અ’વાદની મહિલાએ 5 હજારનો ઓર્ડર આપ્યો અને 50 હજાર કપાઈ ગયા, તમારે ન છેતરાવું હોય તો જાણી લો

દેશ વિદેશની જેમ અમદાવાદમાં પણ ચોરી-લૂંટ જેવી ઘટનાઓ કરતાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. લોકો હાઇટેક થઇ ગયા છે, જેના લીધે ડિજિટલ પેમેન્ટ, ઓનલાઇન શો‌પિંગનો ક્રેઝ વધુ ને વધુ જોવા મળ્યો છે તો બીજી તરફ ગ‌ઠિયા નિતનવી તરકીબનો ઉપયોગ કરીને ઓનલાઇન ચીટિંગ આચરી રહ્યા છે. અમદવાદમાં નવા વર્ષની ઉજવણીને લઇને સાયબર ક્રાઈમમાં 160 કરતા વધુ ગુના બન્યા છે. સાથે જ પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ક્રાઈમના ગુના નોંધાયા છે.

image source

ત્યારે આવો જ એક નવો કિસ્સો સામે આવ્યો છે અને હવે લોકોમાં ડર પેસી ગયો છે. આ વાત છે અમદાવાદના નારોલની એક મહિલાની કે જેણે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર જો વાત કરીએ તો મહિલાએ ઓનલાઈન કરિયાણું ખરીદ્યું હતું, પરંતુ સામાન ડિલિવર ન થતાં ગૂગલમાંથી કસ્ટમર કેરમાં કોલ કર્યો હતો. બસ આ કોલના લીધે જ કાંડ થઈ ગયો અને મહિલા લૂંટાઈ ગઈ હતી. તો આવો વિગતે વાત કરીએ આ કેસ વિશે.

image source

મહિલાએ જેવો જ કોલ કર્યો કે કસ્ટમર કેરના અધિકારીએ અલગ-અલગ લિંક પર ક્લિક કરાવી મહિલાના અકાઉન્ટમાંથી કુલ 49,998 રૂપિયા ઉપાડી લીધા. મળતી માહિતી પ્રમાણે નારોલમાં રહેતાં 25 વર્ષીય અનામિકાબેન પીપલજ રોડ પરની એક્સપોર્ટ કંપનીમાં એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. ગત ઓગસ્ટ માસમાં તેમણે રાત્રે ગ્રોફર્સ નામની એપ્લિકેશનથી રૂ.5623નું કરિયાણું ઓર્ડર કર્યું અને ઓનલાઈન ગૂગલ પેથી ચૂકવણી કરી હતી. ચાર દિવસ બાદ આ એપ્લિકેશનમાં જોયું તો ઓર્ડર ડિલિવર થઈ ગયો હોવાનું બતાવ્યું, પણ હા કોઈ સામાન ઘરે પહોંચ્યો ન હતો.

image source

ત્યારબાદ બધા લોકોની જેમ આ બહેને પણ ગૂગલમાં ગ્રોફર્સનો કસ્ટમર કેર નંબર શોધીને એ નંબર પર ફોન કર્યો હતો અને ત્યારે આ લોક કોઈ હિન્દી ભાષી વ્યક્તિએ ઉપાડ્યો અને તેમના સિનિયર વાત કરશે એવું કહ્યું હતું. ત્યારબાદની વાત કરીએ તો એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે એરર આવવાને કારણે સામાન ડિલિવર બતાવે છે, પણ એ ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. આ વ્યક્તિએ કહ્યું કે રિફંડ મેળવવા માટે એક લિંક આવશે, તેમાં કહેવામાં આવે એ પ્રમાણે પ્રોસેસ કરજો. બસ આટલું કહીને એક એસએમએસમાં જે લિંક હતી એમાં જરૂર મુજબની વિગતો આ મહિલાએ ભરી પણ દીધી. બાદમાં any desk નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતાં જ આ મહિલાના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયા હતા ને કુલ 49,998 રૂપિયા ઊપડી ગયા હતા.

image source

આ સિવાય જો વાત કરીએ તો સાયબર ક્રાઈમનો ભોગ બનવા માટે સૌથી પહેલું કારણ લાલચ છે. જ્યારે કોઈ વસ્તુની લાલચ જાગે અને તે માટે જે પગલું ભરીએ તે જ ગુનાને અંજામ આપે છે, તે બાદ અજાણ્યા વ્યક્તિઓ સતુંએ સબંધ રાખવાની ઘેલછા પણ જવાબદાર કારણે છે અને ત્રીજું કરણ લોકોમાં જાગૃતિનો અભાવ છે. સાયબર ક્રાઈમથી બચવા માટે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 2 સ્ટેપ વેરીફિકેશન રાખવું જેથી કોઈ આપણો પાસવર્ડ નાખવનો પ્રયત્ન કરે તો તરત જાણ થાય, પાસવર્ડ મજબૂત રાખવો જે આસાનીથી ખુલી ના શકે, સમયાંતરે પાસવર્ડ બદલતું રહેવું અને ભોગ બન્યા બાદ તરત 100 નંબર પર કોલ કરવો જેથી મોટી રકમની છેતરપિંડી થઈ હોય તો પરત મેળવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત