છેલ્લા 6 મહિનાથી ચીનના બંદરો પર ફસાયેલા છે 23 ભારતીયો સહિત 1400 નાવિકો, જાણો કારણ

ઓસ્ટ્રેલિયા અને ચીનના વ્યવસાયિક વિવાદને કારણે અનેક ભારતીયો સહીત લગભગ 1400 જેટલા નાવિકો જીવન સંકટમાં મુકાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ 70 જેટલા સમુદ્રી જહાજોમાં સવાર આ નાવિકો આજકાલથી નહિ પણ છેલ્લા 6 મહિનાથી ચીનના બંદરોમાં ફસાયેલા પડ્યા છે. હાલ વિશ્વભરમાં જયારે કોરોના મહામારીએ ફરી એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરવા માથું ઊંચક્યું છે ત્યારે પોતાના ઘર પરિવારથી દૂર આ નાવિકોની દશા કેવી હશે તેની માત્ર કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

सांकेतिक तस्वीर
image source

માહિતી મુજબ ઉપરોક્ત સમુદ્રી જહાજોમાં લગભગ એક કરોડ ટન કોલસો ભરેલો છે. જેને ચીન પોતાના બંદરો પર ઉતારવાની પરવાનગી નથી આપી રહ્યું. ભારતીય નાવિક વીરેન્દ્ર સિંહ ભોંસલે પણ ચીનના પૂર્વી કિનારે પોતાના જહાજ “જગ આનંદ” પર 23 સાથીઓ સાથે બિનકાયદેસર રીતે જેલ કહી શકાય તેવી પરિસ્તિથીમાં છે. વીરેન્દ્ર સિંહના જહાજમાં ઓસ્ટ્રેલિયાથી આવેલો 1.6 ટન કોલસો રાખેલો છે હવે જ્યાં સુધી આ કોલસો ઉતારવામાં ન આવે ત્યાં સુધી નિયમ અનુસાર તેઓ જહાજ છોડીને જઈ નથી શકતા. તેના સાથીઓની હાલત પણ નાજુક છે. 23 પૈકી એક સાથીના પિતાનું ભારતમાં અવસાન થઇ ગયું છે અને માં કેન્સરથી પીડાઈ રહી છે. અમુક સાથે ડાયાબિટીઝ અને હાઇપરટેંશનથી પણ પીડિત છે અને તેઓની દવાઓ પણ પુરી થવા આવી છે ત્યારે તેઓ વગર દવાએ જીવવા મજબુર બની શકે છે.

image source

વીરેન્દ્ર સિંહના “જગ આનંદ” જહાજથી 31 માઈલ દૂર ઓફેડીયન બંદર પર ફસેલાં “એનેસ્ટાસિયા” જહાજના નેવિગેશન અધિકારી ગૌરવ સિંહના જણાવ્યા મુજબ મોટાભાગના નાવિકો કેબિનની બહાર નથી આવી રહ્યાં.

વારંવાર બહાના બનાવી રહ્યું છે ચીન

image source

ચીન કોરોના મહામારીને લઈને પર્યાવરણ સંરક્ષણના બહાને જહાજોમાં લાદવામાં આવેલો કોલસો પોતાના બંદર પર ઉતારવાની ના કરી રહ્યું છે. જો કે નિષ્ણાંતોના મત મુજબ તેનું અસલી કારણ ઓસ્ટ્રેલિયાઈ સરકાર દ્વારા કોરોના વાયરસ ચીનથી શરુ થવા અંગેની તપાસ માંગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં જ ચીનના વિદેશમંત્રીએ એવો દાવો કર્યો હતો કે ચીન કોઈ સમુદ્રી જહાજને રોકી રહ્યું નથી અને જે જહાજો રોકાયા છે તેનું કારણ વ્યવસાયિક છે. મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લીજીયાનએ પર્યાવરણ કાયદાઓનું બહાનું પણ આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત