કોરોના સામે જંગ પુરી ન થાય ત્યાં સુધી ઘરે ન જવાનું નક્કી કરનાર 65 વર્ષના આ વોરિયર્સે એમ્બ્યુલન્સને જ બનાવી લીધું ઘર…

દેશમાં કોરોના વાયરસને માત આપવા, સરકાર, આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર સતત કાર્યરત છે.

image source

દિવસ રાત એક કરી આ કોરોના વોરિયર્સ લોકોના જીવ બચાવવા કામ કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓની નજીક કામ કરતાં આ લોકો છેલ્લા કેટલાય દિવસોથી એક પણ દિવસની રજા રાખ્યા વિના કામ કરે છે અને પોતાના ઘરે પણ જતા નથી.

સામાન્ય લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે કાર્યરત કોરોના વોરિયર્સના મનમાં કોરોનાને માત આપવાની ભાવના એટલી પ્રબળ છે તેઓ પોતાના ઘરે જવાનું પણ ભુલી ગયા છે. આવા જ એક વ્યક્તિ છે 65 વર્ષના આ વૃદ્ધ જે છેલ્લા 42 દિવસથી ઘરે ગયા નથી.

image source

યૂપીના સંભલ જિલ્લાના રહેવાસી બાબૂ ભારતી એમ્બ્યુલન્સ ચલાવે છે અને જેણે તેનું ઘર જ આ એમ્બ્યુલન્સને બનાવી લીધું છે. 23 માર્ચથી તે રોજ ક્યારેક કોઈ કંટેનમેન્ટ ઝોનમાં તો ક્યારેક હોટસ્પોટમાં જતા હોય છે. તે પોતાના જીવના જોખમે અન્યના જીવ બચાવે છે. તેમણે કહ્યું છે કે કોરોનાને હરાવ્યા બાદ જ તે ઘરે જાશે.

image source

ભારતીએ કહ્યું છે કે, “ હું એમ્બ્યુલન્સમાં જ સુઈ જાવ છું, સવારે કોઈ ખેતર કે અન્ય જગ્યાએ ટ્યૂબવેલ કે હેંડપંપ મળે ત્યાં નહાઈ લઉં છું. જે હોસ્પિટલ માટે કામ કરું છું ત્યાં મારી જમવાની વ્યવસ્થા થઈ જાય છે. મે નક્કી કર્યું છે કે કોરોના સામેની આ લડાઈ જીત્યા પછી જ ઘરે જઈશ. ”

image source

સંભલમાં કોવિડ-19 વિરુદ્ધ કામ કરતી રૈપિડ એક્શન ટીમના પ્રભારી ડો. નીરજ શર્માએ જણાવ્યું છે કે, જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ મળ્યો ત્યારથી ભારતી તેમની ટીમનો એક મહત્વનો ભાગ છે.

અત્યાર સુધીમાં 1100 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલ ટેસ્ટ માટે આવ્યા હશે તેમાંથી 700 લોકોને ભારતી હોસ્પિટલ લાવ્યા છે. તે દિવસ રાત પોતાની એમ્બ્યુલન્સ સાથે તૈયાર રહે છે. ભારતીને 17,000 રૂપિયા મહિને પગાર તરીકે મળે છે.