5 મહિના ઘરે બેસી રહેવાના કારણે 26 વર્ષના યુવકનું વધ્યું વજન અને થઈ ગઈ આવી હાલત

દુનિયાભરમાં ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે તેવામાં મોટાભાગના દેશોમાં કોરોનાએ લોકડાઉન લગાવી દીધું છે. લોકડાઉનની સાઈડ ઈફેક્ટ પણ લાખો લોકો પર થઈ છે. જેમાં અનેક લોકો બેરોજગાર થયા છે તો કેટલાકને બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતુ હોય તેવી ઘટનાઓ સામે આવી છે. તેવામાં ચીનના વુહાનથી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે.

image source

કોરોનાના એપી સેન્ટર ગણાતા વુહાનમાં એક વ્યક્તિનું વજન લોકડાઉનના કારણે એટલું વધી ગયું છે કે હવે ન તો તે બરાબર ઊભી શકે છે ન તો તે હલન ચલન કરી શકે છે. લોકડાઉન દરમિયાન 5 મહિના સુધી ઘરમાં બેસી રહેનાર 26 વર્ષીય યુવાનનું વજન અચાનક 100 કિલો વધી જતા આ સમસ્યા સર્જાઈ છે. જો કે કોરોનાના કેસ અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધતી હોવાથી આ યુવકે પોતાની સારવાર શરુ કરવવામાં પણ મોડું કર્યું હતું.

image source

આ યુવાનની મળતી માહિતી અનુસાર ચીનના વુહાન શહેરમાં રહેતા ઝોઉ નામના યુવકનું વજન 5 મહિનામાં 101 કિલો વધી જતા તેને હવે હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે. આ યુવાન કોરોનાના કારણે ઘરમાંથી બહાર જવાનું ટાળતો રહ્યો અને વજનમાં સતત વધારો થતો રહ્યો. તેવામાં યુવાનને વધતા વજનના કારણે અન્ય શારીરિક સમસ્યાઓ પણ થવા લાગી. તેના કારણે યુવાનને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

image source

5 ફૂટ અને 7 ઈંચની લંબાઈ ધરાવતા ઝોઉનું વજન 278 કિલો થઈ ગયું છે. આ યુવક એક ઈન્ટરનેટ કેફેમાં કામ કરતો હતો. પરંતુ કોરોના વાઈરસના કારણે વુહાન શહેર મહિનાઓથી સજ્જડ બંધ હતું. ગત જાન્યુઆરી મહિનાથી ઝોઉ ઘરે જ બેસી રહ્યો હતો. જણાવી દઈએ કે ઝોઉ નાનપણથી જ વધારે વજનની સમસ્યાથી પીડિત હતો. તેનું ગત વર્ષે વજન 177 કિલો હતુ અને તેણે વજન ઘટાડવાની સર્જરીઓ પણ કરાવી હતી.

image source

તેવામાં 5 મહિનાનું લોકડાઉન થતા તેની શારીરિક પ્રવૃતિ ઘટી ગઈ અને વજન વધવાની સમસ્યા વધી ગઈ. પરિણામ જૂન સુધીમાં તેનું વજન 250 કિલોથી વધી ગયું. ગત સપ્તાહમાં તેની સ્થિતિ ગંભીર થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હાલ તે આઈસીયુમાં છે અને તેની તબિયત સ્થિર થતા તેનુ ઓપરેશન કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત