Site icon News Gujarat

આ પોલીસ પણ જબરો ખેલાડી નીકળ્યો, 5 વર્ષથી પોતાની જગ્યાએ સગા સાળાને મોકલતો નોકરી પર, હવે થયો ભાંડાફોડ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના કોતવાલી ઠાકુરદ્વારા વિસ્તારમાં ડાયલ 112 પર પોસ્ટ કરાયેલા કોન્સ્ટેબલ અનિલ કુમાર પર આરોપ છે કે તેણે કાવતરું કરીને તેના સગા સાળા અનિલ સોનીને ઘરે પોલીસ તાલીમ આપીને નોકરી પર મોકલ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સે પોલીસ અધિકારીને આની જાણ કરી હતી અને જે બાદ ભાંડો ફૂટ્યો હતો. જે બાદ ગુપ્ત તપાસમાં સંપૂર્ણ ખુલાસો થયો હતો, હાલમાં પોલીસે અસલ ભરતી કોન્સ્ટેબલ અનિલકુમારને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે નકલી અનિલકુમાર ઉર્ફે અનિલ સોની ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખાટૌલીમાં રહેતા અનિલ કુમારે બરેલીથી 2011 માં પોલીસ ભરતી માટે અરજી કરી હતી, જ્યાં તે તાલીમ દરમિયાન નાપાસ થયો હતો, ત્યારબાદ અનિલ કુમારે 2012 માં મેરઠમાં પોલીસ ભરતીમાં અરજી કરી હતી, પરંતુ ત્યાં પણ તે નિષ્ફળ ગયો. નવેમ્બર 2012માં, અનિલ કુમારે ત્રીજી વખત ગોરખપુરમાં અરજી કરી હતી, જ્યાં તેમને કોન્સ્ટેબલ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

તાલીમ પૂર્ણ કર્યા પછી, અનિલ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા પછી બરેલી જિલ્લામાં પોસ્ટિંગ મેળવ્યું, જ્યારે અનિલ કુમાર ફરજ પર મુકાયા, પરંતુ જ્યારે અનિલકુમારને પોલીસ નિયમો અનુસાર બરેલી રેન્જથી મુરાદાબાદ રેન્જમાં બદલી કરવામાં આવી, તો પછી તેને મજા ન આવી અને કાવતરું કરવાનું શરૂ કર્યું.

image source

મુરાદાબાદ રેન્જમાં સ્થાનાંતરિત થયા પછી દુષ્ટ પોલીસ કર્મચારી અનિલ કુમારે તેના સગા સાળા અનિલ સોનીને તેના સ્થાને મુરાદાબાદ બોલાવ્યો હતો અને બરેલીથી બહાર પાડવામાં આવેલા તેમના પ્રસ્થાનના હુકમની એક નકલ લઈ તેને મુરાદાબાદ પોલીસ અધિકારીઓને રજૂ કરી હતી. જ્યાંથી અનિલ કુમારની જગ્યાએ અનિલ સોનીનું નામ નોંધાયું હતું, પરંતુ ભરતી પોલીસ અધિકારી ફોટો સાથે મેળ ખાતો ન હતો.

જે બાદ અનિલ કુમારની જગ્યાએ અનિલ સોનીએ ફરજ બજાવવાની શરૂઆત કરી હતી. અનિલ કુમારે તેમના સાળા અનિલ સોનીને તેમના જ મકાનમાં તાલીમ આપી હતી, તાલીમ દરમિયાન પોલીસની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ, તે સરકારી શસ્ત્રોનો ઉપયોગ કરવાનો હતો અને અધિકારીઓને સલામ આપવાનું પણ ઘરે જ શીખવી દીધુવ હતું.

image source

ફરજ દરમિયાન અનિલ સોનીને પોલીસ લાઇનથી સરકારી હથિયાર પણ આપવામાં આવ્યું હતું, જેમાં પિસ્તોલ, કાર્બાઇન, એસએલઆર પણ આપવામાં આવ્યું હતું. હાલમાં મુરાદાબાદ પોલીસ અધિકારીઓ હવે મુખ્ય કાવતરાખોર અનિલ કુમારને કસ્ટડીમાં લીધા બાદ તપાસ કરી રહ્યા છે અને દાવો પણ કરી રહ્યા છે કે જો વિભાગના અન્ય કોઈ પોલીસ કર્મચારીએ પણ આ ષડયંત્રમાં અનિલકુમારને સમર્થન આપ્યું હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version