76 વર્ષના નટુકાકાએ કેન્સરને હરાવી દીધું, 10 દિવસમાં ફરીથી જોવા મળશે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં!

છેલ્લા 12-12 વર્ષથી લોકોને ખડખડાટ હસાવનારો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક રીતે ફેમસ છે. તેનું એક એક પાત્ર કંઈક વિશેષ રીતે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એ પછી જેઠાલાલ હોય કે બબીતાજી. ત્યારે હાલમાં વાત કરવી છે નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકની. કે જેઓ ફરીથી કામ શરૂ કરવા માગે છે. સાત સપ્ટેમ્બરના રોજ ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આઠ ગાંઠો કાઢવામાં આવી હતી. સતત સારવાર બાદ હવે તેમની તબિયત સુધારા પર છે. તેઓ હવે ‘તારક મહેતા..’ના સેટ પર પરત ફરવા ઈચ્છે છે.

image source

ત્યારે આવો વિગતે વાત કરીએ કે હવે શું કહે છે નટુકાકા. નટુકાકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કીમોથેરપીથી લઈ રેડિયેશન સહિતની તમામ સારવાર પૂરી થઈ ગઈ છે અને હવે તે એકદમ ઠીક છે. ઓપરેશનને કારણે નટુકાકા ઘણાં વીક થઈ ગયા છે. હવે હું પૂરી રીતે ફિટ થઈ ગયો છું. મારા શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પ્રોબ્લેમ નથી. બસ હવે હું મારા પ્રોડ્યૂસર તથા ડાયરેક્ટર બોલાવે તેની રાહ જોઈ રહ્યો છું. હું શોનું શૂટિંગ તથા ટીમ મેમ્બર્સને ઘણાં જ યાદ કરું છું. વાતચીત ચાલી રહી છે અને ટીમ મેમ્બર્સ પણ મારી રાહ જોઈ રહ્યાં છે.

image source

આગળ વાત કરતાં નટુકાકાએ કહ્યું કે-મારા ચાહકો પણ મારી રાહ જોઈ રહ્યાં છે. મને આશા છે કે જો બધું જ યોગ્ય રહ્યું તો હું આગામી 7-10 દિવસની અંદર શૂટિંગ ચાલુ કરી દઈશ. ટીમે હાલમાં જ મારી લેટેસ્ટ તસવીરો ક્લિક કરી હતી અને તેમને હું પૂરી રીતે પર્ફેક્ટ લાગ્યો છું.

image source

જો કે, અસિતસર કોરોના પોઝિટિવ હોવાથી તેઓ હાલમાં કોઈની સાથે વધુ વાત કરતા નથી. મેં તેમની સાથે વાત કરી નથી પરંતુ ડાયરેક્ટર સાથે ચર્ચા ચાલી રહી છે. દિલીપ જોષી (જેઠાલાલ) સાથે ફોન પર વાત થાય છે. તેમણે કહ્યું હતું કે ગડા ઈલેક્ટ્રોનિક્સ તમારી રાહ જુએ છે.

image source

તેમજ નટુકાકા ડરની વાત વિશે વાત કરે છે કે, બસ ડર એ વાતનો છે કે ક્યાંક સીનિયર સિટીઝનના કામ પર નવા નિયમોને કારણે મારું કામ અટકી ના પડે. જોકે, હું ઘણો જ હકારાત્મક છું. પોતાની ટ્રીટમેન્ટ અંગે ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ‘કીમોથેરપીથી લઈ રેડિયેશન સહિતની મારા ગળાની તમામ પ્રકારની સારવાર પૂરી થઈ ગઈ છે. હવે હું એકદમ ચોખ્ખું બોલી શકું છું. હા, કેટલાંક ફિઝિયોથેરપી સેશન્સ ચાલી રહ્યાં છે, જેને કારણે મને ઘણો જ આરામ છે. છેલ્લે મારા જેટલાં પણ રિપોર્ટ કરાવવામાં આવ્યા તે તમામ નેગેટિવ આવ્યા છે.

image source

ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લૉકડાઉન બાદથી શરૂ થયેલા એપિસોડમાં નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક જોવા મળતા નહોતા. શરૂઆતમાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે, 65 વર્ષથી વધુ ઉંમરના એક્ટર્સ તથા ક્રૂ મેમ્બર્સ સેટ પર આવી શકે તેમ નહોતા અને આથી જ ઘનશ્યામ નાયક સેટ પર આવ્યા નહોતા. જ્યારે પરવાનગી મળી ત્યારે ઘનશ્યામ નાયકની તબિયત સારી નહોતી અને તેથી તેઓ શૂટિંગ માટે આવી શકે તેમ નહોતા. નટુકાકાને ગળામાં ગાંઠ થઈ છે અને તેથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉકટર્સે ઓપરેશન કરવાનું કહ્યું હતું. છેલ્લાં થોડાં દિવસથી ગળામાં ગાંઠ હોવાને કારણે ઘનશ્યામ નાયકની તબિયત ઘણી જ ખરાબ થઈ હતી અને ડૉક્ટર્સે છ સપ્ટેમ્બરના રોજ સર્જરી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત