Site icon News Gujarat

અમદાવાદમાં આગામી 7 દિવસ સુધી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો રહેશે બંધ, સંપૂર્ણ લોકડાઉન

સંપૂર્ણ લોકડાઉન અમદાવાદ

image source

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે કથળતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કોરોના વાયરસને અટકાવવા માટે અમદાવાદનો ચાર્જ ડૉ.રાજીવ ગુપ્તાને સોપવામાં આવ્યો છે જેઓ વન વિભાગના અધિક મુખ્ય સચિવ છે. આ સાથે જ અમદાવાદના કમિશનર વિજય નેહરાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા તેમના સ્થાને નવા કમિશનર તરીકે મુકેશ કુમારની નિમણુક કરવામાં આવી છે ત્યારે ડૉ.રાજીવ ગુપ્તાએ ચાર્જ હાથમાં લીધાના પહેલા દિવસથી જ કડક પગલાઓ લેવાના શરુ દીધા છે.

આ નિર્ણયમાં સૌપ્રથમ પગલું એ છે કે, આજની મધ્ય રાત્રીથી લઈને આવનાર ૭ દિવસ સુધી અમદાવાદના તમામ વિસ્તારોમાં કરવામાં આવતી હોમ ડીલીવરી સર્વિસ રદ્દ કરી દેવામાં આવી છે. આ સાત દિવસ દરમિયાન ફક્ત દૂધ અને દવાઓની જ હોમ ડીલીવરી કરી શકાશે. અન્ય બધી જ વસ્તુઓની ડીલીવરી બંધ કરી દેવામાં આવી છે. તેમજ શાકભાજી, ફળ, કરિયાણાની દુકાનોને પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આવી રીતે અમદાવાદમાં આવનાર સાત દિવસો સુધી સજ્જડ બંધ લોકડાઉન જાહેર કરીને કોરોના વાયરસની પરીસ્થિતિ પર નિયંત્રણ લાવવા તરફ પગલાં ભરવાની શરુઆત કરી દેવામાં આવી છે.

image source

ડૉ.રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારએ આજ રોજ હાઈ કમાંડની એક મીટીંગનું આયોજિત કટી હતી. આ મીટીંગમાં ડૉ. રાજીવ ગુપ્તાએ સૌપ્રથમ ડે.મ્યુનિસિપલ કમિશનરની પુછપરછ કરી હતી. ત્યાર પછી ડૉ.રાજીવ ગુપ્તાએ અમદાવાદ શહેર માટે કપરા નિર્ણયો લેવાનો હુકમ આપી દીધો છે. ડૉ.રાજીવ ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારએ સાથે મળીને પ્રથમ દિવસે જ આવનાર એક અઠવાડિયા સુધી આખા અમદાવાદ શહેરમાં હોમ ડીલીવરી સર્વિસને સંપૂર્ણ બંધ કરી દીધી છે. તેમજ ફક્ત દૂધ અને દવાઓની જ હોમ ડીલીવરી સર્વિસને પરવાનગી આપવામાં આવી છે.

આ મીટીંગમાં અમદાવાદ શહેરના બધા જ ૪૮ વોર્ડ માટે કંટેનમેન્ટ સ્ટ્રેટજી પ્રમાણે અનુસરવા માટે હુકમ આપવામાં આવ્યા છે. ડૉ.રાજીવ ગુપ્તા અને મુકેશ કુમારએ અમદાવાદની પરીસ્થિતિને સંભાળતા એક પછી એક એમ કપરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમજ અમદાવાદની ૯ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી દેવામાં આવશે. અમદાવાદના બધા જ ઝોનમાં આવેલ ૩ સ્ટાર હોટલનો દરજ્જો ધરાવતી હોટલને કોરોના વાયરસના દર્દીઓ માટે રાખવામાં આવશે.

image source

ઉપરાંત પ્રાઈવેટ હોસ્પિટલ અને નર્સિંગ હોમને બે દિવસનો સમય આપ્યો છે જેથી કરીને તેઓ આ સમયે કોરોના વાયરસ સામે ચાલી રહેલ લડતમાં સાથ આપી શકે. પણ જો કોઈ હોસ્પિટલ કે નર્સિંગ હોમ આમ કરવાની ના પાડે છે કે પછી હુકમ નું ઉલ્લઘન કરશે તો તેવા નર્સિંગ હોમ અને પ્રાઈવેટ હોસ્પીટલના લાઈસન્સ કેન્સલ કરી દેવામાં આવશે. આજની મળેલ મીટીંગ આ રીતના નિર્ણયો લેવામાં આવ્યા આ સાથે જ આવી કાલે પણ ફરીથી નવી સ્ટ્રેટેજી સાથે મીટીંગ મળવાની છે.

આ સાથે જ અમદાવાદ શહેરમાં આવેલ કેટલીક હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી છે. જે આ મુજબ છે:

image source

– શ્યામલ ચાર રસ્તા પર આવેલ પારેખ હોસ્પિટલ,

-રખિયાલ વિસ્તારની નારાયણી હોસ્પિટલ,

-વાસણા વિસ્તારની જીવરાજ મહેતા હોસ્પિટલ,

-નરોડા વિસ્તારની GCS હોસ્પિટલ,

-નિકોલ વિસ્તારની કોઠીયા હોસ્પિટલ,

image source

-નવરંગપુરા વિસ્તારની શુશ્રુષા હોસ્પિટલ,

-પાલડી વિસ્તારની બોડીલાઈન હોસ્પિટલ.

image source

ઉપરોક્ત હોસ્પિટલને ડેજીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version