધિની જોગવાઈ તા. ૨૦ જાન્યુઆરીના દિવસે કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત