દિલ્હીથી બેંગલુરુ ફ્લાઇટમાં એકલો આવ્યો પાંચ વર્ષનો બાળક, ત્રણ મહિના બાદ થયું માતા-પુત્રનું મિલન

દિલ્લીથી બેંગલુરુ ફ્લાઇટમાં એકલો આવ્યો પાંચ વર્ષનો બાળક – ત્રણ મહિના બાદ થયું માતા-પુત્રનું મિલન

image source

છેલ્લા લગભગ બે મહિનાથી સમગ્ર દેશમાં કોરોના વાયરસના રોગચાળાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું. અને દેશના જરૂરિયાત સિવાયના બધા જ વ્યવહારો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો માટે હજારો લોકો કોઈને કોઈ જગ્યાએ પોતાના ઘરથી દૂર ફસાઈ ગયા હતા. પણ તાજેતરમાં સરકાર દ્વારા વાહન વ્યવહારોમાં કેટલીક છૂટ આપવામાં આવી છે અને તેની સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ હવે શરૂ થઈ છે. અને હજારો લોકો જે પોતાના ઘરથી દૂર ક્યાંક ફસાઈ ગયા હતા તેઓ હવે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. પણ દીલ્લીથી બેંગલુરુ તરફ જતી એક ફ્લાઇટમાં બેઠેલા નાનકડા 5 વર્ષના મુસાફરે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

image source

આ નાનકડા પેસેન્જરનું નામ છે વિહાન શર્મા. વિહાન આટલી નાની ઉંમરે એકલો જ દીલ્લીથી બેંગલુરુ આવ્યો છે. વાસ્તવમાં લોકડાઉનના કારણે તે દિલ્લીમાં ફસાઈ ગયો હતો અને હવે ત્રણ મહિના બાદ તે પોતાના માતાપિતાને મળી શક્યો છે. અને તેની માતા તેને લેવા માટે એરપોર્ટ પર આવી હતી.

image source

તમે તસ્વીરમાં જોઈ શકો છો વિહાને મોઢા પર માસ્ક તેમજ હાથમાં ગ્લવ્ઝ પહેર્યા છે. વિહાનને સ્પેશિયલ કેટેગરીની ટિકિટ આપવામાં આવી હતી. તેના હાથમાં સ્પેશિયલ કેટેગરી લખેલું એક નાનકડું ચોપાનીયુ પણ તમે જોઈ શકો છો. વાસ્તવમાં વિહાન પોતાના દાદા-દાદીને ત્યાં રજાઓ ગાળવા ગયો હતો પણ લોકડાઉનના કારણે ત્રણ મહિના સુધી ત્યાં જ ફસાઈ ગયો હતો. વિહાનની માતા મંજરી શર્માએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેમનો દીકરો માત્ર પાંચ જ વર્ષનો છે અને દીલ્લીથી એકલો બેંગલુરુ આવ્યો હતો. અને તેઓ તેને ત્રણ મહિના બાદ જોઈ રહ્યા છે.

આ વાતની જાણ થતાં બેંગલુરુ એરપોર્ટે પણ વિહાનનું સ્વાગત કરતું એક ટ્વિટ પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર કર્યું હતું. ફ્લાઇટે પાંચ વર્ષિય વિહાનને સુરક્ષિત રીતે તેની માતા સુધી પોહંચાડી દીધો હતો. ત્રણ મહિના બાદ પોતાનો વાહલ સોયો દીકરો આવ્યો છતાં કોરોના વાયરસ બાબતે સાવચેતી દાખવતા માતા પોતાના પુત્રને ભેટી શકી નહોતી જો કે તેને જોતાં તેણી અત્યંત ખુશ જોવા મળી હતી.

image source

કોરોના વાયરસના આંકડાની વાત કરીએ તો આજની તારીખમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો વૈશ્વિક આંકડો 5.49 મિલિયન પર પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુઆંક 3.46 લાખ પર પહોંચી ગયો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં 1.39 લાખ લોકો કોવીડ 19થી સંક્રમિત છે જ્યારે 4021 લોકોના મૃત્યુ થયા છે. અને ગુજરાતની સ્થીતી દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 14056 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અને 858 લોકોના મૃત્યુ થયા છે. અને સંક્રમીતોની સંખ્યા ગુજરાતમાં રોજિંદા ધોરણે સેંકડોની સંખ્યામાં વધી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત