6 માસની દામીની તબિયત બગડી તો મા-બાપે માની લીધું કોરોના હશે, સિવિલમાં મુકી ભાગી ગયા રાજસ્થાન

કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં આ વાયરસના કારણે સૌથી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તેવામાં આ બીમારીના કારણે લોકોના મનમાં એટલો ભય પેસી ગયો છે કે તેઓ પોતાના સંતાનોને પણ એકલા મુકી દે છે.

image source

આ ઘટના બની છે અમદાવાદમાં જ્યારે 6 માસની દીકરીને તેના માતાપિતા રેઢી મુકી રાજસ્થાન રવાના થઈ ગયા હતા. આ બાળકીનું મોત થતાં તેના અંતિમ સંસ્કાર પણ સ્થાનિક કોર્પોરેટરે કર્યા હતા અને માતાપિતાને તેનો વીડિયો બનાવી મોકલી આપ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલ નરોડામાં રહેતા દંપતિની 6 માસની દીકરી દામીનીની તબીયત થોડા દિવસ પહેલા ખરાબ થઈ હતી. માતાપિતા તેને સિવિલમાં લઈ ગયા. અહીં પહોંચી માતા-પિતાને મનમાં થયું કે દીકરીને કોરોના તો નહીં હોયને… આ વાતની ડરી તે બંને દીકરીને મુકી અને રાજસ્થાન જતા રહ્યા. અહીં પોલીસે તેમને કોરોન્ટાઈન કર્યા હતા.

image source

અહીં પહોંચતાં જ તેમને દીકરીના અવસાનની ખબર પડી. રાજસ્થાન પહોંચી ગયેલા ભરત ડામોર અને તેની પત્ની છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. લોકડાઉન થતાં આર્થિક સ્થિતિ કથળી અને દીકરીની તબિયત પણ બગડી તે વાતથી ડરી ભરત ડામોર પોતાની પત્ની સાથે ભાગી ગયો. જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે આ બાળકીને કોરોના હતું જ નહીં. તેના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ માતાપિતા રીપોર્ટ આવે ત્યાં સુધી પણ દીકરી પાસે રહ્યા નહીં.

image source

દીકરીના મોત બાદ સિવિલના અધિકારીઓએ તેના વાલી વારસની શોધખોળ શરુ કરી અને દામીનીના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો. થોડા દિવસ પછી નરોડા પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળકીના માતા પિતા રાજસ્થાનના ધંબોલા પહોંચ્યા છે અને ત્યાં તેમને કોરોન્ટાઈન કરાયા છે. ત્યાં તેમના સુધી બાળકીના મોતની ખબર પહોંચતી કરવામાં આવી તો માતા-પિતાએ તેની દીકરીના અંતિમ સંસ્કાર કરી દેવાનું સંપત્તિ પત્રક આપી દીધું.

image source

કોલ્ડ સ્ટોરેજમાં વધુ સમય માટે બોડી રાખી શકાય તેમ ન હોવાથી અને માતા-પિતાએ સંમતિ આપી હોવાથી નરોડાના કોર્પોરેટર ગીરીશ પ્રજાપતિ અને કાર્યકરોએ બાળકીની અંતિમ વિધિ કરી હતી. આ વિધિનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો અને તેના માતા-પિતાને મોકલવામાં આવ્યો હતો.