આ 82 વર્ષના ડોક્ટરની હિંમ્મત જોઈને લોકો કરી રહ્યા છે સલામ, માત્ર 8 દિવસમાં કોરોના સામે જીતી ગયા જંગ

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને મોટી ઉમરના લોકોને જીવનું જોખમ વધારે રહે છે, નિષ્ણાતોના મતે મોટી ઉમરના લોકોમાં કોઈને કોઈ બિમારી શરીરમાં પહેલેથી હોય છે. જેના કારણે તેમને રિકવર થતા વાર લાગે છે. એવામાં તેમને જીવનું જોખમ વધારે રહે છે. પરંતુ આજે અમે તમને એક એવા દર્દીની વાત કરવાના છીએ જેમણે 82 વર્ષની ઉમરમાં કોરોનાને મ્હાત આપી. 82 વર્ષના ગુજરાતી ડોકટરે 8 દિવસમાં સરકારી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઇને કોરોનાને માત આપી હતી. કાનજીભાઈ ગોવિંદજી બોરિચા હાલમાં નિવૃત્ત છે, પરંતુ વર્ષોના એલોપેથી ડોકટર તરીકેના અનુભવના કારણે તેમણે હજુ સેવા પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આથી પરિચિતો તેમની પાસે દવા લેવા આવતા હતા. તેમાંથી કોઈ દર્દીને કારણે તેમને કોરોના લાગુ થઇ ગયો હતો.

image source

તેઓ મૂળ ભાવનગર જિલ્લાના શિહોર- સણોસરાના વતની વણકર-મેઘવાળ સમાજના ડો. કાનજીભાઇ બોરિચાએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર વિશે મેં અનેક વાતો સાંભળી હતી, પરંતુ હોસ્પિટલમાં એક અઠવાડિયાના મારા મુકામમાં સ્ટાફ અને ડોકટરો તરફથી મને સંતોષકારક સારવાર આપવામાં આવી હતી. અહીં ચોખ્ખાઈ સાથે દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. સારવાર પછી શનિવારે મારો કોરોનોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને મને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

કોરોનાથી ડરવાની જરૂર નથી

image source

તેમણે વધુમાં કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. સાવચેતીનાં પગલાં લઈને આ રોગને કોઈ પણ ઉંમરના લોકો આસાનીથી હરાવી શકે છે. કોવિડ-19નાં લક્ષણો દેખાવા પર સમયસર સારવાર લેવાય તો તેને ચોક્કસ માત આપી શકાય. ડૉ. કાનજીભાઈ ગોવિંદજી બોરિચાના ભત્રીજા અશ્વિન બોરિચાએ કહ્યું કે, ડો. કાનજીભાઈ સમાજમાં સેવા પ્રવૃત્તિમાં હંમેશાં આગળ હોય છે. 18 વર્ષ પહેલાં તેમણે ડોકટરી પ્રવૃત્તિ છોડી દીધા છતાં કોરોનાકાળમાં જરૂરિયાતવાળા દર્દીઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ ભાઇઓમાં ઉમરમાં સૌથી મોટા હોવા છતાં હિંમતપૂર્વક કોરોનાને માત આપી છે.

અમદાવાદ સિવિલમાં શરૂ થયો જીરિયાટ્રીક વોર્ડ

image source

અમદાવાદ સિવિલમાં જીરિયાટ્રીક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જીરિયાટ્રીક વોર્ડ વિશે જણાવતા ડો.મોદીએ કહ્યું કે, આ વોર્ડ ખાસ 70 વર્ષથી વધુ ઉમ્ર ધરાવતા કોરાનાગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં દાખલ તમામ દર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂંક કરવામાં આવી છે. જે 6 દર્દીઓ વચ્ચે એક પેશન્ટ અટેન્ડેન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે જમાડવું, પાણી પીવડાવવું, બાથ આપવુ, તેમને પેશાબ માટે લઇ જવું, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે. આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સારસંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂંક કરવામાં આવશે. હાલ 60 દર્દીઓને આ વોર્ડમાં સારવાર આપી શકવાની ક્ષમતા છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ વોર્ડ ઉભા કરવાનું પણ અમારુ આયોજન છે. જીરીયાટ્રીક વોર્ડમાં વયસ્ક દર્દીઓને વધુ સારી અને ત્વરીત સારવાર મળી રહેશે અને વયસ્ક દર્દીઓનો મૃત્યુદર ઘટશે.

70 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર

image source

કોરોના સંક્રમિત થઈ સારવાર માટે આવતા 70 વર્ષથી વધુ ઉંમરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ પ્રકારની સારવાર અને સારસંભાળની જરૂર પડતી હોય છે.તેમાં પણ કોમોર્બિડી ધરાવતા દર્દીઓમાં આવા વાયરસની ગંભીરતા, સંવેદનશીલતા વધુ જોવા મળે છે. આવા દર્દીઓની સારવારને લગતી પ્રાથમિક જરૂરિયાત અન્ય દર્દીઓની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આજ રોજ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત