આ કાકાને સો-સો સલામ, 40 વર્ષથી ભુખ્યાને આપે છે ભોજન, પૈસાનું કોઈ જ ટેન્શન નહીં, હોય તો આપવાના નહીં તો ચાલશે

ફાઈવ સ્ટાર હોટલમાં જમ્યા પછી પણ સંતોષનો ઓડકાર ન આવે તેવો ઓડકાર કોઈ કાકાના હાથે બનાવેલાં ભોજનમાં આવે એવું કોઈ કહે તો તમને કેવું લાગે, સ્વાભાવિક છે કે તમે પહેલાં તો માનશો નહીં. કારણ કે ક્યાં એક કાકા અને ક્યાં ફાઈવ સ્ટાર હોટલની ચમકદમક. પરંતુ આ સાચી હકીકત છે.

image source

કારણ કે અમુક ભોજન સેવા અને લાગણીથી એટલું સરસ રીતે પીરસાતું હોય કે એ જમીને કઈક અલગ જ ઓડકાર આવતો હોય છે. તો આવો જાણીએ એક આવા જ કાકા સાથે. ‘અન્નદાન એ મહાદાન’આ કહેવત ખુબ જ લોકોના મોઢે તમે સાંભળી હશે. પરંતુ તેને સાર્થક થતી જોવી હોય તો તમારે મોરબીમાં બચુકાકા કા ઢાબા માં જવું પડશે.

image source

એક 72 વર્ષના બચુકાકા 40 વર્ષથી ભુખ્યાઓને ભોજન આપે છે અને સેવાનું કામ કરી રહ્યા છે. મોરબીના આ ઢાબા પર પૈસા હોય કે ના હોય પણ જમીને ફરજિયાત જવાનું. યુવાનીમાં ભોજનાલય શરૂ કરવાનું અધરું સપનું જોઈ ચુકેલા 72 વર્ષીય બચુકાકા પટેલ મોરબીની ફુટપાથ પર 40 વર્ષથી આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

image source

બચુકાકા કા ઢાબામાં આટલી મોંઘવારી વચ્ચે પણ માત્ર 20 રૂપિયામાં ફુલ થાળી જમવા આપવામાં આવે છે. 72 વર્ષીય બચુકાકા જણાવી રહ્યા છે કે જમ્યા પછી 20 રૂપિયા હોય તો ભલે નહીંતર 10 પણ ચાલે અને પૈસા ન હોય તો પણ ચાલે. પૈસાની કોઈ જ ચિંતા કર્યા વગર બસ તમે શાંતિથી જમો.

image source

ફાઈવ સ્ટાર હોટલમાં જમ્યા પછી પણ સંતોષનો ઓડકાર ન આવે તેવો બચુકાકાએ હાથે બનાવેલાં ભોજનમાં આવે છે તેવું અહીં જમતા લોકોનું કહેવું છે. લોકો જમતાં જાય અને બચુકાકા ગરમ-ગરમ રોટલીઓ ખવડાવતાં જાય. ગત્ત વર્ષ સુધી બચુકાકા સાથે તેમના ધર્મપત્ની પણ હતા. જે તેમના હાથે રસોઈ બનાવી લોકોને જમાડતાં પરંતુ વિધિની વક્રતા કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. એકલું જીવન જીવતાં બચુકાકા પત્નીની વાત કરતાં રડી પડે છે, કાકા તેમને પોતાની અન્નપુર્ણા માને છે.

image source

કોઈ ના પેટ ની જઠ્ઠરાગ્ની ઠારવી એના થી મોટું પુણ્યનું કામ બીજું શું હોઈ શકે. એવા વિચારથી જીવતા બચુકાકા પોતે જ ફકીર જેવી જિંદગી જીવે છે. સવારે 10.30 વાગ્યથી શરૂ કરી સાંજે ચાર વાગ્યા સુધી ભોજનનો આ સેવાયજ્ઞ મોરબીમાં ચાલે છે. જાતે જ શાકભાજી અને કરિયાણું લાવી રસોઈ બનાવી રોજના 70થી વધુ લોકોને બચુકાકા જમાડે છે. અહિં કોઈ પૈસા આપીને જાય તો કોઈ વગર પૈસે ભરપેટ જમીને જાય છે.

image source

ત્યારે હાલમાં આ બચુકાકાની સ્ટોરી ભારે વાયરલ થઈ રહી છે અને લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે બીજા લોકોને પણ આ બચુકાકામાંથી પ્રેરણા મળે એવી આશાઓ સેવાઈ રહી છે. મોરબીના લોકો આ કાકાને ત્યાં જાય છે અને ભોજનનો લાબ છે. કાકાનો કોઈ બીજો આવકનો સ્ત્રોત છે કે કેમ એ અંગે હાલમાં કોઈ બીજી માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ આ કાકાની હાલમાં ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત