Site icon News Gujarat

પુત્રએ 66 વર્ષના પિતાના બીજા લગ્નની તસવીરો કરી શેર, લોકોએ ખોબલે ને ખોબલે વધાવી લીધું કપલને

કોલકાતાથી એક વાત સામે આવી છે કે જેમાં લોકોને ભારે પ્રેરણા મળી રહી છે. ત્યાં એક પુરુષની પત્ની મરી ગઈ છે અને તેને એક પુત્ર છે. ત્યારે હાલમાં તે એકલતાનો શિકાર હતો. આવી સ્થિતિમાં તે ફરીથી કોઈની સાથે પ્રેમમાં પડે છે અને બીજા લગ્ન કરે છે. તમે ફિલ્મોમાં આવી વાર્તાઓ જોઇ છે, પરંતુ આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. અહીં એક યંગ નહીં પણ વૃદ્ધ દંપતીએ જીવન સાથે જીવવાનું નક્કી કર્યું છે. બંનેનાં લગ્ન થયાં છે. વિશેષ વાત એ છે કે વરરાજાના પુત્રએ ખુદ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા છે. હજારો લોકોએ આ પોસ્ટ પર શુભેચ્છાઓ મોકલી છે.

image source

66 વર્ષીય તરુણ કાંતિ પાલ અને 63 વર્ષીય સ્વપ્ના રોયે લગ્ન કર્યાં છે. વિશેષ વાત એ છે કે તરુણના પુત્ર શાયોન પોલે ટ્વિટર પર તેના પિતાના નવા પ્રેમની કહાની શેર કરી છે. આટલું જ નહીં તેણે આ પોસ્ટમાં કપલનો ફોટો પણ શામેલ કર્યો છે. શાયોન લખે છે ‘તો એક દિવસ પહેલા મારા પિતાએ લગ્ન કરી લીધા. સમારોહમાં ફક્ત પરિવારના અને નજીકના લોકો શામેલ હતા અને માસ્ક પહેર્યા હતા. આ બધું ખૂબ આનંદ આપનારું અને વાસ્તવિક હતું. માતાના નિધન પછી 10 વર્ષ સુધી એકલા રહ્યા બાદ પિતાને ફરીથી પ્રેમ મળ્યો છે.

અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં શાયોને તેના પિતાની નવી પ્રેમ કથા વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેના બધા નજીકના મિત્રો આ લગ્નથી ખૂબ ખુશ છે. તે જ સમયે, ઘણાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ આ ખાસ લગ્ન અને વિશેષ વાર્તા પર પ્રતિસાદ આપવાથી પોતાને રોકી શકતા નથી. શાયોને એક ટ્વીટ દ્વારા પણ જણાવ્યું હતું કે ટ્વિટર પર આ પોસ્ટ પર તેને કેટલી લાઈક્સ મળી છે.

અન્ય એક ટ્વિટમાં શેયોન લખે છે ‘અભિનંદન બદલ તમારો આભાર. મને ખબર નહોતી કે જ્યારે હું જીવનની આ વસ્તુ શેર કરીશ ત્યારે તેના પર 6 હજારથી વધુ લાઇક્સ મળશે. પોતાના ટ્વિટમાં તેણે આ કપલનો નવો ફોટો પણ શેર કર્યો છે.

image source

2019માં આનાથી પણ હટકે એક લવ સ્ટોરી સામે આવી હતી. અમેરિકાનું એક કપલ ખુબ જ ચર્ચાયું હતું. આ કપલ છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ બંનેએ આખરે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે, અમે જે કપલની વાત કરી રહ્યા છીએ તેઓ 20 કે 25 વર્ષનાં વયસ્ક નથી, પરંતુ 100 વર્ષનાં વૃદ્ધ છે. આ કપલ અમેરિકાના ઓહિઓ શહેરમાં રહે છે. તેમાં જૉનની ઉંમર 100 વર્ષની છે. અને તેમના પત્ની ફીલીસની ઉંમર 102 વર્ષ છે.

image source

જો બન્નેની મુલાકાત વિશે વાત કરીએ તો 2018ના વર્ષમાં એક કાર્યક્રમમાં થઈ હતી. ત્યારે બંને એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. ડેટ કરતાં કરતાં દોસ્તી થઈ ગઈ અન દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ બંને વૃદ્ધ દંપત્તિએ લગ્ન કરી લીધા હતા. હકીકતમાં જૉન આર્મીમાં હતા અને તેમણે બીજા વિશ્વયુદ્ધમાં લડાઈ કરી હતી. લગભગ 10 વર્ષ પહેલાં તેમની પત્નીનું નિધન થયુ હતુ. જ્યારે બીજી તરફ ફિલીસના પતિનું પણ 15 વર્ષ પહેલાં અવસાન થયુ હતુ. બંને વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વીતાવી રહ્યા હતા. જ્યારે 102 વર્ષીય ફિલીસની મુલાકાત જૉન સાથે થઈ ત્યારે તે વર્જીનિયામાં રહેતા હતા. ફિલીસ આ વર્ષે જ 8 ઓગષ્ટે 103 વર્ષનાં થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version