ઓ બાપ રે! આ નાની એવી બાળકી છે ફક્ત 7 વર્ષની, અને એક ઝાટકામાં ઉપાડી છે 80 કિલો વજન

મિત્રો અને સજ્જનો, આજના સમયમા લોકો જે કાર્ય મુશ્કેલ છે અને અસંભવ છે તેવા કાર્ય પણ સરળતાથી કરી નાખે છે અને પોતે સમગ્ર વિશ્વમા પોતાની એક વિશેષ છાપ ઉભી કરે છે. લોકો તે કાર્યને સંભવ બનાવવા કેટલા પ્રયત્નો અને કોશિશ કરતા હોય છે અને ઘણીવાર તેઓ નિષ્ફળ પણ થાય છે પરંતુ, તેઓ હાર માનતા નથી અને સતત પ્રયત્નો કર્યા જ કરે છે અને ચાલુ રાખે છે અને એક દિવસ તે અવશ્ય પૂર્ણ કરે છે.

image source

દુનિયામા દરરોજ એવા નવા-નવા કિસ્સાઓ બનતા હોય છે, જેને જોઈને આપણુ મગજ પણ ચકરાવે ચડી જતુ હોય છે અને તેના પર વિશ્વાસ થતો નથી. આવો જ એક કિસ્સો કેનેડામાં બન્યો છે. કેનેડાની એક ૭ વર્ષિય છોકરી રોરી વૈન અલ્ફનીએ ખુબ જ નાની ઉંમરમા સખત પરિશ્રમ કરીને ૮૦ કિગ્રા જેટલો વજન ઉપાડ્યો છે અને તે તેના માટે રમત જેવી વાત બની ચુકી છે, તેણી નો આ ટેલેન્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વાત આજે હેડલાઈન બની ચુકી છે.

image source

સુત્રો તરફથી મળેલા રીપોર્ટ મુજબ આ ૭ વર્ષ બાળકીએ આ આવડત ફક્ત બે વર્ષની ટ્રેનિંગ અને મહેનત દ્વારા પ્રાપ્ત કરી છે. તેણે પોતાના પાંચમાં જન્મદિવસથી જ વજન ઉંચકવાની ટ્રેનીંગ શરૂ કરી હતી અને તેને આ કાર્ય કરવુ ખુબ જ પંસદ હતુ. તેણીએ બે વર્ષમા કેટલાય એવોર્ડ પણ જીત્યા છે અને તેમાં સફળતા પણ મેળવી છે. જેના કારણે તેણે દુનિયામા એક વિશેષ છબી બનાવી છે.

image source

મજેદાર વાત તો એ છે કે, રોરી નુ ઈનસ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે, જે તેના માત-પિતા ચલાવે છે. તેના માતા-પિતા પોતાની દિકરીના આ વીડિયો વારંવાર ઈનસ્ટાગ્રામ પર શેર કરતા હોય છે. આ વિડિયોઝને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. રોરી એ ફક્ત ૭ વર્ષની ઉમરમા એક વિશેષ ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે.

image source

તે લોકોને જણાવે છે કે, મને મજબૂત અને તંદુરસ્ત રહેવુ ખૂબ જ પસંદ છે. મારી ફીટ બોડી જ મને હજૂ પણ વધારે મહેનત કરવાની પ્રેરણા મળે છે. તે જણાવે છે કે, હું જ્યારે પણ કોઈ સાથે સામનો કે ટક્કર લઉ ત્યારે તે સમયે પરિણામ વિશે વિચારતી નથી. મારુ મગજ હમેંશા મારે સફળતા મેળવવા કેટલી મહેનત કરવી પડશે તે વિચાર કર્યા રાખે છે, આ સિવાય મને બીજો કશો વિચાર જ નથી આવતો. હુ દ્રઢ નિશ્ચય સાથે મારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરુ છુ અને મારી દ્રઢ નિશ્ચયશક્તિ જ મને સફળતા મેળવવા માટે સહાયરૂપ સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત