આજથી 18+ને વેક્સિનેશન: અમદાવાદમાં 76 ખાનગી-મ્યુનિસિપલ સ્કૂલો સહિત 80 સેન્ટરની યાદી જાહેર, જાણી લો બીજી A TO Z માહિતી

આજથી 18+ને વેક્સિનેશન!અમદાવાદમાં 76 ખાનગી-મ્યુનિસિપલ સ્કૂલો સહિત 80 સેન્ટરની યાદી

રાજ્યમાં અમદાવાદ શહેર સહિત 10 શહેરોમાં આવતીકાલથી 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત થશે. ત્યારે અમદાવાદ શહેરમાં 76 ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો તેમજ કોમ્યુનિટી હોલ સહિત મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે મળી કુલ 80 જેટલા સ્થળે રસી આપવામાં આવશે.

image source

જે પણ વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને જે સમય અને સ્થળ નક્કી હશે, ત્યારે જ રસી આપવામા આવશે. વેક્સિનેશન કેન્દ્ર પર ઓનલાઇન સ્પોટ રજિસ્ટ્રેશનની કોઈ વ્યવસ્થા નથી. રસી લેવા આવનાર વ્યક્તિએ પોતાની ઓળખ માટે આધારકાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ લાવવાનું રહેશે. આ ઉપરાંત વેક્સિનેશનને લગતી જરૂરી માહિતી નીચે મુજબ છે. રાજ્ય સરકાર તરફથી ગુજરાતના 10 જિલ્લા; અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલથી 18થી 44 વર્ષની વયના યુવાનોને વિનામૂલ્યે વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને SMSથી વેક્સિનેશનની જાણ કરાશે. જેમને SMS મળશે તે જ યુવાનો વેક્સિન લઈ શકશે. જેમને SMS મળશે તેમણે SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને વેક્સિન લેવાની રહેશે.

image source

વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત

વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જઈ શકશે. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે યુવાનોને પોતાની વયનો પુરાવો જણાય તેવા ઓળખકાર્ડ; આધાર કાર્ડ, વૉટર્સ કાર્ડ, પાસપોર્ટ જેવા સાથે રાખવા જરુરી છે.

વેક્સિનેશન અંગે જાણવા જેવું

1. તો શું 45 પારના લોકોનું વેક્સિનેશન અટકી જશે?

ના, તેમનું વેક્સિનેશન ચાલુ રહેશે. પણ સરકારના પ્રયાસો રહેશે કે વધુને વધુ યુવા લોકોને કોરોના સામે રક્ષણ આપી શકાય.

2. સરકાર પાસે હાલ કેટલા ડોઝ ઉપલબ્ધ છે?

image source

સરકાર પાસે અત્યારે અંદાજે 8.35 લાખ ડોઝ ઉપલબ્ધ છે. 15 મે સુધીમાં વધુ 11 લાખ ડોઝ મળશે એવી અપેક્ષા છે. સરકારના પ્રયાસો છે કે અઢી કરોડ ડોઝનો જે ઓર્ડર આપ્યો છે એ પણ જલદી મળી જાય. જે બોલ્ડ લેટર્સમાં લખ્યું છે એ ટેકનિકલી સાચું કહેવાશે નહીં. કારણ કે દરરોજ રસીનો વપરાશ થશે એટલે એટલાં ડોઝ ઘટતાં જશે. એટલે અંદાજે 18 લાખ ડોઝ થઇ જશે તેવું કહી શકાય નહીં. એક વસ્તુ ઉમેરી શકાશે કે કેન્દ્ર 45થી વધુ વયના નાગરિકો માટે અલગથી રસીનો જથ્થો સમયાંતરે ઉપલબ્ધ કરાવતી રહેશે જેથી તેમનું રસીકરણ અટકે નહીં.

3. હાલ રાજ્યના 10 જિલ્લામાં રસી અપાશે. આ કયા જિલ્લા છે?

સરકારે સૌથી વધુ સંક્રમિત હોય એવા રાજ્યના 10 જિલ્લાની યાદી બનાવી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ,. મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. કારણ કે રાજ્યના કુલ કેસના 69% આ જિલ્લામાં છે. રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ મોતના 53% પણ આ જિલ્લામાં જ નોંધાય છે.

4. અત્યાર સુધી કેટલા લોકોને રસી મળી છે?

ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆતમાં 1.27 કરોડ ડોઝ મળ્યા હતા. એમાંથી અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જે કુલ વસ્તીના 18.3 ટકા છે. એમાંથી 95.64 લાખ લોકોને પહેલો અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે.

image source

5. કેવી રીતે રજિસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ બુક થશે?

જેમણે cowin.gov.in પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને રસીકરણનું શિડ્યુલ બુક કર્યું હશે તેમને રસી અપાશે. રસીકરણ માટે SMSથી જાણ થશે અને આ SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. જે લોકોને SMS મળશે તેને ID કાર્ડ રજૂ કર્યા બાદ રસી અપાશે.

ચાલો, વેક્સિન લઈએ, જેથી નવરાત્રિ સુધીમાં આપણે સૌ કોરોનામુક્ત થઈ જઈએ.

1લી મે એટલે કે ગુજરાત દિવસ. દરેક ગુજરાતી માટે ઐતિહાસિક દિવસ. પણ આ વખતે તે આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ દિવસ બનવા જઈ રહ્યો છે. આજથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થશે. ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા અંદાજે 4.50 કરોડ છે. એમાંથી 1.20 કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે. હવે સવા ત્રણ કરોડ બચ્યા છે.

તો ચાલો, આજે ગુજરાત દિવસે સંકલ્પ લઈએ કે હું તો વેક્સિન લઈશ જ સાથે મારા પરિવારજનો, સગાં-સંબંધી, મિત્રો સહિત દરેકને વેક્સિન લેવા માટે પ્રેરિત કરીશ. કારણ કે આપણે હવે કોરોનામુક્ત બનવાનું છે. જેથી 5 મહિના પછી આપણે સૌ સાથે મળીને નવરાત્રિમાં ગરબા રમી શકીએ અને સાથે મળીને મા આદ્યશક્તિની આરાધના કરી શકીએ. આપણે કોઈપણ હિસાબે 100 ટકા વેક્સિનેશનનું લક્ષ્યાંક હાંસલ કરવાનું છે. તેની શરૂઆત જાતે રસી લઈને કરીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *