7 મહિનાથી બંધ કરાયેલી સ્કૂલો અંગે શિક્ષણમંત્રીની મોટી જાહેરાત, ગુજરાતમાં દિવાળી પછી પાક્કું શાળાઓ ખુલી જશે

બધાને સારી રીતે યાદ હશે કે કોવિડ-19ને કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો માર્ચ-2020થી બંધ કરવામાં આવી હતી. છેલ્લા 7 મહિનાથી બંધ કરાયેલી સ્કૂલો ફરીથી ચાલુ કરવા માટે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. જો કે ઘણા નૌટંકી વિદ્યાર્થીઓને તો એ પણ યાદ નહીં હોય કે તે છેલ્લે કઈ શાળામાં ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ બાળકોને લગતા કોમેડી વીડિયો અને શાળાઓ પર જોક્સ બનીને શેર કરવામાં આવી રહ્યા હતા. એવામાં આ બધાની વચ્ચે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી પછી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય આરંભ કરવાનો નિર્ણય લેવાયો છે.

image source

શિક્ષણમંત્રીએ જાહેરાત કરી કે પ્રથમ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો ચાલુ કરવાની વિચારણા છે, આમ છતાં આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા પછી અંતિમ નિર્ણય લેવાશે. રાજ્ય કેબિનેટની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો ચાલુ કરવાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓએ તેમના અભિપ્રાયો આપ્યા હતા. છેવટે માર્ચ-2020થી બંધ કરાયેલી સ્કૂલો ફરી વખત ચાલુ કરવા માટે કેબિનેટે મંજૂરી આપી હતી. જોકે કોવિડ-19થી હજુ સુધી સંપૂર્ણપણે મુક્તિ મળી ન હોવાથી શાળાઓ ચાલુ કરવા માટે કયા પ્રકારના નિયમો તૈયાર કરવા એનું પહેલા આયોજન કરવાનું નક્કી થયું હતું.

image source

જો કે હજુ પણ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી સહિત ટોચના અધિકારીઓ સાથે એક બેઠક યોજાશે. આ બેઠકમાં શાળાઓ ચાલુ કરવા માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે, એનો એક એક્શન પ્લાન તૈયાર કરાશે.

image source

આ એક્શન પ્લાનના પાલન સાથે શાળાઓ ચાલુ કરાશે, એમ મંત્રી ચૂડાસમાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શાળાઓ ચાલુ કરતાં પહેલાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન જેવી બાબતોનું તો ફરજિયાત પાલન કરાશે.

image source

આ સિવાય એવી પણ સુચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પાણી-નાસ્તા બાબતે, બેઠક વ્યવસ્થા, એક રૂમમાં કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો, બાકીના વિદ્યાર્થીઓની વ્યવસ્થા કઇ રીતે કરવી, ઓડ-ઇવન સિસ્ટમ ગોઠવવી કે પછી એક જ દિવસે સવારે-બપોરે એ રીતે વિદ્યાર્થીઓને બોલાવવા આ બાબતે વિચારણા થશે. આવી અનેક બાબતોનું પાલન કઇ રીતે કરવાનું થશે, એની ગાઇડલાઇન્સ આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા પછી તૈયાર થશે.

image source

આ પહેલાં આવી ધારણાઓ હતી કે, ગુજરાત સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ. 9-12 ના વિદ્યાર્થીઓને બોલાવવામા આવી શકે છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામા લેવાય છે. તે આવતા વર્ષે મે મહિનામા યોજાય તેવી શક્યતા છે. તેમ સુત્રોને કહેવુ છે.

image source

અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી ,તે જૂન 2021માં લેવાઇ શકે છે એક એવી પણ અટકળ લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત