Site icon News Gujarat

ઈંફોસિસ કંપનીના કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં થયો વધારો, એક વર્ષમાં સંખ્યા થઈ 64થી 74

કોરોના વાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તેના કારણે અને વૈશ્વિક સ્તરે આ મહામારીએ જે તારાજી સર્જી છે તેના કારણે અર્થવ્યવસ્થા ભયંકર મંદી તરફ આગળ વધી રહી છે.

image source

હાલ નિષ્ણાંતો પણ ભારત સહિત દરેક દેશમાં મંદી સર્જાવાની ભીતિ વ્યક્ત કરી ચુક્યા છે. તેવામાં અનેક કંપનીઓમાં કર્મચારીઓની છટણી શરુ થઈ ચુકી છે. જેના કારણે ખાનગી કંપનીઓમાં નોકરી કરતાં લોકો નોકરી ગુમાવી દેવાના ભયથી પરેશાન છે. નોકરી પર અનિશ્ચિતતાના વાદળ ઘેરાયેલા છે અને લોકોમાં નિરાશા છવાયેલી છે તેવામાં એક સારા સમાચાર પણ મળી રહ્યા છે. આ સારા સમાચાર મળી રહ્યા છે ઈંફોસિસ કંપની તરફથી.

image source

દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈંફોસિસમાં વર્ષ 2019-20માં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 64 કરોડપતિ કર્મચારીઓની સરખામણીમાં હવે કરોડપતિ ક્લબમાં કર્મચારીઓની સંખ્યા 74 થી ગઈ છે. ઈન્ફોસિસની વાર્ષિક રિપોર્ટમાં દર્શાવેલી આ યાદીમાં કંપનીના વાઈસ પ્રેસિડેંટ અને સીનિયર વાઈસ પ્રેસિડેંટ સુધીના 74 અધિકારીઓનો સમાવેશ થાય છે.

ઈન્ફોસિસમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યા વધવાના કારણે તેને મળતા સ્ટોક ઈન્સેંટિવની વેલ્યૂ પણ વધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંફોસિસના ચેરમેન નંદન નીલેકણીએ સ્વેચ્છાએ પોતાની સેવા માટે કોઈ સેલેરી લીધી નથી. ગત વર્ષે ઈન્ફોસિસના બોર્ડએ પોતાના કર્મચારીઓને કરોડો રૂપિયાના શેર દેવાનો પ્લાન આગળ વધાર્યો હતો.

image source

પરફોર્મસના આધાર પર કર્મચારીઓને ઈન્સેંટિવના નવા પ્રોગ્રામ હેઠળ શેર આપવાના પ્રસ્તાવ પર શેરધારકોની મંજૂરી મળી જતા સ્ટોક ઓનરશિપ પ્રોગ્રામ લાગૂ કરવામાં આવ્યો. વર્ષ 2015ની યોજના અનુસાર ઈન્ફોસિસ સમયના આધારે શેર આપતી હતી પરંતુ હવે પરફોર્મસના આધારે આપવામાં આવે છે.

image source

ઈંફોસિસના સીઈઓ સલિલ પારેખના વેતન પેકેજમાં વર્ષ 2019-20માં અંદાજે 39 ટકાની વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિ પછી તે હવે 34.27 કરોડ રૂપિયા પર પહોંચ્યા છે. વર્ષ 2018-19માં પારેખની સેલેરી 24.67 કરોડ રૂપિયા હતી. 2019-20 માટે કંપનીની વાર્ષિક રિપોર્ટથી જાણવા મળ્યું કે તેમની કુલ આવકમાં 16.85 કરોડ રૂપિયાથી સ્ટોકથી વધી 17.04 કરોડ રૂપિયા અને 38 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version