વડોદરામાં આ આધેડે 63 વર્ષે 40 વર્ષની કન્યા સાથે લગ્ન કર્યા, કુદરતને એ પણ મંજુર નહોતું અને નવવધૂનું મૃત્યુ થયું

હાલમાં એક અજીબ અને કરૂણ ઘટના સામે આવી છે. એક તરફ પરિસ્થિતિ વિશે વિચારવા પણ મજબૂર થશો તો બીજી તરફ તમને રડવું પણ આવશે. ત્યારે આવો જાણીએ કે આખરે આ કેસ શા માટે આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. તો વાત કંઈક એમ છે કે એક શખ્સે પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જો. પણ મળી જ નહીં અને છેલ્લે 63 વર્ષની આધેડ વયે પોતાના સમાજની કન્યા મળી અને ભાઈ ખુશીથી નાચી ઉઠ્યા હતા. વરરાજાએ આનંદમાં આવીને લગ્નમાં 5 ગામો પણ જમાડ્યા હતા. આ સાથે જ ધામધૂમથી લગ્ન થયા હતા અને નવું જીવન શરૂ કરવા જઈ રહ્યાં હતા.

પણ આ બધાની વચ્ચે ધાર્યું હતું કઈક બીજું અને થયું કંઈક બીજું. કારણ કે કુદરત શું કરશે એનો આજ સુધી ક્યાં કોઈને અંદાજો આવ્યો છે. બન્યું એવું કે કન્યા લઇને પોતાના ઘરે આવેલા વરરાજાએ વિધિ કરાવી મીંઢળ છોડાવ્યું અને એવામાં તો યમરાજ એની પાસે આવી પહોંચ્યા હતા અને નવેલી દુલ્હન લીલાનું મોત થયું. અને લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતોય આ વાત વડોદરાની છે.

image source

ત્યાં ડેસર તાલુકાના પીપલછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઈ રબારી ઉર્ફે કલાભાઈ (ઉં.63) પશુપાલક તરીકે કામ કરી રહ્યા છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખીને પોતાનું અને અસ્થિર મગજના નાનાભાઇ રામજીભાઈ અને વિધવા બહેન દેવીબહેનનું ભરણ પોષણ કરે છે, તેમની જિંદગીમાં પત્નીનું સુખ હતું નહીં અને એમને પણ એવું જ લાગતું હતું કે મારા નસીબમાં નથી.

કારણ કે પરિસ્થિતિ કંઈક એવી ઉભી થઈ હતી કે તેઓ છેલ્લા 4 દાયકાથી પોતાના સમાજની કન્યા લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં હતા અને પોતે જીદ લઇ બેઠા હતાં કે જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું. તેઓ ખુબ મથ્યાં પણ ક્યાંયથી લાયક કન્યા નહોતી મળતી.

image source

જો કે લોકડાઉન દરમિયાન એવું બન્યું કે નજીકના વરસડા ગામના તેમના સંબંધી રાજુભાઈ રબારીને ખેડા જિલ્લાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારી કે જેમની ઉમર 40 વર્ષ છે. તેઓ ધ્યાનમાં આવ્યા. તેમણે કલ્યાણભાઈ રબારીને કન્યા બાબતે વિગતે વાત કરી, ત્યારે થોડું પણ‌ મોડું કર્યા વગર તાબડતોબ જોવા માટે ઊપડી ગયા હતા અને ઠાસરાના વિક્રમભાઈ રબારીની બહેન લીલાબેન બધી રીતે કલાભાઈને ગમી પણ ગયા.

બન્ને પરિવારમાં બધી વાતો ચાલી અને બધું ગમ્યું રજ્યું. પછી તેમના લગ્નની વાત આગળ વધારી હતી. પરિવારની પરવાનગી બાદ લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી અવે ઢોલ ઢબૂક્યાં હતા. 23 જાન્યુઆરી શનિવારે બપોરે પીપલછટ ગામે ભોજન સમારંભ રખાયું હતું. એમાં વાંટા, નારપુરી, રામપુરી, જેસર, ગોપરી, અને પીપલછટનાં ગ્રામજનો ઉપરાંત સગાં-વહાલાંને પણ લગ્નનું આમંત્રણ આપી જમાડવામાં આવ્યા હતા.

જ્યારે બીજા દિવસે 50 જાનૈયાઓને લઈ વાજતેગાજતે કલાભાઈની જાન ઠાસરામાં કન્યાને ત્યાં આવી હતી. ત્યારબાદ સાંજે 4 વાગે ઠાસરા નિવાસેથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ ઘરેથી વિદાય આપી હતી. પણ ત્યારે કોઈને ખબર નહોતી કે આ તો બેનની અંતિમ વિદાય છે. બેન હવે ક્યારેય પાછી નથી ફરવાની. એક તો માંડ માંડ લગ્ન થયા હોવાના કારણે દુલ્હનને જોવા માટે ગ્રામજનો ઊમટી પડ્યાં હતાં.

image source

ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પણ પછી જે થયું એ ખરેખર દુખદાયક હતું. કારણ કે થોડા જ સમયમાં કલાભાઈની ધર્મપત્ની લીલાબેનને ચક્કર આવ્યાં હતાં. તબિયત વધુ ખરાબ થતાં કલાભાઈ ઉપરાંત પરિવારના સભ્યો લીલાબેનને લઈ કાલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા હતા, એ દરમિયાન રસ્તામાં જ લીલાબેનનું મોત નિપજ્યું હતું. દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

તેમના ભાઈને જાણ કરાતાં પોતાની બહેનના મૃતદેહને ઠાસરા ગામે લઇ જવાયો હતો અને ગળતેશ્વર મહીસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો. કુદરતની કરામત તો જુઓ કે મંડપમાં બાંધેલાં લીલાં તોરણ હજી તો લીલાં જ હતાં અને ઘડીભરની ખુશી આપી લીલાએ વિદાય લીધી હતી. લોકોમાં આ વાતથી આક્રંદ જોવા મળ્યો હતો અને ખુશીનો માહોલ માતમાં છવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત