Site icon News Gujarat

82 વર્ષના નિવૃત્ત અધિકારીને 36 વર્ષની વિધવા સાથે થયો પ્રેમ, પુત્રએ પણ લગ્નમાં આપી ખુશી ખુશી હાજરી

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં એક 82 વર્ષનો યુદ્ધ પોતાનાથી 46 વર્ષ નાની વિધવા માહીલાને દિલ આપી બેઠો. વૃદ્ધ PDW રિટાયર્ડ છે જેનું કોઈ નથી તો મહિલા વિધવા છે અને એનો દીકરો પણ છે.

લાંબી મિત્રતા પછી લગ્ન કર્યા

લાંબી મિત્રતા બાદ બંનેએ શુક્રવારે કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું અને એકબીજાના સહારો બન્યા. આ અનોખા લગ્નને જોવા અને ફોટો-વિડિયો બનાવવા માટે શુક્રવારે બપોરે કોર્ટ પરિસરમાં બંનેના લગ્નની માહિતી મળતા જ ભીડ ઉમટી પડી હતી, પરંતુ ભીડ અને મીડિયાને જોઈને બંને ગુસ્સે થઈ ગયા હતા.

image source

ભીડ જોઈને કપલ ગુસ્સે થઈ ગયું

વૃદ્ધે કહ્યું કે અમને મનોરંજનનું સાધન ન ગણો. અમે પરસ્પર સંમતિથી અરજી કરીને લગ્ન કર્યા છે. મને 28 હજાર પેન્શન મળે છે અને અમે એકબીજાનો સહારો બની ગયા છીએ.

ADMની હાજરીમાં લગ્ન

શહેરના શાસ્ત્રીનગરમાં રહેતી 36 વર્ષની મહિલા સાથે વૃદ્ધે મિત્રતા કરી હતી. તે 46 વર્ષ નાની છે. મહિલાને 6 વર્ષનો પુત્ર છે અને તે વિધવા છે. કોઈ સાથ ન મળતા બંનેએ મિત્રતા બાદ એકબીજાને દિલ આપ્યું અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. તે સંબંધીઓ સાથે એડીએમ કોર્ટ પરિસરમાં પહોંચી અને એડીએમની હાજરીમાં લગ્ન કર્યા.

માહિતી આપતા એડીએમ સંતોષ ટાગોરે કહ્યું કે એક અરજી મળી હતી, જે મુજબ તપાસ બાદ કોર્ટે બંનેની સહમતિથી કાર્યવાહી કરી છે. વૃદ્ધોની ઉંમર 80 વર્ષથી વધુ છે, જ્યારે મહિલાની ઉંમર 35 થી 45ની વચ્ચે છે. બંને ઉજ્જૈન જિલ્લાના રહેવાસી છે. બંનેએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની વાત કરી છે.

જણાવી દઈએ કે, PWD વિભાગની હેડ પોસ્ટ પર રહીને વર્ષ 1999માં નિવૃત્ત થયેલા 82 વર્ષીય વ્યક્તિ શહેરના વલ્લભ નગરમાં રહે છે. પત્ની અને બાળકો વિના તે લાંબા સમયથી એકલા રહે છે અને 28 હજાર રૂપિયાનું પેન્શન મેળવે છે.

Exit mobile version