90% ફેફસા થઈ ગયા હતા ડેમેજ, પરિવારના સભ્યો વીડિયો કોલથી રોજ હસાવાતા, આખરે દર્દીએ કોરોનાને હરાવ્યો

ધોળકાના દેવેન્દ્ર પરમારે 113 દિવસે કોરોનાને હરાવ્યો હતો. અને કદાચ આ દેશની પહેલી ઘટના હશે કે જેમણે આટલા બધા દિવસ કોરોનાની સારવાર લીધી હોય અને કોરોનાને હરાવ્યો હોય. પંરતુ સુરતના એક વેપારીએ 119 દિવસ સારવાર લઈને કોરોનાને હરાવ્યો છે અને લોકો માટે પ્રેરણ પુરી પાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બેગમપુરાની દુધાળા શેરીમાં રહેતા 47 વર્ષના બિઝનેસમેન ચિંતેશ કણિયાવાલાએ કિરણ હોસ્પિટલમાં 119 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો છે. દાખલ કર્યા પછી તેમની તબિયત બગડી રહી હતી. ડોક્ટરે પરિવારને કહ્યું, અમે સારવાર કરીશું, તમે મોટિવેશન આપો. ત્યાર બાદ પરિવારના 30 સભ્યો રોજ સવાર અને સાંજે એક જગ્યા પર ભેગા મળીને વિડિયો-કોલથી તેમને હસાવવાનું શરૂ કર્યું. સતત 60 દિવસ સુધી વિડિયો-કોલથી તેમને મોટિવેશન આપ્યું અને તેમનો આત્મવિશ્વાસ વધારતા હતા.

image source

મને એમ લાગતું હતું કે હવે હું ક્યારેય ઘરે જઈ શકીશ નહીં

તો બીજી તરફ પરિવારે નક્કી કર્યું કે એક દિવસ છોડીને એક દિવસે પરિવારના એક સભ્ય પીપીઈ કિટ પહેરીને તેમને રૂબરૂ મળવા માટે હોસ્પિટલમાં જશે. સભ્યો 40 વખત તેમને રૂબરૂ મળવા માટે ગયા. એના માટે એક સમયે પરિવારે જથ્થાબંધ પીપીઈ કિટ પણ વસાવી લીધી હતી. 119 દિવસ પછી સાજા થનાર ચિંતેશ કણિયાવાલાએ કહ્યું- મને કોરોના થયો ત્યારે એમ હતું કે હું 10 દિવસ પછી તો ઘરે આવી જઈશ, પરંતુ હોસ્પિટલમાં જેમ જેમ દિવસો પસાર કરતો ગયો તેમ તેમ મને એમ લાગતું હતું કે હવે હું ક્યારેય ઘરે જઈ શકીશ નહીં. મારે શ્વાસ લેવા માટે ઝઝૂમવું પડતું હતું. શ્વાસ લેવા માટે હું તરફડી રહ્યો હતો. એક વખત શ્વાસ લેવા માટે મારી બધી તાકાત કામે લગાવી દેવી પડતી હતી, તેમ છતાં હું શ્વાસ લઈ શકતો ન હતો. દરેક સેકન્ડ પછી મને એમ થતું હતું કે હવે આ મારી જિંદગીની છેલ્લી સેકન્ડ છે. તકલીફ દિવસેને દિવસે વધી રહી હતી.

image source

એકસાથે હોલસેલમાં 35 પીપીઈ કિટ ખરીદી લીધી

તેમણે વધુમાં કહ્યું કે 20 દિવસ સુધી તો હું હોસ્પિટલમાં બેહોશ રહ્યો હતો. હોશમાં આવ્યો ત્યારે પણ મનમાં સતત એવા જ વિચારો આવતા હતા કે હું જીવી શકીશ કે નહીં ? પરંતુ મારા પરિવારના મોટિવેશન અને ડોક્ટરોની મદદથી હું ઘરે પહોંચ્યો છું. કદાચ પરિવારનું મોટિવેશન ન મળ્યું હોત તો હું મૃત્યુ પામ્યો હોત. હવે ઘરે આવી ગયો છું. મારું વજન 20 કિલો ઓછું થઈ ગયું છે. આ અંગે પરેશ કણિયાવાલા, મોટા ભાઈ (કાકાના દીકરા)એ કહ્યું- અમારા પરિવારમાં 30 લોકો છે. અમે વારફરતી તેમને રૂબરૂમાં મળવા જવાનું ટાઈમટેબલ બનાવ્યું. એક દિવસ મૂકીને એક દિવસ પરિવારના સભ્યો પીપીઈ કિટ પહેરીને તેમને હોસ્પિટલમાં મળવા માટે જતા હતા. વારાફરતી મળવા જવાનું હોવાથી એક સમયે તો અમે એકસાથે હોલસેલમાં 35 પીપીઈ કિટ ખરીદી લીધી હતી. તેમને મળવા જવાનું હોય ત્યારે માત્ર પ્રેરણા આપતી વાતો કરતા. કોરોના વિશે પૂછવાનું પણ નહીં. જેથી તેમને હુંફ મળે અને તેમનો આત્મવિશ્વાસ વધે.

image source

ફેફસાંમાં 90 ટકા સુધી કોરોના પ્રસરી ગયો હતો

નોંધનિય છે કે 60 દિવસ સુધી આ કાર્યક્રમ સતત ચાલતો રહ્યો હતો. ચિંતેશભાઈનો જન્મ દિવસ હતો ત્યારે હોસ્પિટલમાં અમુક સભ્યો કેક લઈ ગયા હતા અને ત્યાં જ સેલિબ્રેટ કર્યો હતો. તેમની ચિંતામાં પરિવારના મોટા ભાગના સભ્યોનું 5 કિલો જેટલું વજન પણ ઓછું થઈ ગયું છે. મળવા જવાનું અને વિડિયો-કોલને ટ્રીટમેન્ટનો ભાગ બનાવ્યો, એટલે તેમનું ઈમ્પ્રૂવમેન્ટ આવ્યું છે. તો બીજી તરફ કિરણ હોસ્પિટલ, ચેસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટના ડો.હાર્દિપ મણિયારે જણાવ્યું, જ્યારે ચિંતેશભાઈને એડમિટ કર્યા ત્યારે તેમનાં ફેફસાંમાં 90 ટકા સુધી કોરોના પ્રસરી ગયો હતો. ત્રીજા દિવસે તેમનું લોહી જાડું થઈ ગયું હતું, એટલે લોહી પાતળું કરવાની દવા આપી તો યુરિનમાં લોહી આવવા માંડ્યું હતું. તેની અમે સારવાર કરી રહ્યા હતા તો તેમની ઓક્સિજનની ડિમાન્ડ વધી. 50 દિવસ સુધી તેમને 100 ટકા ઓક્સિજન આપવો પડ્યો હતો. 80મા દિવસે તેમને ઓક્સિજન પરથી હટાવી લેવામાં આવ્યા હતા.

image source

અમે સારવાર કરી અને પરિવારે હિંમત આપી

પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થઈ રહી હતી ત્યાર બાદ અલગ અલગ દવા આપીને તેમની સારવાર કરવામાં આવી હતી. અમે સારવાર કરી અને પરિવારે હિંમત આપી. પરિવારના સભ્યોનો સાથ તેમને સાજા થવામાં ઘણો મદદગાર સાબિત થયો હતો. તેમને અંદરથી હિંમ્મત આવતી હતી અને રિકવરીમાં પણ સારો એવો લાભ થઈ રહ્યો હતો. આપણે ગુજરાતીમાં કહીએ છીએને કે ક્યાંરેક દવા કરતા દૂવા વધારે કામ કરે બસ એવુ જ કઈક ચિંતેશભાઈ સાથે થયું. પરિવારનો પ્રેમ અને હુંફથી તેમણે કોરોનાને હરાવી દીધો.

image source

દેવેન્દ્રભાઈ પરમારે 113 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો

ધોળકાના રહેવાસી 59 વર્ષીય દેવેન્દ્રભાઈ પરમાર 113 દિવસના જંગ પછી કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે. આ અગાઉ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ 101 દિવસ સુધી કોરોના સામે લડ્યા હતા અને ઘરે પરત ફર્યા હતા. તેઓ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હતા અને 51 દિવસ સુધી વેન્ટિલેટર પર હતા. 26 ઓગસ્ટે કોરોના પોઝિટિવ થયા બાદ ધોળકાના દેવેન્દ્ર પરમારના ફેફસાં સતત ડેમેજ થયાં અને તેઓ ગંભીર અવસ્થામાં પહોંચી ગયા હતા. ધોળકા ખાતે બે દિવસ સારવાર બાદ તેમને સોલા સિવિલમાં ખસેડાવામાં આવ્યા જ્યાં લગભગ 90 દિવસ સુધી તો તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. એકથી વધુ વખત તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેમને બે વાર બાયપેપ પર રાખવાની ફરજ પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત