કોરોના પીડિત 85 ટકા લોકોનો પીછો નથી છોડી રહી મગજ સંબંધી આ 4 સમસ્યાઓ, જાણો આ વિશે સંશોધનમાં શું થયો ખુલાસો

કોરોનાથી પીડિત 85 ટકા લોકોમાં સતત ચાર પ્રકારની મગજ સંબંધિત સમસ્યા જોવા મળી રહી છે. આ ન્યુરોલોજીકલ મુશ્કેલી ઘણા દિવસો સુધી કોરોના દર્દીને પરેશાન કરી શકે છે. આ સમસ્યાઓમાં દિમાગમાં ભેજ થવો, માથાનો દુખાવો, સુંઘવા અને સ્વાદ પારખવાની શક્તિ ઓછી થવી છે. આ એ લોકો સાથે પણ થઇ શકે છે જેઓ કોરોના થવા છતાં હોસ્પિટલમાં દાખલ નથી થતા કે ગંભીર રીતે બીમાર નથી પડ્યા. આ ખુલાસો એક નવા સંશોધનમાં થવા પામ્યો છે.

image source

એનલ્સ ઓફ ક્લિનિકલ એન્ડ ટ્રાન્સલેશન ન્યુરોલોજી જર્નલમાં 23 માર્ચે પ્રકાશિત આ સંશોધન મુજબ અમેરિકાના 21 રાજ્યોના 100 કોવીડ 19 દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું આ દર્દીઓનું અધ્યયન, તેમની સાથે વાતચીત અને તેમની તપાસ શિકાગો ખાતે આવેલી નોર્થવેસ્ટર્ન મેમોરિયલ હોસ્પિટલના વૈજ્ઞાનિકોએ મે 2020 થી નવેમ્બર 2020 સુધી કરી અને ત્યારબાદ આ અહેવાલ રજૂ કર્યો.

image source

આ 100 પૈકી કોઈ દર્દી એવો ન હતો જેને કોરોના થવા પર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય. આ દર્દીઓએ છ સપ્તાહ સુધી ઉપરોક્ત મગજ સાથે સંબંધિત ચાર સમસ્યાઓનો સામનો કર્યો. ઠીક થયા બાદ ચાર કે પાંચ મહિના બાદ પણ આ સમસ્યાઓ યથાવત રહી જયારે તેઓને કોરોનાથી મુક્તિ મળી હતી.

100 કોરોના દર્દીઓ પૈકી અડધા દર્દીઓ કોરોના પોઝિટિવ હતા જયારે અડધા કોરોના નેગેટિવ હતા પરંતુ તેમના શરીની અંદર કોવીડ 19 ના લક્ષણો છુપાયેલા હતા. તેમાં મગજ સંબંધિત બીમારીઓના લક્ષણો પણ જોવા મળ્યા હતા. કોરોનાના શરૂઆતી સમયમાં એ દર્દીઓની તપાસ કરવી મુશ્કેલ હતી જે હોસ્પિટલમાં દાખલ નહોતા થયા.

image source

85 ટકા કોરોના દર્દીઓને મગજ સંબંધી ઉપરોક્ત સમસ્યાઓ થઇ હતી. જેમાં 81 ટકા લોકોને મગજમાં ભેજ કે ફૂગ થવાની સમસ્યા થઇ હતી. એટલે કે તેઓની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઓછી થઇ હતી. એટલું જ નહિ પણ અલગ અલગ નિર્ણય લેવામાં પણ તેમને ઘણો સમય લાગતો હતો. એ સીવવય 68 ટકા લોકોને સતત અથવા થોડા થોડા સમયે માથાનો દુખાવો થવાની સમસ્યા થઇ હતી.

image source

60 ટકા લોકોને શરીરના અંગો સુન્ન પડવા કે ગલીપચી કે સનસનાટી અનુભવવાની ફરિયાદ રહી હતી. 50 ટકાથી વધુ લોકોને સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા ઘટી હતી. 47 ટકા લોકોને આળસ અને થાક અનુભવાયો હતો. 30 ટકા લોકોને ધૂંધળું દેખાતું હોવાની ફરિયાદ રહી હતી. એટલું જ નહિ 29 ટકા લોકોને કાનમાં ઘંટી જેવો અવાજ આવતો હોવાની ફરિયાદ પણ રહી હતી.

image source

એ ઉપરાંત જે બીમારીઓ અને લક્ષણ લોકોમાં જોવા મળ્યા હતા તેમાં થાક, ડિપ્રેશન, બેચેની, ઊંઘ ન આવવી, અને ગ્રેસ્ટ્રોઇન્ટેન્સટાઈનલ સમસ્યાનો સમાવેશ થાય છે. પરંતુ જે ચાર લક્ષણ સૌથી બધું જોવા મળ્યા હતા તે ઉપરોક્ત જણાવ્યા મુજબના હતા. દર્દીઓએ સંશોધનમાં એવું પણ જણાવ્યું હતું કે તેઓ માત્ર 64 ટકા જ ઠીક થયા છે. કોરોનાથી ઠીક થયા બાદ પણ તેના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ હજુ બાકી છે.

image source

નોર્થવેસ્ટ મેડિસિનમાં ન્યુરો ઇંફેશિયસ ડીઝીસ એન્ડ ગ્લોબલ ન્યુરોલોજીના પમુખ અને આ સંશોધનના લેખક ડોક્ટર ઈગો કોરલનીકએ જણાવ્યું હતું કે 30 ટકા કોરોના દર્દીઓમાં ચાર મગજ સંબંધી 9 થી 10 મહિના સુધી રહી હતી અને તેના કારણે તેઓનું સામાન્ય જીવન પ્રભાવિત થઇ રહ્યું હતું. કોરોના થયા પહેલા અને ત્યારબાદ દર્દીઓ માટે સૌથી મોટી મુશ્કેલી માનસિક રીતે અસ્વસ્થ રહેવું હતી. પરંતુ લોકો ડિપ્રેશન અને ઓટોઇમ્યુન ડિજિસેસના શિકાર થઇ રહ્યા છે.

image source

જે દર્દીઓ પર અધ્યયન કરવામાં આવ્યું હતું તેમાં 70 ટકા મહિલાઓ હતી. મહિલાઓમાં ઓટોઇમ્યુન ડિજિસેસ વધુ જોવા મળ્યા હતા. જેમ કે રહ્યુમેટોઇડ આર્થરાઇટિસ. આ બીમારી કોરોના પીડિત પુરુષોની તુલનામાં કોરોના પીડિત મહિલાઓમાં ત્રણ ગણું વધારે થઇ રહી છે. આ સંશોધન મુજબ મગજ સંબંધિત ચાર સમસ્યાઓ તો મોટાભાગના દર્દીઓમાં જોવા મળી જ હતી. જેના કારણે શરીરના અન્ય અંગોમાં પણ સમસ્યાઓ થવા લાગી હતી.

image source

હવે આ સંશોધન કરનાર વૈજ્ઞાનિકોની ટીમ એ તપાસ કરી રહી છે કે કઈ રીતે કોરોના પીડિતો આ બીમારીઓથી ઠીક થઇ શકે. તેમની સારી તપાસ કેવી રીતે કરી શકાય. આ માટે વૈજ્ઞાનિકો એ પણ તપાસ કરી રહ્યા છે કે આપણા શરીરના ઇમ્યુન સેલ્સ એટલે કે પ્રતિરોધક કોશિકાઓ કોરોના વાયરસના પ્રોટીનથી કઈ રીતે રિએક્ટ કરે છે જેથી તેનાથી બીમારીઓ ઠીક થવામાં મદદ મળી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *