આ 81 વર્ષની મહિલાની અથાગ ભક્તિ, જાણો રામ મંદિર માટે છેલ્લા કેટલા વર્ષોથી છોડી દીધું છે અનાજ ખાવાનું

રામ મંદિર માટે આ 81 વર્ષિય મહિલાએ છેલ્લા 28 વર્ષથી નથી ચાખ્યું અનાજ

રામ મંદિરના નિર્માણને લઈને મધ્ય પ્રદેશના જબલપુરના આ મહિલાનો સંકલ્પ જાણી તમે તેમની ભક્તિના કાયલ થઈ જશો. અને રામ મંદિરના નિર્માણ સાથે જ તેમનો આ સંકલ્પ હવે પુરો જ થવા જઈ રહ્યો છે. જબલપુરના રેહવાસી 81 વર્ષિય ઉર્મિલા ચતુર્વેદીએ 28 વર્ષ પહેલા વિવાદિત માળખુ પડી જવા પર સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે. હવે જ્યારે 5મી ઓગસ્ટના રોજ રામ મંદિરનાં નિર્માણ માટે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે ઉર્મિલા પોતાનો સંકલ્પ પુરો થતા જોઈ શકે છે.

image source

1992માં જ્યારે આ માળખુ પડ્યુ હતું ત્યારે ઉર્મિલા ચતુર્વેદીની ઉંમર 53 વર્ષની હતી. માળખુ પડી ગયા બાદ જ્યારે દેશમાં તોફાનો ફાટી નીકળ્યા તેનાથી દુઃખી થઈને ઉર્મિલાજીએ સંકલ્પ લીધો હતો કે જે દિવસે બધાની સહમતિથી મંદિરનું નિર્માણ શરૂ થશે તે દિવસે તેઓ અન્ન ગ્રહણ કરશે.

image source

અન્નનો ત્યાગ કરવાના સંકલ્પને લઈને તેમના પરિવારજનોએ ઘણીવાર તેમને સંકલ્પનો અંત લાવવા ઘણા પ્રયાસ કર્યા પણ ઉર્મિલા પોતાના મક્કમ ઇરાદાથી ટસના મસ ન થયા. અને ત્યારથી તેમણે અન્ન ગ્રહણ ન કર્યું અને માત્ર ફળાહાર પર જ 28 વર્ષ પસાર કર્યા. ઉર્મિલાના ઘરમાં રામ દરબાર છે જ્યાં તેઓ રોજ બેસીને રામ નામનો જાપ કરે છે.

image source

હવે જ્યારે 5મી ઓગસ્ટના રોજ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે ઉર્મિલા ચતુર્વેદીની ઇચ્છા છે કે અયોધ્યામાં રામલલાના દર્શન કરીને તેઓ પોતાનો સંકલ્પ ખોલશે જો કે તેવું શક્ય થતું દેખાતું નથી કારણ કે 5મી ઓગસ્ટના રોજ અયોધ્યામાં કોઈ પણ બહારની વ્યક્તિના જવા પર પ્રતિબંધ છે. તેવામાં કુટુંબીજનોનું કહેવું છે કે તેઓ ઘરે બેસીને જ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોઈ લે અને ત્યાર બાદ તેમનો સંકલ્પ પુરો કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

પાછળનું જીવન અયોધ્યામાં પસાર કરવા માગે છે

image source

રામનું નામ જપતા છેલ્લા 28 વર્ષોથી અન્ન વગર જીવન પસાર કરી રહેલા ઉર્મિલા ચતુર્વેદીનું કેહવું છે કે તેમનું ખૂબ મન હતુ કે તેઓ ભૂમિપૂજનના દિવસે તેઓ અયોધ્યા જઈને રામલલાના દર્શન કરે પણ બધાએ કહ્યું કે તે શક્ય નથી કારણ કે ત્યાં માત્ર આમંત્રણ મળે તો જ જઈ શકાય છે. ઉર્મિલા ચતુર્વેદીનું કેહવું છે કે તેમનો સંકલ્પ તો પુરો થઈ જ ગયો છે હવે માત્ર તેમની એટલી જ ઇચ્છા છે કે અયોધ્યામાં થોડી એવી જગ્યા મળી જાય જેથી કરીને તેઓ બાકીનું જીવન ત્યાં પસાર કરી શકે.

ઉર્મીલાજીને આખીએ રામાયણની ચોપાઈઓ મોઢે યાદ છે

ઉર્મિલા ચતુર્વેદીએ જણાવ્યું કે એક બાજુ રામ મંદિર નિર્મણ શરૂ થવા સુધી અન્ન ગ્રઙણ નહીં કરવાનો સંકલ્પ લીધો તો બજી બાજુ તેમનો મોટા ભાગનો સમય પૂજા-પાઠ અને રામાયણ વાંચવામાં જ પસાર થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમના રૂટીનમાં કોઈ જ ફેરફાર નથી થયો.

image source

ઉર્મિલા ચતુર્વેદી સવારે જલદી ઉઠી પૂજા કરે છે ત્યાર બાદ ઘરના બાળકો સાથે સમય પસાર કરે છે અને ત્યાર બાદ રામાયણ વાંચે છે. એમ તો ઉર્મિલાજી આખો દિવસ રામાયણ વાંચે છે પણ ક્યારેક સમય મળે ત્યારે ઘરના અન્ય સભ્યો પણ તેમની સાથે રામાયણ તેમજ ગીતા વાંચે છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!