Site icon News Gujarat

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં 76 સાક્ષીની જુબાની પૂર્ણ, ફેનિલને ફાંસીના માંચડે ચડાવવાની મજબુત કામગીરી

સુરતના શહેરના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આવતીકાલે વધુ 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્યાર સુધીમાં તમામ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો છે. છેલ્લી જુબાની હત્યામાં વપરાયેલું ચપ્પુ જે દુકાનમાંથી ખરીદવામાં આવ્યું હતું તેની લેવામાં આવી હતી. જેમાં ફેનિલે પ્રોટેક્શન માટે ચપ્પુ લેતો હોવાનું દુકાનદારને જણાવ્યું હતું કે, આ ચપ્પુ ફેનિલે પ્રોટેક્શ માટે હોવાનું કહીને ખરીદ્યું હતું.

image source

પાસોદરનામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુનો ઘા મારી જાહેરમાં તેની હત્યા કરી નાખી હતી. જેની સમગ્ર ગુજરાતમાં ભારે અસર પડી હતી. હત્યારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યાં અનેક લોકો હાજર હોવા છતા કોઇ ગ્રીષ્માને બચાવી શક્યા નહોતા. જો કે પોલીસે આરોપીને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. હાલ તે અંગે ઝડપથી ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં આ કેસમાં ગ્રીષ્મા તથા ફેનિલના કોલેજના મિત્રો સહિત કુલ 11 લોકોની જુબાની પણ લેવામાં આવી હતી.

image source

ટ્રાયલ દરમિયાન હત્યા સમયે હાજર ગ્રીષ્માના કાકાની જુબાની લેવામાં આવી હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરતપાસ કરી હતી જ્યારે આરોપી પક્ષે એડવોકેટ ઝમીર શેખે ઉલટ તપાસ કરી હતી.એક સાક્ષીએ કોર્ટમાં કહ્યું કે ફેનિલ અગાઉ કાર ચોરીના કેસમાં પકડાયો હતો. પોલીસે તેની અટક કરી હતી. તેણે કહ્યું કે ગ્રીષ્માના ઘરવાળા જ્યારે આવ્યા ત્યારે હું પણ ગયો હતો અને ફેનિલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હું ગુસ્સે પણ ભરાયો હતો.

અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની પુર્ણ થઇ ચુકી છે. જો કે આવતીકાલે સોમવારે વદારે 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 190 સાક્ષીઓ આ કેસમાં છે. સરકારના પક્ષે મુખ્ય જિલ્લાઅધિકારી વકીલે સાક્ષીઓની સરતપાસ હાથ ધરી હતી. આ અંગે ગ્રીષ્માના ભાઇ સહિત તેના કાકા અને અન્ય પરિવારના લોકો કે જે સ્થળ પર હાજર હતા તેમની સાક્ષી લેવામાં આવી હતી.

 

 

 

Exit mobile version