90ના દાયકાના આ કલાકારોની ફી સાંભળીને તમે પણ થઇ જશો છક…

90ના દાયકાના કલાકારોની ફી સાંભળીને તમે છક થઈ જશો, લેતા હતા ખૂબ જ ઊંચી ફી.

અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધી, આ બધા જ કલાકારો આજે ફિલ્મો માટે ઊંચી ફી લે છે. જોકે 90ના દાયકામાં પણ પ્રોડ્યુસર્સ એમની લોકપ્રિયતાને કારણે એમને ઘણા પૈસા આપતા હતા.

બૉલીવુડ સેલિબ્રિટી ફક્ત પોતાની હાજરીથી જ નહીં પણ એમના ઇન્વેસ્ટમેન્ટ અને કામ માટે એમને મળતી ફીથી પણ પોતાના ચાહકોને એક્સાઇટ કરે છે. સમય વીતતો ગયો અને હવે પણ ફિલ્મોનું બજેટ મોંઘું થતું ગયું. તો સાથે સાથે કલાકારોની ફી પણ એટલી વધી ગઈ કે કોઈને પણ છક કરી દે.જોકે 90ના દાયકામાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોપનાં કલાકારોની ફી ઘણી વધારે જ હતી. તો ચાલો નાખીએ એક નજર આવા જ કેટલાક કલાકારોની કમાણી પર….

અમિતાભ બચ્ચન.

image source

190થી વધારે ફિલ્મો કરી ચૂકેલા બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કરિયરની શરૂઆત વર્ષ 1969માં આવેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી કરી હતી. વાત કરીએ ફીની તો 90ના દાયકામાં અમિતાભ સૌથી વધુ ફી લેતા અભિનેતા હતા. “ખુદા ગવાહ” પછી એમને જે ફિલ્મો કરી એ માટે એમને 3 કરોડ જેટલી ફી આપવામાં આવતી હતી.

અજય દેવગન.

image source

“ફૂલ ઓર કાંટે”થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અજય દેવગન 90ના દાયકા દરમિયાન દરેક ફિલ્મ માટે 70 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. શરૂઆતમાં એમની ફિલ્મો ઓડિયન્સ સાથે વધુ કનેક્ટ ન કરી શકી પણ ધીમે ધીમે સમયની સાથે એમને સફળતાનો સ્વાદ ચાખ્યો અને પછી એમની કમાણી પણ વધી ગઈ.

માધુરી દીક્ષિત.

image source

માધુરી દીક્ષિત બોલીવુડની સૌથી ટેલેન્ટેડ અભિનેત્રીમાંથી એક ગણવામાં આવે છે. 90ના દાયકામાં એમને ઘણી હિટ ફિલ્મો આપી. સલમાન ખાન સાથે આવેલી એમની ફિલ્મ “હમ આપકે હે કોન” તો બોક્સ ઓફીસ પર જેકપોટ સાબિત થઈ અને એને ઘણા રેકોર્ડસ પણ તોડ્યા. આ ફિલ્મની સફળતા પછી માધુરીએ ડાયરેકટર રાકેશ રોશનની ફિલ્મ કોયલા માટે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

સની દેઓલ.

image source

એક્શન ફિલ્મો માટે જાણીતા સની દેઓલ ઘાયલ અને ગદર જેવી ફિલ્મો પછી છવાઈ ગયા. આ ફિલ્મો પછી એમની ફીમાં વધારો થઈ ગયો. એવું કહેવામાં આવે છે કે રાજકુમાર કોહલીની ફિલ્મ જાની દુશ્મન માટે એમને 50 લાખ રૂપિયા લીધા હતા પણ જલ્દી જ એમની ફી 60 થી 70 લાખ જેટલી થઈ ગઈ.

શાહરુખ ખાન.

image source

બૉલીવુડના કિંગ ખાને 90ના દાયકામાં એક પછી એક હિટ ફિલ્મો આપી. એમને કરણ અર્જુન અને દિલવાલે દુલહનિયા લે જાયેંગે જેવી મોટી હિટ ફિલ્મો આપી અને ત્યાં સુધી એ દરેક ફિલ્મના 30 લાખ રૂપિયા લેતા હતા. એ પછી એમને દિલ તો પાગલ હે, યસ બોસ અને પરદેશ જેવી ફિલ્મોથી લોકોનું દિલ જીતી લીધું અને પછી એમની ફી વધી ગઈ.

અક્ષય કુમાર.

image source

અક્ષય કુમારની સ્ટાર વેલ્યુ 1994 માં વધી જ્યારે એમની એક પછી એક 12 ફિલ્મો આવી. મોહરા પછી એમની ફી લગભગ 55 લાખની આસપાસ હતી અને સમયની સાથે એ ફીની રકમ પાછળના શૂન્ય વધતા ગયા. એક રિપોર્ટ પ્રમાણે, 2020 સુધીમાં એ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અભિનેતા બની ચુક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનંદ એલ રાયની આવનારી ફિલ્મ માટે અક્ષયનળ આશરે 120 કરોડ રૂપિયા આપવામાં આવશે.

સુનિલ શેટ્ટી.

image source

સુનિલ શેટ્ટીની પહેલી ફિલ્મ બળવાન 1992માં રિલીઝ થઈ પણ એમને મોહરની રિલીઝ ઓછી સફળતા જોઈ. એ પછી ગોપીકિશન આવી અને એમની ફીમાં વધારો થઈ ગયો. રાજકુમાર કોહલીની જાની દુશ્મન માટે એમને 30 લાખ રૂપિયા ફી પેટે લીધા હતા.

નાના પાટેકર.

image source

તિરંગા અને ક્રાંતિવીર જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યા બાદ નાના પાટેકરે પોતાની ફી વધારીને 50 લાખ રૂપિયા કરી દીધી. એક રિપોર્ટ અનુસાર, એ પોતાની 90 ટકા કમાણી ચેરીટીમાં ડોનેટ કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત