લોકડાઉન જાહેર થવાથી જયપુર-આગરા નેશનલ હાઈવે પર 23 માર્ચથી પોતાની અને અન્ય સુરક્ષા માટે અટકી ગયા છે આ વાહન

જયપુર-આગરા નેશનલ હાઈવે 21 સામાન્ય વાહનો માટે તો બંધ છે પરંતુ અહીં કેટલાક વાહન અને વાહન ચાલક એવા પણ છે જે લોકડાઉનનું પાલન થાય તે માટે જાતે જ અટકી રોડ કિનારે ગત 23 માર્ચથી ઊભા છે.

image source

સામાન્ય લોકોને લોકડાઉન દરમિયાન ઘરમાં પણ રહેવું ગમતું નથી અને અલગ અલગ બહાના કરી તે બહાર નીકળી જતા હોય છે. તેવામાં આ ટ્રક ચાલક અને ક્લીનર જાતે જ લોકડાઉનના નિયમનો ભંગ ન થાય તે માટે હાઈ-વે પર રોકાઈ ગયા છે.

હવે આ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર માટે ઘર બની ગયો છે. અહીં તેઓ વાહનની કેબીનમાં ભોજન પણ બનાવી લે છે ત્યાં જ જમી લે છે અને રાત્રે સુઈ પણ જાય છે. ફોરલેન કિનારે ઊભેલો 58 વ્હિલનો ટ્રક અહી અટકાવી ઊભેલા ડ્રાઈવરએ સરકારએ લોકહિતમાં કરેલા લોકડાઉનનું પાલન કરવાનું નક્કી કરી લીધું છે.

ટ્રક ચાલક મૂળ ઉદયપુરનો નિવાસી છે અને તે ગુજરાતના વડોદરાથી બિહાર એક ઉપકરણ પહોંચાડવા 27 ફેબ્રુઆરીએ નીકળ્યો હતો. 23 માર્ચએ તે જયપુર નેશનલ હાઈવે 21 પર પહોંચ્યા અને લોકડાઉનની ઘોષણા થઈ હતી. આ ટ્રક પર 90 ટન વજનનું ઉપકરણ છે. 23 માર્ચે તેઓ એક ઢાબા પર ચા પીવા માટે રોકાયા અને અખબાર વાંચ્યું તો ખબર પડી કે લોકડાઉન જાહેર કરાયું છે.

અખબારમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ લોકોને લોકડાઉનનું અમલ કરવા અપીલ કરી હતી. આ વાતની જાણ ટ્રક ડ્રાઈવરએ ટ્રકને વ્યવસ્થિત પાર્ક કરી દીધો અને અહીં જ વસવાટ કરવા લાગ્યા. તેઓ લોકડાઉનનું પાલન કરે છે અને સવારે 9થી 12 કલાક સુધીમાં જો કોઈ સામાન લેવાનો હોય તો લઈ આવે છે નહીં તો ટ્રકમાં જ સમય પસાર કરે છે.

એટલું જ નહીં ટ્રકના માલિક પણ ડ્રાઈવર અને ક્લીનરને જરૂરીયાત મુજબ પૈસા ટ્રાંસફર કરી આપે છે. સ્થાનિક સંસ્થા તેમને રાશન અને અનાજની કીટ પણ પુરી પાડે છે. આ હાઈવે પર માત્ર આ એક જ ટ્રક નથી અંદાજે 24 જેટલા વાહનો છે જે લોકડાઉનનું પાલન કરવા રોકાયેલા છે.