અ’વાદનો ખતરનાક કિસ્સો, માત્ર 7 વર્ષની બાળકીએ ફોનમાં પોર્ન વીડિયો જોઈને માતા-પિતાને ન પૂછવાનો સવાલ પૂછ્યો

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ નાના બાળકો અને વૃદ્ધોને વધારે સાવચેતી રાખવાનું કેહવામાં આવે છે, કારણ કે તેમના માટે આ વાયરસ વધારે જોખમી સાબિત થઈ શકે છે અને જેના કારણે બાળકો ઘરની બહાર ન નીકળે એટલા માટે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું. પણ જેમ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. એ જ રીતે આ એજ્યુકેશનની બીજી બાજુ પણ હવે પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે એવું હોય કે ઘરમાં નાનાં બાળકો હોય છે ત્યાં મા-બાપ સંતાનને બધી જ સુવિધાઓ આપવા માટે તૈયાર થઈ જાય છે.

image source

આ બધાની વચ્ચે હાલના વ્યસ્ત સમયમાં મા-બાપ બાળકોને મોબાઈલ આપીને પોતાની જવાબદારીમાં છૂટીને પોતાનાં કામમાં વ્યસ્ત થઈ જાય છે, પરંતુ એનું ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે એવું મનાતું હતું, પણ હવે એવું કંઈક બન્યું કે જે આવા મા-બાપ માટે જાગ્રત થવું જરૂરી બન્યું છે. તો આવો આ કિસ્સા વિશે વિસ્તારથી વાત કરીએ.

લોકડાઉનમાં પરિવારના દરેક લોકો સ્માર્ટફોન પર વધુ આધારિત બન્યા હતા. એમાં પણ જ્યારથી ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું ત્યારથી બાળકો સૌથી વધુ સમય મોબાઈલમાં આપવા લાગ્યાં છે, પણ એની સાથે માતા-પિતા પોતાનું બાળક મોબાઈલમાં શું કરે છે એ જોવાનું ભૂલી ગયાં છે. આ વાત છે અમદાવાદની કે જ્યાં એક 7 વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં વીડિયો જોતી હતી. ખાલી વીડિયોની વાત નથી આ તો પોર્ન સાઈટનો વીડિયો જોતી હતી. ખાલી જોતી હતી એવું પણ નથી.

image source

એક દિવસ તો હદ થઈ ગઈ કે બાળકીએ માતાને પોર્ન સાઈટનો વીડિયો બતાવીને ચોંકાવનારો સવાલ કર્યા હતા. બસ આ ઘટના બનતા જ માતા અને પિતા બંને ગભરાઈ ગયાં હતાં. આ પરિવારે સાઇબર એક્સપર્ટની મદદ લીધી અને હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. પણ આ પછી કહેવામાં આવી રહ્યું છે કે માતા-પિતાનો મોબાઈલ વયસ્કોનો હોય છે. જો તમારા સંતાનને અલગ મોબાઈલ ફોન અપાવી શકતા હોય તો તેમાં ચાઈલ્ડ યુ-ટ્યુબનો એકાઉન્ટ ખોલીને જ ફોન આપવો જોઈએ.

જો મળતી માહિતી પ્રમાણે આ કેસ વિશે વધારે વાત કરવામાં આવે તો અમદાવાદના અપર મિડલ ક્લાસમાં 7 વર્ષની બાળકી પણ ઓનલાઇન અભ્યાસ કરતી હતી. અભ્યાસ બાદ માતાનો ફોન લઈને તે યુટ્યૂબ વીડિયો જોતી હતી, પણ એમાંથી કોઈ લિંક પર તેણે ક્લિક કરી અને પોર્ન વીડિયો શરૂ થઇ ગયો, પણ આ સમયે માતા પણ અન્ય કોઈ જગ્યાએ વ્યસ્ત હતી, એટલે બાળકી મોબાઈલમાં શું જુએ છે એના તરફ ધ્યાન ન રહ્યું. મોટી વાત તો એ છે કે રોજ રોજ બાળકી આ પ્રમાણે એ સાઇટ પર વીડિયો જોવા લાગી. એક દિવસ બાળકીએ પોર્ન વીડિયો માતાને દેખાડીને ના પૂછવા જેવો ચોંકાવનારો સવાલ કર્યો અને આ સાંભળીને માતા ચોંકી ઊઠી.

image source

જનેતાને જ્યારે આ વાતની જાણ થઈ કે તરત જ તેણે તાત્કાલિક પતિને આ વાત કરી હતી. તેમને કેટલાક પરિચિત પાસે મદદ માગી તો જાણવા મળ્યું કે આ બાળકી ઘણા સમયથી આ પ્રકારના વીડિયો જુએ છે. તો હવે આમાંથી દરેક લોકોને પણ એ શીખવા જેવું છે કે બાળકને મોબાઈલ કઈ રીતે આપવો. જો કે આ ઘટના દરેક માતા-પિતાને અલર્ટ કરે છે. જો તમે સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતાં વાર નહિ લાગે.

આ વખતે બધાને એલર્ટ રાખવા માટે અમદાવાદના ડો.નીરવ ભટ્ટ કહે છે, માતા-પિતાઓ પોતાનાં બાળકોને મોબાઈલ આપીને છટકી ન જવું જોઈએ, જેથી તેમને ખરાબ આદત પડી જાય. હાલના સમયમાં બાળકોને માતા-પિતા સમય આપે તો જ તેમને આવી વસ્તુથી દૂર રાખી શકાય છે. બાળકોનું ગ્રાસ્પિંગ ખૂબ સારું હોય છે, પણ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો જોઈએ. અમારી પાસે હાલ બાળકોને લગતી અનેક સમસ્યાઓ આવે છે, જેને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ.

image source

આ સાથે જ જો વાત કરીએ અમદાવાદના સાઇબર-એક્સપર્ટ કશ્યપ જોશી વિશે તો તેઓ આ વિશે કહે છે, હાલના સમયમાં બાળકોને મોબાઈલમાં વીડિયો જોવાની લત લાગી છે, પણ તેમના માટેની યુટ્યૂબ ડાઉનલોડ કરી આપવી જોઈએ. માતા-પિતાનો મોબાઈલ વયસ્કોનો હોય છે. જો તમારા સંતાનને અલગ મોબાઈલ ફોન અપાવી શકતા હોય તો તેમાં ચાઈલ્ડ યુ-ટ્યુબનું એકાઉન્ટ ખોલીને જ ફોન આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે હાલમાં આવી ઘટનાઓ ખુબ બને છે અને ભવિષ્યમાં પણ ચિંતાઓ વધી રહી છે કે શું બાળકો આટલી નાની ઉંમરે પોર્ન એડિક્ટ તો નહીં બની જાય ને?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત