કોરોનામાં આ 80 વર્ષના દાદીમાંએ PM કેર ફંડમાં કર્યુ 2 લાખ રૂપિયાનુ દાન, અધધધ…કિલોમીટર ચાલીને ગયા બેંકમાં

કોરોના સ્ટોરી : 80 વર્ષના દર્શની દેવી પીએમ કેર ફંડમાં ૨ લાખ રૂપિયા આપવા માટે ૧૦ કિલોમીટર બેંક સુધી ચાલીને ગયા

image source

વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ સામે લડી રહેલા દેશની સહાયતા માટે દેશના અનેક લોકોએ પોતાના દ્વારા બનતી સહાય કરી છે. આ સમયે પીએમ કેર ફંડમાં અનેક લોકોએ પોતાની યથાશક્તિ દાન કર્યું છે. એવામાં રુદ્રપ્રયાગના એક શહીદની 80 વર્ષની પત્નીએ કોરોના વાયરસના સંક્રમણ સામે સંઘર્ષ કરી રહેલા દેશની મદદ કરવા માટે 10 કિમીનું અંતર કાપીને પ્રધાનમંત્રી કેર ફંડમાં 2 લાખ રૂપિયા તેમની પેન્શનમાંથી ફાળવ્યા હતા. દર્શની દેવીની આ ભાવના જોઇને હાજર રહેલા બેંકના અધિકારીઓએ તેમને પુષ્પમાળા આપીને તેમનું સન્માન કર્યું હતું.

પતિ 1965ના યુદ્ધમાં શહીદ થયા હતા

image source

દર્શની દેવી રૂદ્રપ્રયાગ ક્ષેત્રના અગસ્ત્યમુની વિસ્તારમાં આવેલા ડોભા ડુડલી ગામના રહેવાસી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા 1965ના યુદ્ધમાં તેમના પતિ કબુતર સિંહ રૌધાણ શહીદ થયા હતા. દર્શની દેવીને જ્યારે દેશની આ સ્થિતિ અને એની સહાયતા માટે ઉભા કરાયેલા પીએમ કેર ફંડ વિશે જાણ થઈ, ત્યારે તેમણે એમાં દાન આપવાનું નક્કી કર્યું અને લોકડાઉન હોવા છતાં તેઓ ઘરની બહાર નીકળી ગયા. તેઓ પોતના ઘરેથી દસ કિલોમીટર દુર ચાલીને અગસ્ત્યમુનિ ખાતેની બેંકમાં ગયા અને પેન્શનમાંથી બે લાખ રૂપિયા દાનમાં આપ્યા.

ડ્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું દાન

image source

દર્શની દેવી પોતાના ઘરેથી 10 કિલોમીટર દુર ચાલીને બેંક પર પહોચ્યા અને એસબીઆઈ બેન્કમાંથી પહેલા બે લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવ્યો અને તે ડ્રાફ્ટને બેંકના ઇઓ દ્વારા પીએમ કેર ફંડમાં દાન માટે આપ્યો. આ સમયે એમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ પછી જે સમસ્યાઓ પ્રકાશમાં આવી રહી છે, તે સુધારવા માટે દરેક જણ જ્યારે દાન આપી રહ્યા છે. ત્યારે મેં પણ મારી પેન્શનમાંથી અમુક રકમ પીએમ કેર ફંડમાં આપવાનું નક્કી કર્યું છે. આ પૈસા દેશના કામમાં આવે એવી આશા સાથે એમણે આ દાન કર્યું હતું.

મુશ્કેલીના સમયમાં સહકાર જરૂરી હોય છે.

image source

દર્શની દેવીએ કહ્યું હતું કે અત્યારે દેશ પર સંકટનો સમય છે, અને દેશને પણ હવે સામાન્ય લોકોના ટેકાની જરૂર વર્તાઈ રહી છે. બેંક કર્મચારીઓ અને નગર પંચાયતના અધિકારીઓએ દર્શની દેવીની આ પવિત્ર ભાવના જોઇ તેમને ફૂલોના હાર પહેરાવ્યા હતા અને તેમનો આભાર પણ માન્યો તેમજ તેમનું સન્માન પણ કર્યું હતું.

આ સાથે જ આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડ રાજ્યના રાઇન્કા લંગાસુમાં પણ વહીવટી પોસ્ટ પર કામ કરતા કમલા દેવીએ પીએમ કેર ફંડમાં દોઢ લાખ રૂપિયાનું દાન કર્યું હતું.

Source: oneindia.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત